________________
છે, એટલે શરીરનો સમય થઈ ગયો હોય તો તેની ઈચ્છા બાકી આત્માનું આરોગ્ય જળવાય છે તેનો જ આનંદ માનવો.
૧૨
ધર્મલાભ !
ધીરુભાઈએ લખેલ અંતર્દેશીય મળ્યું.
મણીબહેનને આવી ભયંકર પીડામાં પણ આટલી સુંદર સમાધિ રહે છે તે જાણી ખૂબ આનંદ થાય છે. તે પોતે આવેલ વ્યાધિને સહર્ષ સહન કરી શકે છે તે બધો પ્રભાવ નમસ્કાર મહામંત્રના જાપનો છે, અને ગુરુદેવનો છે. આવી સમાધિપૂર્વક જવાય તો શ્રાવક ધર્મ સંપૂર્ણ પામ્યાની નિશાની છે.
મણીબહેનને માલૂમ થાય કે હંમેશા પ્રભુ પાસે પ્રાર્થના કરજો કે ભવોભવ મને વિતરાગ અરિહંત પરમાત્મા મળે, તથા પંચ મહાવ્રતધારી ગુરુ મળે, ભગવાને કહેલો સર્વવિરતિરૂપ ચારિત્ર ધર્મ મળે અને નમસ્કાર મહામંત્ર મળે, તેમનું જ શરણ મળે. બીજું મારે કાંઈ જોઈતું નથી.
અને ભાવના કરજો કે સીમંધર સ્વામી પાસે જઈ ચારિત્ર લઉં, તેમના સમવસરણમાં બેસી તેમની દેશના સાંભળું અને કેવળજ્ઞાન પામી મોક્ષે જઉં.
તમે દેવલોકમાં જાવ કે મહાવિદેહમાં સીમંધર સ્વામી પાસે જાવ પણ આપણે બધા સીમંધર
સ્વામીના સમવસરણમાં ભેગા થઈશું. કારણ કે ધર્મ અને અરિહંત પરમાત્મા પ્રત્યે ભક્તિ આ ભવમાં છે એટલે બીજા ભવમાં અરિહંત પરમાત્માના સમવસરણમાં દેશના સાંભળવા ગયા વિના રહી શકીએ નહિ અને ભવ પણ એવો જ મળે. એટલે અમે અને તમે દેશના સાંભળવા જઈશું અને ત્યાં ભેગા થઈશું. માટે અમે જયારે તમને મળીએ ત્યારે ત્યાં પાછા ઓળખજો. ધર્મનો સંબંધ ભૂલી ન જતા. ધર્મનો સંબંધ તો જયાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી આ જીવને ખૂબ જરૂરી છે ધર્મમાં સહાયક બને
માટે.
8.4. oll
મહેન્દ્રભાઈ, યોગેન્દ્રભાઈ, ધીરુભાઈને જણાવવાનું કે, તમો બધા મણીબહેનની ખૂબ સેવા કરી તેમને સમાધિ આપી રહ્યા છો તેની ખૂબ અનુમોદના કરીએ છીએ, પણ આ મેં લખેલા પુણ્યમાં લાખ રૂપિયા નહોતા લખ્યા લાખ વખત નમસ્કાર મહામંત્રનો જાપ લખ્યો હતો તો તમારે એમાંથી ઓછું કરવાની કેમ જરૂર પડી ? હંમેશની એક નવકારવાળી (બાંધી) ગણો તો ય ત્રણ વર્ષે તે દેવું પુરું થઈ જશે. તમારા માતુશ્રી જેવી સમાધિ જોઈતી હોય તો ય એ જાપની જ જરૂર પડશે. તો આ નિમિત્તે તે મહામંત્રનો જાપ કરી આત્માને પવિત્ર બનાવવાની તક ગુમાવશો નહિ. આ નિમિત્ત પામીને તમારી જાપ માટેની આળસ છોડી દેજો.
Jain Education International
સુશીલાબહેનને માલૂમ થાય કે તમે ખરે વખતે ખસી ગયા જેવું કર્યું, સમાધિ રાખીને સમાધિ આપી શકાય છે, સમાધિ બીજાને આપતાં આપતાં પોતાની સમાધિ જાય ખરી ? શરીરનો ધર્મ સડન, સાધકનો અંતર્નાદ
210
For Private & Personal Use Only
www.jainelibrary.org