________________
૧૦
જે.વ. ૧૧ ધર્મલાભ ! નમસ્કાર મહામંત્રનાં ઉપાસિકા મણીબહેન. તમારા સમાચાર જાણ્યા.
હવે છૂટાય તો સારું. આ વિચાર આર્તધ્યાન કહેવાય. તે વિચાર તમારી સમાધિ અને સમતાને લૂંટી લેશે. કર્મ બાંધેલું છે તે પ્રમાણે જ થવાનું છે, તેમાં કાંઈ ફેરફાર કરવાની આપણી શક્તિ નથી તો શા માટે છૂટવાના વિચારો કરી મનને બગાડવું? બીજાને તમારી બહુ સેવા કરવી પડે અને થાકી જાય માટે છૂટવાનો વિચાર આવે છે? તમારાં અશુભ કર્મો ખપતાં હોય તે વખતે તમને દુર્થાન ન થઈ જાય તે માટે તમારા છોકરાં - વહુ તમારી સેવા કરીને તમને કર્મ ખપાવવામાં સહાયક બની રહ્યા છે. કર્મ ખપાવવાનું આવું સરસ અનુકૂળતાવાળું સ્થાન મળ્યું છે, આવા વિતરાગ દેવ, ગુરુ અને ધર્મની સામગ્રીવાળું ઘર મળ્યું છે, નમસ્કાર મહામંત્ર જેવો અચિંત્ય ચિંતામણિ રત્ન જેવો મંત્ર મળ્યો છે. તેની અનુમોદના કરવાનું છોડીને છૂટવાના વિચારોનું દુર્ગાન કરી શા માટે મન બગાડો છો? છૂટવાના વિચારો અને પીડાનું જો દુધ્ધન ચાલતું હોય અને આયુષ્ય બંધાય તો તિર્યંચનું આયુષ્ય બંધાય. ભગવાન પાર્શ્વનાથના મરૂભૂતિના ભવમાં જયારે તે પોતાના ભાઈ કમઠને ખમાવવા ગયા ત્યારે કમઠને ક્રોધ હોવાથી મરૂભૂતિના માથા પર પથ્થરની શિલા નાંખી, ખોપરી ફુટી ગઈ. તે વખતે ભાઈ કમઠ ઉપર દ્વેષભાવ નથી થયો કે હું તેને ખમાવું છું છતાં મને મારી નાખવાનો પ્રયત્ન કરે છે? જો તે વિચાર આવ્યો હોત તો રૌદ્ર ધ્યાનમાં જાત અને નરકમાં જવું પડત પણ ફકત માથું ફુટી ગયું તે વખતની પીડા સહન ન થઈ શકી. અરરર આ પીડા શું સહન થાય ? હવે સહન નથી થતું. આવા વિચારમાં ને વિચારમાં તેમનું આયુષ્ય પુરું થઈ ગયું અને હાથીના ભવમાં ગયા. મરૂભૂતિએ આખું જીવન ધર્મમય ગાળ્યું હતું, શુદ્ધ શ્રાવક જીવનનાં વતો અને ક્ષમાનું પાલન છેક સુધી કર્યું છતાં પીડાના દુધ્ધને તિર્યંચ ગતિમાં ધકેલી દીધા. આ કર્મસત્તા છે તેનો ભરોસો ન રાખવો, આપણી પરિણતિને તપાસ્યા કરવી. જે જે વિચારો આવે તે તમારે સુશીલાબહેનને કહેવા. તે અમને જણાવશે તો તેના ઉપર અમે બે શબ્દ લખી તમારી અસમાધિ ટાળવામાં નિમિત્ત બની સેવાનો લાભ લઈ શકીએ.
બીજું, તેમને વારંવાર સમજાવશો કે મનુષ્ય ભવની એક મિનિટ દેવલોકના એક કરોડ પલ્યોપમના વર્ષો જેટલી કિંમતી છે તે મનુષ્ય ભવનું શરીર આપણને મળી ગયું છે પણ તેની કિંમત આપણને નથી. મનુષ્ય જીવન એ રસાળ ક્ષેત્ર છે તેમાં સારું કે ખોટું જે કાંઈ કરીએ તેનું ફળ કંઈ ગણું મળે. પુણ્ય કરો તો પુણ્ય પણ વધારે ફળ આપનારું બંધાય. પાપ કરો તો પાપ પણ વધારે ફળ આપનારું બંધાય. કારણ કે મનુષ્ય ભવના શરીરમાં જીવનમાં અભુત વસ્તુઓ પડેલી છે તમારો આત્મા મનુષ્ય શરીરના ખોળિયામાં છે એટલે નવકારશી, ચોવિહાર, નમસ્કાર મહામંત્રનો જાપ કરી શકો છો. તિર્યંચના ભવમાં તો તેવી બુદ્ધિ વિવેક જ નથી. દેવલોકનાં સુખમાં આત્મા દબાઈ જાય છે, નરકનાં દુઃખમાં આત્મા સાધકનો અંતર્નાદ
208
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org