________________
એ પુરુષાર્થ પ્રથમ તો જીવ અકામ નિર્જરાથી દુઃખ સહન કરીને કર્મને ક્ષીણ કરતો, અમુક મર્યાદામાં આવે છે ત્યારે જ તેની ગતિ બદલાય છે. તે પણ વારંવાર થતાં કોઈ એવી પળ આવી જાય છે ત્યારે આત્મિક પુરુષાર્થ દ્વારા તે મર્યાદાને ઓળંગી જાય છે ત્યારે સરળ રસ્તે જીવ ચડે છે જેને શાસ્ત્રમાં સમ્યગ્ દર્શન કહે છે. જીવની દૃષ્ટિ બદલાઈ, સત્ય માર્ગે પ્રયાણ શરૂ થયું, કર્મ સામે હામ ભીડી અને તેને ખંખેરવાનો ધીમો પણ પુરુષાર્થ ચાલુ થયો. હવે પરિભ્રમણનો અંત આવશે એવી આશા બંધાણી અને તેને માર્ગ દેખાડનારા સજ્જન પુરુષો મળ્યા તે પણ ઉતાવળી ગતિએ પંથ કાપી રહ્યા છે તે જોઈને પણ એ સંસારનું સ્વરૂપ સમજયા સિવાય તેનો રસ છૂટે તેમ નથી. પરિભ્રમણથી થાકયો છે પણ સંસારનો રસ કયાં છૂટે છે ? તેની મધુરતા તેનાં મીઠાં ફળો ખાતાં આસ્વાદે છે ત્યારે તેની કટુતા ભૂલી જાય છે. આ તો અનુકૂળતા યે આપે અને પ્રતિકૂળતા યે આપે જેવાં કર્મના ખેલ ! પુણ્યકર્મ સહાયમાં હોય ત્યારે મીઠી મધુરી અનુકૂળતા એવી ગમી જાય કે આ સંસાર એ જ સ્વર્ગનાં સુખો છે જયાં પૌદ્ગલિક સુખોની પરાકાષ્ઠા છે. પણ ઝાંઝવાના નીર જેવા તે સુખમાં સુખની કલ્પના એ તો નર્યું અજ્ઞાન છે. માટે તેમાં પણ લોભાવા જેવું નથી.
પ્રતિકૂળતા વખતે પાપ કર્મ દોડી આવે અને એવી કડવાશ પીરસે કે તેની ગંધથી પણ મોં કટાણું થાય તો વળી સ્વાદ લેતાં તો શું ય થાય ? દીનતાનો ભાર વધી જાય અને કંગાળ સ્થિતિ જીવની બની
જાય.
આ રીતે પુણ્ય પાપ કર્મના ખેલ ચાલ્યા કરે છે પણ આમાંથી છૂટવાનું મન થતું નથી કેમકે પાપ વખતે પુણ્ય કર્મના ઉદયની આશામાં ને આશામાં દિવસો પસાર કરી લે છે અને વળી પુણ્યકર્મની પળ આવી પહોંચતાં પેલી બધી કડવાશ ભૂલાઈ જાય છે વળી પાછો મધુરતાનો આસ્વાદ લેવામાં લીન થઈ જવાય છે.
૧૦. સંસારનું સ્વરૂપ
મ.સુ. ૧૨
હે ભવ્યજીવો ! આ સંસારનું સ્વરૂપ શું છે તે સમજો. સંસાર જીવોને પરિભ્રમણ કરવાનું સ્થાન છે. જીવ મુસાફર છે. તે મુસાફરી કરી કરીને થાકી ગયો છે તો પણ તેનો છેડો પાર પામી શકયો નથી. તો શું એ એવડો બધો લાંબો છે કે તેનો અંત જ ન આવે ? અને એવું થવાનું શું કારણ છે ?
કારણ એકજ છે કે જીવ એકલો નથી સાથે ભાર ઘણો છે. ઘણી જરૂરિયાતો રાખીને ભાર વધારી દીધો છે. તેથી તેની ગતિ ધીમી અતિ ધીમી રહે છે. સાથે પ્રથમ તો શરીર લીધું એટલે તો આ સંસારમાં રહેવું પડયું છે અને તેના કારણે અનેક ઉપાધિઓ પણ તેને વહોરવી પડી છે. તે શરીર પણ એક નથી ત્રણ ત્રણ શરીર તો એકી સાથે જ રાખ્યાં છે અને કાર્મણ શરીરે તો તેની બધી ઉપાધિ ભેગી કરી દીધી છે. કઈ કઈ ઉપાધિ ? જો તેનું વર્ણન કરવા બેસીએ તો પાર આવે તેમ નથી.
જો સંસારના પરિભ્રમણથી થાકયા હો તો કર્મ સમૂહનો હ્રાસ કરવો જોઈએ, તેમ કરતાં કરતાં સાધકનો અંતર્નાદ
169
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org