________________
૧. ઔચિત્ય
ચૈ.શુ. ૧૪, સં. ૨૦૪૯, સિદ્ધચક્ર ગુરૂમંદિર
ઔચિત્ય એટલે ઉચિત પ્રવૃત્તિ.
ઉચિત એટલે જે જીવને માટે જેવું અને જેટલું યોગ્ય હોય તેવું અને તેટલું વર્તન કરવું તે તેને માટે ઉચિત કહેવાય. બધાને માટે સમાન વર્તન તે અનૌચિત્ય છે.
ગુણથી, વયથી, સંયમ પર્યાયથી મોટા અને નાનાનો ભેદ પડે છે, તેમ તેઓ માટે ઉચિત પ્રવૃત્તિમાં પણ ભેદ પડે.
જો ઉચિત પ્રવૃત્તિનો ભેદ ન રહે તો જેઓ ગુણાદિથી મહાન છે તેમના મહત્ત્વને ધક્કો પહોંચવાથી કર્મબંધ થાય છે. જેઓ જે સ્થાને છે તે સ્થાનનું મહત્ત્વ હૃદયમાં ધારી રાખવું જોઈએ અને તેને આશ્રયીને ઉચિત સાચવવું જોઈએ.
અરિહંત પરમાત્માનું સ્થાન સૌથી ઊંચું છે. તેથી મંદિરમાં કેવી રીતે જવું, કેવા વેષે જવું, કેવા વિનયથી જવું અને તેમને યોગ્ય ત્યાં જઈને કેવી પ્રવૃત્તિ કરવી વિગેરે બીજા જીવો કરતાં ભેદ પડે છે. જો બધાના જેવો જ વ્યવહાર ત્યાં પણ કરીએ તો પરમાત્માનું અવમૂલ્યન કરનાર આપણે બનતા હોવાથી બોધિદુર્લભ થઈએ છીએ.
એજ રીતે મનુષ્યમાં પણ બધા મનુષ્યત્વથી સમાન હોવા છતાં દરેકના દરજ્જા પ્રમાણે જ યોગ્ય વ્યવહાર કરવો જોઈએ.
જો ઉચિત વ્યવહારમાં ભૂલ થાય તો સ્વ-પર બંનેને નુકસાન થાય છે. ઉચિત પ્રવૃત્તિ નહિ કરનાર વડીલ હોય તો તેમની મોટાઈને હણે છે નાના હોય તો તેમના માનને પોષણ મળે અને ક્લેશ જનક પણ આપણી પ્રવૃત્તિ બને માટે દરેક સ્થાને ઉચિત પ્રવૃત્તિને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે.
યોગના ગ્રંથોમાં પણ ઠેકાણે ઠેકાણે ઔચિત્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કારણ કે આત્મધર્મના વિકાસમાં તે ઔચિત્ય ધર્મ ઘણો સંબંધિત છે.
ઔચિત્ય કરવાથી પ્રથમ તો અહંકારની ન્યૂનતા થાય છે, માન ગજને વિદાય લેવી પડે છે. કેમકે ઔચિત્યમાં બીજાને યોગ્ય માન આપવાનું હોય છે. બીજાને માન આપવાથી માન વધે છે.
બીજું ઔચિત્ય પાલનથી બીજા જીવની પ્રસન્નતા વધે છે. બીજા જીવની પ્રસન્નતાથી આપણી પ્રસન્નતા વધે છે.
પ્રસન્નતા આપવી અને આપણે પ્રસન્ન રહેવું એ જ ધર્મનું અનંતર ફળ છે. માટે ઔચિત્ય પાલન આત્મ ધર્મનું એક અંગ બની જાય છે. માટે ઔચિત્ય કદી ચૂકવું નહિ.
અરિહંત પરમાત્મા સમગ્ર વિશ્વમાં મહાનતા ધરાવે છે છતાં તેઓનું સમસ્ત જીવન (બાલ્ય કાળથી માંડીને) ઔચિત્યથી સુંદર મઘમઘાયમાન હતું. કેમકે તેઓ નમ્રતાના નિધિ હતા.
ઔચિત્ય પાલનથી જીવને જીવની સાથે મધુરતાનો અનુભવ થાય છે.
એ મધુરતા જ સમ્યગ્ દર્શનની પ્રાપ્તિમાં અગ્રસ્થાન ધરાવે છે. મૈત્રી આદિ ભાવો પણ તે સાધકનો અંતર્નાદ
106
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org