________________
મધુરતાને જ આભારી છે. તેથી કોઈ પણ સંયોગોમાં ધર્મને પુષ્ટિ આપનારી, વૃદ્ધિ કરનારી, શુદ્ધિ બતાવનારું ઔચિત્ય ભૂલવું ન જોઈએ.
ઔચિત્ય આત્મસાત્ થઈ જવું જોઈએ. જેથી હું આ જીવનું ઉચિત સાચવું એમ વિચાર કરવો ન પડે પણ જયાં જેને યોગ્ય જેવી ઉચિત પ્રવૃત્તિની જરૂર હોય તેવી સહજ ભાવે થઈ જાય.
પરમાત્માનું ઔચિત્ય સહજ હતું. તેથી તે સંસારમાં રહેવા છતાં, પોતે વિરાગી હોવા છતાં રાગી સંબંધી જનોને દુઃખનું કારણ નથી બન્યા. પરંતુ અત્યંત સુખનું કારણ બની પોતાના હિતને ભૂલ્યા નથી. માટે સ્વ-પર હિત કરનાર એવા ઔચિત્યને લાખ લાખ વંદન. ૨. આત્મદર્શના
ભા.વ.કિ.૩ આત્મા એક પદાર્થ છે. જિન શાસનમાં છ દ્રવ્યો માનવામાં આવે છે તેમાંનું આ એક દ્રવ્ય છે. દ્રવ્ય, ગુણ-પર્યાયવાળું જ હોય કેમકે તેનું લક્ષણ છે “જુન પર વત્ દ્રવ્ય” લક્ષણ અવશ્ય લક્ષ્યમાં ઘટવું જોઈએ. જો તે ન ઘટે તો લક્ષણ દૂષણ યુક્ત છે. તેથી તે લક્ષ્ય પણ અસંભવિત છે.
આત્મા દ્રવ્ય છે માટે તે લક્ષ્ય છે. તેમાં ગુણ-પર્યાય બંને ઘટે છે અર્થાતું, તેમાં તે બને રહેલા છે. દ્રવ્ય પરોક્ષ છે માટે વાસ્તવિક તેના ગુણ અને પર્યાય બને પરોક્ષ છે. પરંતુ અશુદ્ધ ગુણ-પર્યાય પ્રત્યક્ષ છે. તેથી તેનો આધાર દ્રવ્ય (આત્મા) તેની અનુમિતિ થઈ શકે છે. અર્થાતું, તેના આધેયથી તે આધારરૂપ આત્મા પ્રત્યક્ષ છે. પરંતુ શુદ્ધ ગુણ-પર્યાય પરોક્ષ છે તેથી તેનો આધાર પણ પરોક્ષ છે. ત્યારે આત્માનું અસ્તિત્વ ગુણ-પર્યાયથી અનુમનાય છે. માટે નિશ્ચયથી દ્રવ્યમાં ગુણ-પર્યાય છે. વ્યવહારથી ગુણપર્યાયમાં દ્રવ્ય છે. દા.ત. કેરી સામે પડી છે. તેને જોનાર તેના આકાર, ગુણ, વર્ણ, ગંધ, સ્પર્શથી તેને પ્રત્યક્ષ કરે છે અર્થાતુ, તે આકાર આદિ ગુણ પર્યાય છે તેને કહે છે કે આ કેરી છે. કેરી નામનો પદાર્થ તો તેમાં પરોક્ષ રીતે રહેલો છે. તેથી વ્યવહાર એવો જ થાય છે કે આમાં કેરીત્વ રહેલું છે. આમાં કેરી છે. પરંતુ વાસ્તવિકતાએ તો ગુણ-પર્યાય દ્રવ્યમાં રહેલા છે.
આત્મા કર્મ રહિત બને છે ત્યારે કેવળ શુદ્ધ ગુણનો પુંજ જ રહે છે. એટલે આત્મ દ્રવ્ય ગુણ પુંજ સ્વરૂપ રહ્યું. દ્રવ્ય એ તો શક્તિરૂપ છે. તે ગુણ પુંજમાં રહેલ છે. માટે આત્મદ્રવ્યનું ધ્યાન ગુણના પુંજ સ્વરૂપે કરવું. કારણ કે શક્તિ એકલી પકડી શકાય નહિ. વળી ગુણ પુંજ તે શક્તિથી ભિન્ન નથી. તે શક્તિ ગુણ પુંજથી જ ઓળખી શકાય છે. પરંતુ દ્રવ્યનું માત્ર ધ્યાન જ નિસ્તરંગ, નિરાકાર, નિરંજન, અવિચલિત સ્વરૂપે ચિંતન દ્વારા થઈ શકે.
સાધકનો અંતર્નાદ
107
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org