________________
આ રીતે પરમાત્માએ દીક્ષા લઈને શું કર્યું?
મન, વચન, કાયાની સ્થૂલ પ્રવૃત્તિ બંધ કરી કેવળ ઉપયોગની સંપૂર્ણ શુદ્ધિ માટેના પુરુષાર્થ આદર્યો. તે પુરુષાર્થમાં શું કર્યું?
કેવળ ઉપયોગને આત્મામાં જોડી રાખ્યો. અથા, પરભાવનો ત્યાગ કરી સ્વભાવમાં સ્થિર થયા. તે સમયે મનના કુતૂહલો, વચનના પ્રયોગો, કાયાની વિશ્રામણા સંપૂર્ણ નાબૂદ થઈ ગઈ હોવાથી નથી કોઈ પરિષહો તેમના ચિત્તને અકળાવી સ્વભાવમાંથી અસ્થિર કરી શકયા, નથી કોઈ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો તેમના મનને અશાંત કરી શકયા. પણ કેવળ નિવાત દીપકની જયોત જેમ સ્થિર અને પ્રકાશિત હોય છે તેવી તેમની ધ્યાન ધારા સ્થિર અને પ્રકાશિત હોય છે તે ધ્યાનમાં સ્થિર થયા.
મનના કુતૂહલો તેમના જવલંત વૈરાગ્યથી ભસ્મીભૂત થઈ ગયા હતા, વૈરાગ્ય પાસે કુતૂહલો ટકી શકતા નથી.
વચન પ્રયોગ તેમના આત્મા સિવાય સકલ પદાર્થો પ્રત્યે ઉદાસીન ભાવથી ઉફથન કરી ગયો હતો. પદાર્થો પ્રત્યેનું ઉદાસીનત્વ પ્રેરાતા વચનને રોકનાર છે. અર્થાતુ, ઉદાસીનભાવ વચન પ્રયોગ સ્થગિત કરી નાખે છે.
કાયાની વિશ્રામણા-અનિત્યતા, અશરણત્વ, અશુચિત્વના બોધથી તેમનું (પરમાત્માનું) કાયામાંથી ચિત્ત દૂર થઈ ગયું છે. તેથી તેના પ્રત્યે સ્પૃહા ટળી ગઈ છે.
આવું જીવન પરમાત્માનું આજથી જ, દીક્ષા લીધા પછી તરત જ શરૂ થઈ ગયું છે. દિન પ્રતિદિન તેમાં જ વૃદ્ધિ પામતાં અંતે ઘાતિ કર્મનો નાશ કરે છે. આ છે આત્મ પુરુષાર્થની સિદ્ધિ, આત્મ પુરુષાર્થનો આરંભ દીક્ષા દિનથી અને સિદ્ધિ તેરમા ગુણઠાણે.
ત્રણેનો એકી સાથે હાસ થાય છે. માટે કહ્યું કે હે પ્રભુ ! તારા ધ્યાનથી તારું સ્વરૂપ મને પ્રાપ્ત થાય છે. કેમકે તારું ધ્યાન કરતાં-કરતાં આ જગતમાં જડનો સમૂહ સામે જે દેખાય છે તેમાં જ વિષય અને કપાયને આધીન થયેલા જીવને રાગ, દ્વેષ, મોહ થાય છે એનું મન થાય છે અને તેનાથી ભયભીત થયેલો તારું શરણ લે છે. હે પ્રભુ ! એક તુંહિ તેહિ તેહિ તેહિ તેહિ એમ પરમાત્મામાં લીન થતાં સ્વાત્માનું સ્મરણ થાય છે અને તે જ હું “સાડ ડહું’ એમ સ્વના શુદ્ધ સ્વરૂપનું સ્મરણ થતાં તે જ હું એમ જડ શરીરને વિસરી આત્મામાં સોડાંની બુદ્ધિ થાય છે ત્યારે અનાદિ કાળનો દેહ-પુદગલનાં રાગ તૂટે છે. પુગલના રાગને લીધે થતો જીવો પ્રત્યેનો લેપ શમે છે અને પર પુદગલ પરિણતિ એટલે કે મોહ, તેને ત્યજી સ્વભાવ એટલે કે આત્મ સ્વરૂપ તરફ વળે છે.
માટે આ પ્રક્રિયા છે તો રાગ, દ્વેષ, મોહને તોડવાની, તે તૂટવાથી તેરમું ગુણઠાણું પ્રગટે છે, કારણ કે સ્વરૂપે પ્રગટ થવાની આડે રાગ, દ્વેષ, મોહ નડે છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org