________________
સીમંધર સ્વામીનું સમવસરણ, તેમાં આપણે દેશના સાંભળીએ છીએ વગેરે ધ્યાન કરવું. જેમ શંખેશ્વર અને સિદ્ધગિરિનું કરો છો તેવી રીતે.
જે.વ. ૮ ધર્મલાભ !
મહેન્દ્રભાઈ વગેરેને જણાવવાનું કે મણીબહેનને જે પુણ્ય કહેવું હોય તે તેમને શુદ્ધિમાં જ કહી દેજો.
પુણ્યમાં તેમને નમસ્કાર મહામંત્ર બહુ ગમે છે માટે દરેકે એક લાખ નવકાર તેમને આપવા, અને શંખેશ્વરજી દર વર્ષે અક્રમ કરવા જતા હતા અને જાપ કરતા હતા તો શંખેશ્વર જઈને એક અટ્ટમ કરી જાપ કરવો, સિદ્ધગિરિની યાત્રા વગેરે કરી શકાય.
બીજું, તેમની પાછળ કોઈ વ્યવહારિક રીવાજ પ્રમાણે પાપ બંધની પ્રવૃત્તિ ન કરવી. આટલી મારા તરફથી સૂચના છે. તો શું કરવું? તે સુશીલાબહેન જે સલાહ આપે તે પ્રમાણે.
મણીબહેન પણ બધાને કહી દે કે મારી પાછળ રડવા કુટવાનું ન કરે, અને પોતે બધા સંબંધો વોસિરાવી દે.
તેમને કંઈ ન આપવાનું હોય ત્યાં સુધી મુસીનું પચ્ચકખાણ કરાવવું, આપવાનું હોય ત્યારે નવકાર ગણીને પચ્ચકખાણ પળાવી આપવું. તેથી વિરતિનો લાભ મળે.
મણીબહેનને માલૂમ થાય કે અત્યારે ભવિષ્યના ભવની સાધનાનાં બીજ વાવવાની આ તક છે. હવે જ જેટલી વધુ જાગૃતિ તેટલાં વધારે દઢ સંસ્કાર ધર્મના આત્મામાં પડશે. આ ભવમાં તમે ઘણું પામી ગયાં, છેલ્લાં વર્ષોમાં ચારિત્રની ભાવનાને પણ ઉગ્ર બનાવી શ્રાવકપણાની બધી કરણીને સફળ કરી છે. જેને ચારિત્રના ભાવ હોય તે જ સાચું શ્રાવકપણું, તે પણ તમને સ્પર્યું છે. હવે ઉતાવળ શી છે?
શ્રાવકપણામાં-વિરતિમાં છો, તે વિરતિ બીજા ભવમાં સુલભ નથી. જેટલું જીવાય તેટલું વિરતિધર્મમાં રહેલા છીએ. માટે ઓછા પાપથી જીવવાના ભવમાં છીએ. અત્યારે તમે દેશવિરતિમાં છો તેની અનુમોદના કરો. સુદર્શન શેઠ પૂર્વભવમાં એક ઢોરા ચારનારો નોકર હતો. તેણે સાચા ભાવથી છેલ્લા જીવનના અંત સુધી નમસ્કાર મહામંત્રને ખૂબ શ્રદ્ધા અને ગર્ણ હૃદયે ગણ્યા કર્યો તેના પ્રભાવે બીજા જ ભવમાં શેઠના ઘેર જન્મ અને સાથે ધર્મદઢતાનું બળ મળ્યું.
છેલ્લી વખત તો ચૌદપૂર્વીને ચૌદપૂર્વનું જ્ઞાન હોય તોય તેનું સ્મરણ થઈ શકતું નથી. માટે ચૌદ પૂર્વનો સાર નમસ્કાર મહામંત્ર છે તેનું શરણું લે છે. આપણને બધાને તારનાર એક નવકાર છે માટે દર્દની પીડાને અને ભૂખની અશક્તિને સહન કરો છો તે જ રીતે છેલ્લે સુધી સહન થઈ શકે એવી પ્રાર્થના નવકાર સાથે અરિહંત પરમાત્મા પાસે કરજો. તમારા હૃદયમાં અરિહંત હશે તો તમારી સમાધિ અખંડ જળવાશે. સાધકનો અંતર્નાદ
206
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org