________________
આટલી સામગ્રી વચ્ચે પણ આ ભૂલ્યા તો અમૂલ્ય મળેલું જીવન નકામું, ફેરો નકામો ગયો સમજવો. હવે તો તમારે ખૂબ જાગૃતિ રાખવી પડશે.
સત્સંગની જરૂર છે માટે જે મળવા આવે તેની પાસે ધર્મની વાતોની માંગણી કર્યા કરવી. સંગને સત્ બનાવવા માટે તમારે પણ પુરુષાર્થ કરવો પડશે. બીજી વાત કરનારને કહી દેવું, ભાઈ ! અત્યાર સુધી એ ચિંતા કરી. હવે એનું કામ એને કરવા દો. મારું કામ આત્મ સમાધિનું બળ મેળવવા માટે છે તેવી વાત કરો.
બહારની કોઈ બાબત આત્માને અડે નહિ તેવો અભ્યાસ કરવાથી આત્મામાં સમાધિ પ્રગટ થાય છે. આત્મામાં એક ૨સ થવું, સ્થિર થવું તે સમાધિ, જેને સમરસીભાવ કહેવાય છે. પણ અહીં એ વાત નથી. તે તો લોકોત્તર વસ્તુ છે. પણ આપણે શરીરની પીડામાં કે સંસારનાં બંધનોમાં એક ૨સ થઈ આર્તધ્યાન રૌદ્રધ્યાનમાં ન પડી જઈએ અને ધર્મધ્યાનમાં ચિત્ત રાખીએ એ રૂપ સમાધિ રાખવી.
સમાધિ પ્રભુના નામ સ્મરણથી મળે. ઈચ્છાએ કે અનિચ્છાએ પણ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર્યા કરો તેનાથી સમાધિ જરૂર મળશે.
મંદવાડનો કંટાળો આવે છે કે જીવવાનો ? બેબી, બાબો શ્રાવક નથી કંટાળ્યા ને તમે શું કરવા કંટાળો છો ? રોગ આવે છે તે પોતાને જ સહન કરવાનો છે, કોઈ લઈ શકતું નથી. શાંતિ પણ એક ધર્મજ આપી શકે છે, માટે તેમાંથી જ શાંતિ મેળવવા પ્રયત્ન કરો.
તમારું શરીર હવે કામ આપે તેમ નથી માટે વાણી અને મનને સદા ધર્મમાં જાગતાં રાખો. એક ક્ષણ પણ નકામી ન જાય તેની કાળજી રાખો અને તે માટે તમારે પોતે જ સંકલ્પ દૃઢ કરવો પડશે. તમારી ઈચ્છા, સંકલ્પ આગળ ત્રણ જગતનું પણ ચાલતું નથી. આખા જગત કરતાં પણ પોતાની ઈચ્છાનું બળ વધારે છે. તમારી ઈચ્છા હોય તો આર્તધ્યાન કરો, તમારી ઈચ્છા હોય તો ધર્મધ્યાન કરો. જાપનો પ્રયત્ન કરવા છતાં બાજુએ રહી જાય છે. તેમાં તમારી તેવી મજબૂત ઈચ્છા નથી માટે તેમ બને છે. સદ્ગતિ મેળવવી છે, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જીવવું છે, એવો દૃઢ સંકલ્પ કરો. આ બળ હજુ નથી ખૂટયું ત્યાં સુધી મન પાસેથી કામ કાઢી લો. સમય છે ચૂકશો નહિ.
મને વેગવાળી આરાધનાના શુભ સમાચાર અત્રે જ આપશો.
૩૨
Jain Education International
ધર્મલાભ !
નાહિંમત થવાની જરૂર નથી. આ શરીર આપણું નથી. એની મુદત પુરી થશે ત્યારે તે જવાનું જ છે. તમે તો અરિહંત ભગવાનને પડખે રાખ્યા હશેને ? છેલ્લી ઘડી સુધી ભગવાનને પડખે રાખવા એનું નામ સમાધિ. અરિહંત ભગવાનનું નામ ન લઈ શકાય તો પણ તેમની શરણાગતિ ન છોડવી. તેમના શરણે રહેનારને ભવનો ભય હોતો નથી અને હોય તો રહેતો નથી. તેમના શરણાગતની નિશ્ચે સદ્ગતિ સાધકનો અંતર્નાદ
226
મા.વ. ૮, જુનાગઢ
For Private & Personal Use Only
www.jainelibrary.org