________________
માર્ગ બતાવે છે તેથી સંસાર સમુદ્રથી પાર ઉતારે છે, ડૂબતા બચાવે છે. ગુરુ તત્ત્વ દેવ અને ધર્મ બન્નેને ઓળખાવનાર છે. માટે ગુરુ દેવતા છે. જો ગુરુ તત્ત્વ ન હોત તો આ સંસારમાં ઘોર અંધારું છે. તેથી ઘોર અંધારામાં રખડતા આપણો પત્તો ન લાગત. આ રીતે ગુરુ તત્ત્વને માનવાથી સમ્યગ્ દર્શન પ્રાપ્ત થાય છે.
ત્રીજું તત્ત્વ છે ધર્મ તત્ત્વ.
આ ધર્મ તત્ત્વનો આશ્રય પરમાત્મા પણ લે છે ત્યારે દેવત્વ પ્રગટ કરી શકે છે માટે આ બન્ને તત્ત્વની અપેક્ષાએ ધર્મતત્ત્વ ચઢિયાતું છે. અનેક ભવોમાં ધર્મનું સ્વરૂપ ગુરુએ બતાવ્યું, તેને આરાધી છેલ્લા ભવમાં તે ધર્મ આત્મામાં પ્રગટ થયો ત્યારે દેવત્વ ઝળહળ્યું. અર્થાત્, પ્રગટ થયું. જો કે ગુરુની પાસે પણ આ ધર્મ તત્ત્વનો જ્ઞાન પ્રકાશ પાથરનાર તો તીર્થંકર દેવ જ છે. માટે ઉપકારની દૃષ્ટિએ મૂળ અરિહંત પરમાત્મા છે. આપણને અરિહંત પરમાત્મા ઓળખાવનાર ગુરુ છે માટે બીજા નંબરે ગુરુ ઉપકારી છે અને ધર્મ તો દેવ અને ગુરુ આ બે ન હોત તો જ્ઞાન વિના આદરત કયાંથી ? આ તત્ત્વને માનવાથી સમ્યગ્ દર્શન પ્રાપ્ત થાય છે.
તત્ત્વત્રયી રમે હૃદયમાં, દર્શન નિર્મળ થાય, વંદના હોજો માહરી, ક્રોડ ક્રોડ સદાય.
૪. શબ્દબ્રહ્મ અર્હમ્ દ્વારા અભેદ ધ્યાન
ભા.વ. ૫, સં. ૨૦૪૯
‘અર્હમ્’ અક્ષર તે શબ્દ બ્રહ્મ છે શુદ્ધ આત્માનાં દર્શન કરવાં હોય તો અર્હમ્ અક્ષરનાં દર્શન કરો. બ્રહ્મ એટલે આત્મા. શબ્દ બ્રહ્મ-અક્ષર બ્રહ્મ. અર્હમ્ આ પ્રમાણેના અક્ષરમાં આત્મા છુપાયેલો છે. માટે તે અક્ષરરૂપ દેહને ધારણ કરીને રહેલો પરમઆત્મા છે અને પર બ્રહ્મ છે. ગુણ પુંજ રૂપ આત્મા છે. શબ્દ બ્રહ્મમાંથી પરબ્રહ્મમાં જવાય છે તેનો અર્થ અર્હમ્ અક્ષરરૂપ આત્માના ધ્યાનથી પર બ્રહ્મનાં દર્શન થાય છે. અક્ષર બ્રહ્મ રૂપી આત્મા છે અર્થાત્, અક્ષર દ્વારા પોતાના સ્વરૂપને બતાવે છે. પર બ્રહ્મ, ગુણ દ્વારા પોતાના સ્વરૂપને બતાવે છે. અક્ષર રૂપી છે તેમાં અરૂપી એવા આત્માને જોવાનો છે. ગુણો અરૂપી છે, તેમાં અરૂપી આત્માને જોવાનો છે. માટે અક્ષર બ્રહ્મ એ રૂપસ્થ ધ્યાન છે. પર બ્રહ્મનું ધ્યાન તે અરૂપી ગુણ દ્વારા થતું હોવાથી રૂપાતીત ધ્યાન છે. રૂપાતીત ધ્યાનમાં જવા માટે પ્રથમ રૂપનું આલંબન લેવું પડે છે, માટે રૂપસ્થ ધ્યાન થાય છે.
અક્ષર પણ બે પ્રકારે છે. લિપિરૂપ સંજ્ઞાક્ષર અને લધ્યક્ષર. સંજ્ઞાક્ષરનું આલંબન લઈ લધ્યક્ષરરૂપે જપ દ્વારા આત્માના ભૂગર્ભમાં રહેલું ચૈતન્ય પ્રગટ થાય છે ત્યારે અર્હમ્ અક્ષર ચૈતન્યરૂપ મંત્ર બને છે. જયારે મંત્રમાં ચૈતન્ય પ્રગટે છે ત્યારે ભાવ સ્વરૂપ અર્હમ્ તે જ ગુણપુંજ રૂપ પરમાત્મા એટલે પર બ્રહ્મ તેનાં દર્શન થાય છે. તેથી અર્દમિત્યક્ષર બ્રહ્મ વાઘ પરમેષ્ઠિનઃ' છે. તે અર્હમ્ અક્ષરથી પર બ્રહ્મમાં જવાય છે અર્થાત્, પરમાત્માનાં દર્શન થાય છે. પરમાત્મા તો ગુણગણમણિના આકર છે. છતાં
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
109
www.jainelibrary.org