________________
આયુષ્ય એ પુણ્ય છે તે ભોગવાય છે, અને જેટલું છે તેટલું ભોગવવાનું છે, જયાં જશો ત્યાં પણ નવું આયુષ્ય તૈયાર છે. જયાં સુધી મોક્ષ નહિ થાય ત્યાં સુધી જન્મ-મરણની પરંપરા ચાલુ રહેવાની. માટે જેમ હાલમાં મૃત્યુનો ભય નથી તેમ, જીવાય ત્યાં સુધી મૃત્યુનો મહોત્સવ માંડવાનો છે તેની તૈયારી આત્મા પાસે કરાવવાની છે માટે બધી જ અવસ્થામાં સમભાવ કેળવજો. જીવતાં અને મરતાં જેને સમાધિ તેને સદ્ગતિ નક્કી. મરણ આવે તો તૈયાર છું, જીવાય તો વિરતિમાં છું અરિહંત પરમાત્મા મારા હૃદયમાં છે આટલો જ વિચાર કરવો. બીજો કોઈ વિચાર હૃદયમાં પ્રવેશવા દેવો નહિ હંમેશાં એ જ વિચાર કરવો. અહાહા, મને નમસ્કાર મહામંત્ર મળ્યો ! અરિહંત પરમાત્મા મળ્યા ! ગુરુ મળ્યા ! ધર્મ અને પ્રભુની આજ્ઞા પાળવાની બધી સામગ્રી મળી ! મારો જન્મ સફળ થઈ ગયો વગેરે.....
.
સુશીલાબહેન - ધર્મલાભ !
મણીબહેનને કહેશો કે બીજો કોઈ વિચાર અશક્તિ કે પીડાને લીધે આવે ત્યારે કર્મ બાંધેલાં છે તે જાય છે, ભલે જતાં, હવે ખાસ સમાધિની ચોક્સાઈ રાખવી. આર્ત ધ્યાન ન થઈ જાય તે માટે કાળજી રાખવી. શરીરનું કામ શરીર ભલે કરે, મારાં કર્મ ખપે છે અને હું હલકો થાઉં છું, મને એ કર્મ ખપાવવામાં અરિહંત ભગવાન સહાય કરી રહ્યા છે.
સાધકનો અંતર્નાદ
૯
Jain Education International
જે.વ. ૬
ભાવપૂર્ણાશ્રીજીના ધર્મલાભ.
મણીબહેનને આત્મ જાગૃતિ કેવી છે ? શું વિચારો આવે છે ? બધાની સાથે ક્ષમાપના હંમેશા કરતાં હશો. ચિત્ત અરિહંતમય બની ગયું છે ને ? તમે મહા પુણ્યશાળી છો, કરવા જેવું ઘણું જ કર્યું છે, હવે તમારું ચિત્ત સહેજ પણ શરીરની પીડામાં જાય તો તરત સારું વાંચન સાંભળવું તેથી તે તમને સજાગ રાખી શકે. શરીરની પીડા એ કાયમી નથી. પીડા એ તો દેહને છે. આત્માને કંઈ થતું નથી. નારકીના જીવો કેટલી પીડા ભોગવતા હશે ? અત્યારે પણ હોસ્પીટલમાં રહેલા દર્દીઓ કેટલી પીડા
ભોગવે છે ? એ આંખ સામે રાખવું. જેથી આ પીડા આપણને દુઃખ રૂપ નહિ બને. સહન શક્તિ વધશે. તમારી સમાધિ અને સમતાની અનુમોદના કરીએ છીએ.
જે.વ. ૯
For Private & Personal Use Only
207
www.jainelibrary.org