________________
અતિન્દ્રિય છે. માટે ગુણપુંજ રૂપ પરમાત્મામાં અભેદ થવા માટે નિર્વિકાર-શુદ્ધ દર્પણમાં જેમ સ્વચ્છ પ્રતિબિંબ પડે તેમ નિર્વિકાર પરમાત્મામાં આપણું સ્વચ્છ પ્રતિબિંબ દેખાય તે માટે આપણા ઉપયોગને અહમ્ અક્ષર દ્વારા નિર્મળ બનાવી અવિકાર પરમાત્મામાં આપણા આત્માના સ્વચ્છ પ્રતિબિંબને જોવું તે જ અભેદ ધ્યાન છે.
૫. અહમ્ અથવા શુદ્ધાત્મા
ભા.વ. ૬, સં. ૨૦૪૯ અહમ્ એ શુદ્ધાત્માનું અક્ષરરૂપ દેહ સ્વરૂપ છે. જેમ આપણા દેહમાં આત્મા રહેલો છે તેમ આ અક્ષરદેહમાં પરમ (શુદ્ધ) આત્મા-પરમાત્મા રહેલો છે પરંતુ દષ્ટાંતમાં અને દાષ્ટ્રતિકમાં એટલો તફાવત છે કે આપણા દેહમાં આત્મા ભેટ સ્વરૂપે રહેલો છે. સંયોગ સંબંધ રહેલો સર્ષની કાંચળીની જેમ જયારે આયુષ્ય (સમય મર્યાદા) પૂર્ણ થાય છે. ત્યારે તે દેહમાંથી નીકળી જાય છે. અહંમરૂપ અક્ષર દેહમાં પરમાત્મા તાદાભ્ય સંબંધથી રહેલા છે. તે કદી ભિન્ન થતા નથી. અહમ્ એ જ પરમાત્મા છે અર્થાતુ, અહમાં પરમાત્મા અભેદ સંબંધે રહેલા છે. કારણ કે અહમ્ એ પરમાત્માનું પોતાનું સ્વરૂપ છે. તેથી તે કદી જુદા થતા નથી માટે જ અહેમુ અક્ષરથી પરમાત્મા ઓળખાય છે. અર્થાતુ, તે અક્ષરમાં જ પરમાત્માનું દર્શન થાય છે. જયારે દેહમાં આપણને આત્માનું દર્શન કદી થતું નથી કારણ કે તે બંનેના (શરીર અને આત્માનાં લક્ષણ જુદાં છે અને અહમ્ અક્ષર છે એટલે કદી નાશ પામતું નથી. તે સ્વરૂપ તે જ આત્મા છે. અઈમમાં આઈજ્ય રહેલું છે. તે આઈન્ય શક્તિ સ્વરૂપ છે. તે શક્તિ દરેક તીર્થકરમાં રહેલી છે. “સર્ટિસ્ પ્રતિષ્ઠાન, યાર્ટી મરે”. આહત્યનું ધ્યાન કરવાથી સકલ તીર્થકરોનું પ્રણિધાન થાય છે. કારણ કે આહત્યમાં સકલ અરિહંતોનું પ્રતિષ્ઠાન છે.
અહમ્ અક્ષર એ રૂપાતીત એવા પરમાત્માનું ધ્યાન કરવા આલંબનરૂપ બને છે કારણ કે પાંચ ઈન્દ્રિયો અને મન એ રૂપી વસ્તુને ગ્રહણ કરી શકે છે માટે સાલંબન ધ્યાનમાં અહમ્ અક્ષરરૂપ દેહ હોવાથી પરમાત્માનું રૂપ છે તેથી આલંબન પુરું પાડે છે અને તે અક્ષર મન દ્વારા પકડાય છે ત્યારે ઉપયોગ તેને સ્પર્શી શકે છે અને તે સ્પર્શ દ્વારા જ ઉપયોગ પવિત્ર બને છે અર્થાતુ, મન દ્વારા ગ્રહણ કરેલો અહમ્ અક્ષર ઉપયોગમાં પ્રતિબિંબિત થાય છે. ત્યારે ઉપયોગની મલિનતા દૂર થવા માંડે છે અને આ રીતે ઉપયોગમાંથી સંપૂર્ણ મલિનતા દૂર થાય છે ત્યારે મન પણ લય પામી જાય છે અને રૂપાતીત એવા પરમાત્માનું પણ તેમાં દર્શન થાય છે. આ પરમાત્માનું દર્શન એજ પોતાના શુદ્ધાત્માનું દર્શન છે. ૪. પરમ તત્ત્વ - પરમાત્મા
ભા.વ. ૭ આ જગતમાં બે તત્ત્વો અનાદિ કાળથી છે. તે ઉત્પન્ન થતાં નથી. તે કોઈથી ઉત્પન્ન કરાતાં નથી. જે કાંઈ ઉત્પન્ન થાય છે તે તત્ત્વો, જે દ્રવ્ય સ્વરૂપ છે તેની પર્યાયો છે અને જે ઉત્પન્ન થાય છે તેનો નાશ અવશ્ય થાય છે. એટલે નાશ પણ તે પર્યાયનો થઈ શકે, પણ દ્રવ્ય તો કદી નાશ પામતું નથી. જેની સાધકનો અંતર્નાદ
110
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org