________________
ચારિત્રને સાધક અનુષ્ઠાનથી સુકૃત કર્યું હોય તે સર્વ જ્ઞાનાદિયુક્ત માર્ગમાં કંઈક અલ્પ માત્ર પ્રવેશ મારો થયેલો છે એવો હું પ્રમોદ સહિત અનુમોદન કરું છું. આ સુકૃતની અનુમોદના પણ તારા પ્રભાવથી યથાર્થ રીતે કરવાનું શકય છે.
૪.
હે ભગવન્ ! સર્વ અરિહંતદેવોનો અર્હત્વ ગુણ કે જે આખા જગતને અનન્ય ઉપકારી કરી રહ્યો છે. જે ગુણથી સમવસરણમાં બેસી જગતના જીવોને મોક્ષ માર્ગ બતાવી રહ્યા છો તેની અને તે ગુણના હેતુરૂપ ‘સવી જીવ કરું શાસન રસી' એ ભાવ ઘોર તપ, જપ, પરીષહો ઉપસર્ગો સહન કરવારૂપ અનુષ્ઠાનો આચર્યા તેની અનુમોદના કરું છું, મનમાં હર્ષિત થાઉં છું, આનંદ આનંદ થઈ જાય છે.
હે પ્રભુ ! મૂળથી બધા કર્મોનો નાશ થવાને લીધે હળવા થવાથી લોકના અગ્ર ભાવે પહોંચેલા, તમારા ઉપદેશેલા અનુષ્ઠાનના ફળ સ્વરૂપ સિદ્ધ ભગવંતોના કેવળજ્ઞાનાદિ ભાવોની અનુમોદના કરું છું. સર્વે આચાર્ય ભગવંતોની જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચે આચારોના પાલન કરવા, કરાવવા રૂપ ગુણમાં સામર્થ્ય-બળ પ્રગટ કરવાની ચતુરાઈ છે તે કોઈ આશ્ચર્ય ઉત્પન્ન કરાવે તેવી છે તેની હું અનુમોદના કરું છું એ ગુણ જગતના જીવોને ઉપકારક બની રહ્યો છે તે મને આનંદ ઉપજાવે છે.
સર્વે ઉપાધ્યાય ભગવંતોનો સિદ્ધાંતના સૂત્રદાન ઉપદેશ કરવાનો ગુણ, તેની અનુમોદના કરું છું એ ગુણથી જગતના જીવોને ભગવાને બતાવેલા તેમના આગમનાં મર્મ સમજાવી મોક્ષ માર્ગ બતાવી ઉપકાર કરી રહ્યો છે. તેથી મને ખૂબ આનંદ થાય છે.
સર્વે સાધુ ભગવંતોનો ત્રણ રત્નની સાધના રૂપ ગુણ છે તેની અનુમોદના કરું છું કે જે આ સાધના જગતના જીવો ષટ્કાયરૂપ તેની રક્ષાના પરિણામથી સાધ્ય છે. તેથી મને આ તેમની સાધુકાર્ય પ્રત્યે બહુમાન ઉપજે છે અને ઘણો આનંદ થાય છે.
ગુણીઓના ગુણનું અનુમોદન એ તો મૂલ્ય વિનાનું મોક્ષમાર્ગનું ભાતું છે. એથી પવિત્ર ગુણવાળા મહાત્માઓના ગુણોની અનુમોદના કરું છું, હવે તારા શરણના, આશ્રયના સામર્થ્યથી આ મારી અનુમોદના વિધિપૂર્વકની, નિર્મળ આશયવાળી, જીવનમાં એ ગુણ ઉતરે એવી અને નિરતિચાર તેનું પાલન થાય તેવી તારા પ્રભાવથી થાઓ. હું તો મૂઢ, મોહથી વાસિત, એટલે મોહના ક્ષયોપશમ વિના સારામાં આનંદ કેમ પામી શકું ? પણ હે ભગવંત ! તું અચિંત્ય શક્તિવાળો છે, વિતરાગ છે, સર્વજ્ઞ છે, પરમલ્યાણરૂપ કરુણાવંત શિરોમણિ છે અને મારા જેવા સર્વ જીવોને પરમ કલ્યાણની સાધનામાં તુંજ પુષ્ટ આલંબનરૂપ છે.
૫. હે અરિહંત ! પ્રભુ ! ભાવ અરિહંત એવા આપનું હું ભાવથી શરણ સ્વીકારું છું.
તારા બતાવેલા અનુષ્ઠાનના ફલ સ્વરૂપ સિદ્ધ ભગવંતોનું હું શરણ અંગીકાર કરું છું. કુવાસનાના પાશને તોડી નાખનારા તારા શાસનમાં લીન મનવાળા મુનિજનોનું મને શરણ હો. અપાર સંસાર સમુદ્રના સામા કાંઠે પહોંચાડવા માટે નાવરૂપ તારા શાસનનું શુદ્ધ ભાવથી હું શરણ સ્વીકારું છું. ભાવ વિના તો ઘણું કર્યું પણ સમ્યક્ત્વ વિનાનું જેમ નિષ્ફળ તેમ તારા શાસનને અનુસર્યો તે નિષ્ફળ ગયું. સાધકનો અંતર્નાદ
184
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org