________________
જ થાય છે. તમે તો આજ સુધીમાં ઘણું સમજયા છો, આત્માને તેમાં સ્થિર કર્યો છે તો તમે મનને નિર્બળ શા માટે બનાવો છો? જે તમારા (આત્મા અને પ્રભુ) છે તે તમારી સાથે જ છે અને તે જ રક્ષક છે, તે જ દેવ છે તે જ ગુરુ છે તો ચિંતા શી? તમારે આ ભવમાં પ્રભુના નામ સ્મરણ સિવાય સંસારનું કોઈ કામ બાકી રહ્યું છે ? જે કામ બાકી હોય તે બધું વોસિરાવી દેજો. કોઈની લાગણીઓમાં ખેંચાશો નહિ તો જ તમે સ્વસ્થ રહી શકશો.
એવો આત્મવિશ્વાસ જરૂર કેળવવો કે હું જયાં જઈશ ત્યાં અરિહંત ભગવાન જરૂર મળશે. પ્રભુ તેના ભક્તને મળ્યા વિના રહેતા નથી. એવું તેનું અગાધ વાત્સલ્ય છે.
તમે ભલે રાજુલાબહેન કે સુશીલાબહેન નથી પણ અરિહંત ભગવાનને માથે રાખનાર પુણ્યાત્મા જરૂર છો. અરિહંત ભગવાનના ખોળામાં જ હું સૂતી છું એવો ભાવ રાખવો. જેથી શાંતિનો અનુભવ થશે અને મન નિર્ભય બનશે.
તમારી પીડાનો જયારે વિચાર કરીએ ત્યારે મનને આશ્ચર્ય થાય છે કે આ પીડા તમે કેવી રીતે સહન કરતાં હશો? ખૂબ જ અનુમોદના થાય છે. જરૂર પૂર્વના કોઈ પણ ભવમાં એવું દુષ્કૃત્ય જાણતાં અજાણતાં થઈ ગયું છે. તેનાથી બંધાયેલું કર્મ અત્યારે ઉદયમાં આવ્યું છે અત્યારે કર્મ જેટલું ઉદયમાં આવે છે તેટલું તમે ભોગવી રહ્યા છો પણ જે બાકી રહ્યું હોય તે માટે તે ભવના કરેલા દુષ્કૃત્યની પ્રભુ પાસે નિંદા કરી ક્ષમા માગો, જેથી બાકી રહેલું કર્મ ખપતું જાય અને અત્યારે પણ કર્મ ભોગવતાં જે કાંઈ આર્ત ધ્યાન થતું હોય તેની પ્રભુ પાસે ક્ષમા માંગવી.
૩૩
જૂનાગઢ. ધર્મલાભ !
જો કે દર્દ એવું છે કે તમે ના જણાવો તો પણ અનુમાન કરી શકાય કે પીડા વધતી હશે. પણ આવું દર્દ આવતાં પહેલાં તમે ધર્મને પામ્યા છો તે તમારો મહાન પુણ્યોદય છે ધર્મ પામ્યા પહેલાં દર્દ આવ્યું હોત તો પ્રભુનું સ્મરણ પણ દુર્લભ બની જાત. શરીર અને આત્મા ક્ષીર - નીરની જેમ છે એટલે શરીરને પીડા થાય કે તરત આત્માને પીડાનો અનુભવ થાય છે. આત્મા તેમાંથી મુક્ત થઈ શકતો નથી. પણ તે વખતે તેમાં રહેલા આપણા ઉપયોગને આપણે બદલીએ તો તેટલો સમય પીડાને ભૂલી પ્રભુમાં ચિત્ત જોડી શકાય. એથી અરતિ કરીને જે નવું અશુભ કર્મ બાંધીએ છીએ તે અટકી નવું પુણ્ય બંધાય છે અને ધર્મમાં ચિત્ત સ્થિર થવાથી તે વખતે શુભ સંસ્કારો પડે છે. તે બીજા ભવમાં ઉદયમાં આવી ધર્મની સામગ્રી પ્રાપ્ત કરાવે છે.
સાધકનો અંતર્નાદ
227
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org