________________
હે પ્રભુ ! મેં પોતે આશ્રયના દ્વારને રોકવારૂપ સુકૃત કર્યું હોય તેને આનંદથી અંતરમાં વિચારતો હું ભાવશત્રુના ત્રાસથી ત્રાસી ગયેલો શરણ વિનાનો તારા ચરણનું શરણ સ્વીકારું છું.
૨.
હે નાથ ! મેં જાતે કરેલાં મારાં પાપોની નિંદા કરવાની મારી શક્તિ નથી ને લાયકાત પણ નથી. હું નિંદા કરવા તૈયાર થાઉ છું પણ અજ્ઞાનને પરવશ બનેલો હું મારાં પાપોને પાપ તરીકે ઓળખી શકતો નથી. ક્વચિત્ થોડાં પાપો સમજાય તો તેને પાપ તરીકે મારું મન મિથ્યાત્વના જોરે માનવા દેતું નથી. કદાચ પાપ તરીકે માનું તો તેનો બળાપો કઠોર હૈયામાં પેદા થતો નથી. હું મૂઢ, અયોગ્ય, મોહથી ઘેરાયેલો છું, અજ્ઞાનથી હિતાહિતને સમજી શકતો નથી. માટે હે મારા નાથ ! મારું યોગ ક્ષેમ કરનારા મારું રક્ષણ કરો. તું મારું સર્વસ્વ છે. હું તને મારા મન, વચન, કાયા સોંપી દઊં છું, તને સમર્પણ થવાથી તારી સોબતને પામેલા મારા મન, વચન, કાયામાં તારા પ્રભાવથી પાપની નિંદા કરવાનું સામર્થ્ય પ્રગટે અને ત્યારે જ હું દિલના એકરારપૂર્વક મારા પાપોની નિંદા સારી રીતે કરી શકું અને પાપોથી હળવો થાઉં.
હે પ્રભુ ! મેં તે પાપો કેવી રીતે, કોના આલંબને, કેટલી રીતે, કેટલા પ્રકારનાં કર્યાં છે તેનું વર્ણન કરું તો પાર આવી શકે તેમ નથી. તેના માટે શબ્દો પણ જડતા નથી પણ તારા આગમને સમજાવનારા કલ્યાણમિત્ર એવા ગુરુ ભગવંતોના વચનથી એટલું સમજયો છું કે એ ત્યજવા યોગ્ય છે. ‘એ સત્ય’ છે એમ મને શ્રદ્ધાથી રુચ્યું છે. એટલે હવે તે પાપોની મારી વિતક તારી પાસે ખુલ્લી કરીને હૃદય હળવું કરવા ઈચ્છું છું તો મારી કહાણી સાંભળ. તારે શરણે આવેલા મારે હવે કાંઈ ચિંતા નથી.
મેં અઢારે પાપોમાંથી જે કોઈ પાપ મનથી, દુષ્ટ વિચારો દ્વારા કર્યું હોય, બીજા પાપ કરે તેવું મનથી ઈચ્છયું હોય એટલે બીજા અધર્મી થાઓ એવો ભાવ કર્યો હોય અને કોઈ પાપ કે પાપ કરતાં હોય તે, જોઈને કે સાંભળીને મન હર્ષિત થયું હોય, તેવી રીતે વચનથી દુષ્ટ ભાષણ કર્યું હોય એટલે ક્રોધાદિને આધીન બની જેમ તેમ બોલીને, બીજાઓને ત્રાસ, દુ:ખ, ભય, સંતાપ થાય તેવું બોલીને પાપ કર્યું હોય, બીજાઓને તેવું બોલવાની પ્રેરણા ચાડી, ખોટો ઉપદેશ આદિના પ્રયોગથી કરીને પાપ કરાવ્યું હોય અને તેવું બોલનારને જોઈને કે સાંભળીને આનંદ થયો હોય.
વળી, મેં પોતે કાયાથી દુષ્ટ ચેષ્ટા કરી પાપ કર્યું હોય, પ્રેરણા કરીને બીજા પાસે પાપ-પ્રવૃત્તિ કરાવી હોય, કોઈ પાપ પ્રવૃત્તિ કરતો હોય તે જોઈને કે સાંભળીને આનંદ થયો હોય, આ રીતે ત્રણે યોગથી કરેલા પાપને ત્રણ કરણથી અનેકગણું વધાર્યું તે સર્વ પાપ તારા અચિંત્ય મહિમાના પ્રભાવથી મિથ્યા થાઓ અને હે પ્રભુ ! તે સાથે ફરીથી તેવી પાપ પ્રવૃત્તિ ન થાય તેવું લક્ષ મારામાં પ્રગટ થાઓ. પાપો ફરીથી નહિ કરવાનો નિશ્ચય કરવાનું સત્ત્વ તારા પ્રભાવથી પ્રાપ્ત થાઓ, જેથી મારી કરેલી પાપની નિંદા સફળ થાય, હવે તો હે અરિહંત પ્રભુ ! તારી, તારા માર્ગને પ્રચારનારા કલ્યાણમિત્ર ગુરુઓની આવી પાપ ત્યજવારૂપ હિતશિક્ષાને કાયમ હું ઈચ્છું છું, એટલે મને એવા દેવ-ગુરુઓનો સંયોગ મળો એજ મારી પ્રાર્થના છે.
૩. હે સ્વામીન્ ! મેં તેવા પ્રકારની શુભ સામગ્રીના યોગ વડે જે કાંઈ અલ્પ પણ જ્ઞાન, દર્શન, સાધકનો અંતર્નાદ
183
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org