________________
દબાઈ જાય છે. નરભવ એ સુખ અને દુઃખ બંનેને સહન કરી તેમાં સમભાવ રાખી શકે એવા શરીરવાળો ભવ છે માટે જ આ શરીરથી તમે ઘણું શરીરની પીડાનું દુઃખ સહન કર્યું છે, વળી તમને ધર્મ કરવાની ધૂન લાગી હતી, આ ભવમાં ખૂબ ધર્મ કરી લઉં, ચારિત્ર લઉં અને કર્મ ખપાવું આવા ભાવથી તમે તમારા શરીરની કેટલીયે પીડાઓને અવગણી શકયા છો, તમને એમ લાગતું હશે કે હવે તો કંઈ ધર્મ થઈ શકતો તો નથી ? માટે જલ્દી છુટાય તો સારું પણ એમ નથી તમે જે અરિહંત પરમાત્માના નામ સ્મરણથી સમતા અને સમાધિ રાખી શકયા છો એજ મોટો ધર્મ કરી રહ્યા છો, બીજા ભવમાં (અન્ય ગતિઓમાં) આવી સમાધિ કે સમભાવ પીડા વખતે ન રહી શકે, માટે જેટલા દિવસો જશે એટલી સમતાની સાધના વધુ થશે અને મોક્ષ નજીક થશે.
તમને છૂટવાના વિચારો શા કારણથી આવે છે ? એ ખાસ જણાવશો. બહુ લાંબું જીવ્યા ૮૫ વરસ એટલે ઘણું થઈ ગયું માટે હવે અહીંથી જઈએ તો સારું એમ થાય છે ?
ધર્મ પામ્યા ત્યારથી આપણો જન્મ થયો ગણાય બાકીનો બધો વખત એળે ગયો છે. માટે સમજણ (ધર્મની) આવ્યા પછી જેટલું વધારે જીવાય એ બધું સફળ છે. હવે નિરંતર અરિહંત-અરિહંતના જાપમાંજ ચિત્ત પરોવશો. એ ખાસ અમારી ભલામણ છે.
તમારે ત્યાં પાર્શ્વનાથ ભગવાનનો ફોટો હશે તેનાં દર્શન કરતા હશો, જયારે જયારે છૂટવાનો વિચાર આવે ત્યારે ત્યારે એ ભગવાન પાસે માફી માંગી લેવી. મેં ખોટો વિચાર કર્યો, હે પ્રભુ ! મને આ દુર્ધ્યાનથી બચાવ. એવી માંગણી કરવી.
૧૧
Jain Education International
અંતર્દેશીય મળ્યું છે.
તેમની સમતા અને સમાધિ જેવા છે તેવા છેક સુધી રહે એજ અભિલાષા અને તે જળવાવવા માટે સતત ઓછામાં ઓછું એક જણ તેમની પાસે રહે અને અરિહંતનું સ્મરણ યાદ કરાવતા રહે. અત્યાર સુધી ઘરના બધાએ ઘણી સેવા કરી, હવે ખાસ સાવધાની રાખવાની છે. એક ક્ષણ પણ અરિહંતના સ્મરણ વગરની ન જાય તેવી કાળજી સેવા કરનારે રાખવાની છે. તેમને અવાજ ખમી શકાય તે રીતે અરિહંત-અરિહંત એવી ધૂન પણ થોડો થોડો સમય કરી શકાય. જેથી એમનું ચિત્ત સહેલાઈથી અરિહંતના ઉપયોગમાં રહી શકે. બધા ખબર કાઢવા આવે એમાં પણ બીજી વાતો ન થાય તે માટે કહેતા રહેવું.
યોગેન્દ્રભાઈનું લખાણ વાંચ્યું. તમે તો તેમની બનતી સેવા કરી છે, ભાવ દવા ચાલુ છે તે જ તેમને રાહત આપી રહી છે. સ્પેસીફીક દવાનો નંબર આવી જાય તો ભલે નહિતર અફસોસ ન કરવો. આ ભાવ દવા એવી છે કે કેન્સર જેવા દર્દો પણ મટી જાય છે. પણ લાગુ કોને પડે ? અરિહંત પરમાત્માની અચિંત્ય શક્તિ ઉપર શ્રદ્ધા બળવાન હોય તેને મણીબહેનની શ્રદ્ધા અખૂટ છે. તેમનું આયુષ્ય બળવાન હશે તો સારું થશે નહિતર સમાધિ તો જરૂર આપશે. સમાધિ એ આત્માનું આરોગ્ય સાધકનો અંતર્નાદ
209
જે.વ. ૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org