________________
ઉત્પત્તિ અને નાશ નથી તે અનાદિ અનંત છે.
આ જગતમાં જે કાંઈ વ્યવહારો ચાલે છે તે આ બે તત્ત્વો ઉપર જેનું નામ છે જીવ અને અજીવ, જડ અને ચેતન. તે બે ય તત્ત્વો છે. પરંતુ તેમાંય જીવ એ પરમ તત્ત્વ છે કારણ કે જીવ ન હોય તો જગતનો એક પણ વ્યવહાર ન ચાલે. કારણ કે જીવ સક્રિય છે. જયાં ક્રિયા નથી ત્યાં વ્યવહાર નથી. જીવ પુગલને ગ્રહણ કરે છે અને અનેક જાતની રચના કરે છે. અરે ! સમગ્ર શરીરની રચના જીવ પોતે જ કરે છે. જીવમાં પુગલને ગ્રહણ કરવાની શક્તિ છે તેમ પુગલને પણ ગ્રાહ્ય શક્તિ છે. જો જીવ ગ્રહણ કરે પણ પુગલ ગ્રહણ થવા માટે શક્તિમાન ન હોય તો જીવ પણ ગ્રહણ કરી શકે નહિ. આ રીતે બંને એક બીજાને મદદરૂપ થાય છે તે દૃષ્ટિએ તો બંને સક્રિય છે અને જગતનો વ્યવહાર ચાલે છે.
આ જગત વ્યવહાર આપણા આત્માને શું ઉપયોગી? જો આવો કોઈ વ્યવહાર ન ચાલતો હોય તો જીવનો કર્મ બંધ ન હોય, તો તેનાથી છૂટવાનું પણ ન હોય અને તે રીતે છુટકારો ન થતો હોય તો મુક્તિનું સુખ પણ ન મળે.
આ ક્રમ તો જગતનો અનાદિનો છે કે કર્મથી બંધાવું અને છૂટવું. જયારે સંપૂર્ણ છુટકારો થાય ત્યારે જ પોતાનો સ્વભાવ પ્રગટે અને આત્મ સ્વરૂપનો ભોગવટો, તેમાં રમણતા અને તૃપ્તિ પ્રાપ્ત થાય. તે જ તેનું પરમાત્મ સ્વરૂપ છે.
જગત વ્યવહારમાં જયાં ભૂલ છે ત્યાં શુદ્ધિ કરવાની છે અને તે શુદ્ધિના ઉપાયોને દર્શાવવા માટે શુદ્ધ સ્વભાવ જેને પ્રગટ છે તેવા મહાજ્ઞાની પરમપ્રભુએ જે કહ્યું છે તેને જ આગમ કહીએ છીએ. વ્યવહારની શુદ્ધિ થતાં ત્રણે યોગની શુદ્ધિ થાય છે. તે શુદ્ધ થતાં ઉપયોગની મલિનતા ટળે છે. ઉપયોગની મલિનતા ટળતાં પરમ પ્રભુનું મિલન થાય છે. પછી મુક્તિ બહુ દૂર નથી. મુકિત માટે પરમ તત્ત્વ જીવને ઓળખો.
છે. સારભૂત વસ્તુ
ભા.વ. ૯ જગતમાં સારભૂત શું? વિવેકી પુરુષ (આત્મા) સારને જ સ્પર્શે, પરંતુ અસારને ફેંકી દે, માટે સારભૂત વસ્તુ કઈ છે તે ઓળખે. અર્થાત્, જગત્ સાર-અસાર વસ્તુથી ભરેલું છે તે અસારમાંથી પણ જે જે સાર સાર હોય તેને જ ગ્રહણ કરે તે જ વિવેકી-શાની કહેવાય. માટે જ્ઞાની, સાર અને અસાર બંનેને જાણનારો-ઓળખનારો હોય. સારભૂત શું?
જડ ચેતનથી ભરેલા વિશ્વમાં ચેતન એ સાર છે. પરંતુ ચેતનને ઓથે ઓથે ઓળખવાથી ચેતનમાં રહેલી સારતાનું સાચું દર્શન થતું નથી. ચેતનની શુદ્ધતા તે સાર છે. અર્થાતુ, શુદ્ધાત્મા તે સાર છે. ચેતનની શુદ્ધતા તે સાર છે તેથી એ જણાયું કે ચેતન બે અવસ્થાવાળો છે. શુદ્ધ અને અશુદ્ધ. અર્થાત્, નિર્વિકારી અને વિકારી. ચેતનની અનાદિની કઈ અવસ્થા છે? વિકૃત. શું કારણ? તેમાં અનાદિ કાળથી સહજમલ ભરેલો છે. તેથી કર્મનું યંજનકરણ પણ અનાદિ કાળથી છે. તેથી તે આત્મા ઉપર લાગેલી
સાધકનો અંતર્નાદ
111
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org