________________
૩૪
ફા.વ. ૧, જૂનાગઢ. ધર્મલાભ!
તમારું કાર્ડ ચૌદસનું લખેલું આજે મળ્યું છે અને ટપાલ પાંચ વાગે નીકળી જાય છે એટલે કદાચ મારી ટપાલ તમોને મોડી મળશે એમ લાગે છે પણ અંતરથી આશિષ તો આ ટપાલ મળી કે વાંચીને તુરત જ આપ્યા છે.
બહેન ! તમે શંકા ન કરશો. તમારો આત્મા જ તેમાં સાક્ષીભૂત છે. તમારા શબ્દો “હું પંચ પરમેષ્ઠિ ભગવંતને સમર્પિત થઈ ગઈ છું' એ જ કહે છે કે હવે તમે પંચ પરમેષ્ઠિને સમર્પિત થઈ શક્યા છો, અને આ જ મનુષ્ય જીવનનું ફળ છે. તમારાથી જીવનમાં દુઃશકય એવું એક મોટું કામ થઈ ગયું છે. જે અનાદિના સંસાર વાસિત સંસ્કારોથી ભરેલું હૃદય હતું તેની શુદ્ધિ થઈને અરિહંત પરમાત્માને વાસ કરવા યોગ્ય તે બની ગયું. કેમકે હૃદય સ્વચ્છ બન્યા વિના પરમાત્માનો વાસ થતો નથી. સમર્પિત થયા એટલે હવે તમારાં બધાં વિદનો દૂર થવાનાં. હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બાકી તો વિહ્વળતા આવી જાય તે કોઈ મોટી વસ્તુ નથી. એ તો મનની ચંચળતા કામ કરી જાય.
સમર્પિત થવામાં કચાશ હોય તો હું સમર્પિત થઈ ગઈ છું, એવો વિશ્વાસ જ ન જાગે.
૩૫
વૈ.વ. ૧, રાજકોટ. ધર્મલાભ !
આખો દિવસ આર્તધ્યાન વગર પસાર થતો હશે. ચિત્ત પીડામાં જાય પણ સમતાનો નાશ ન થવો જોઈએ. સમતા કેળવનાર દરેક પરિષહોમાંથી સહેલાઈથી પસાર થઈ શકે છે. તમારા માટે આ અશાતા - પીડા વેદનીય કર્મની ભયંકરતા કેટલી છે તે બતાવે છે. તેમાંથી સમચિત્તે પસાર થવાથી પૂર્વકૃત ઘણાં કર્મોનો નાશ થઈ જશે. સમતાની સાથે ધીરતા આવી જ જાય છે. આ સમયે તેની ખૂબ જરૂર છે. અને તે તમારામાં આવી છે. બાર બાર મહિનાથી એક સરખી પીડિત અવસ્થા ભોગવતાં જે સહનશક્તિ રાખી છે તેવી રાખશો.
3s
વિ.વ. ૧૦, રાજકોટ. ધર્મલાભ !
આજ સુધી તમે ઘણી શાંતિ રાખી દર્દ સહન કર્યું છે, હવે કસોટી આવતી જાય છે, હિંમત હારશો નહિ. કેટલા વર્ષ સહન કરવાનું છે? અને એટલું સહન કરવામાં લાભ કેટલો? એ વિચારશો. કોઈ પણ રીતે દર્દ સહન તો કરવું જ પડશે તો પ્રસન્નતાથી શા માટે સહન ન કરવું? જેથી નવું દુઃખ ઊભું સાધકનો અંતર્નાદ
228
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org