________________
નથી. કારણ કે આ નિર્વિલ્પતા વિચારોને ધકેલીને ઊભી કરેલી નથી, પણ આનંદના મહાસાગરમાં ચિત્તને ડુબાડીને તેના આસ્વાદથી તૃપ્ત બનેલો આત્મા નિર્વિલ્પતાને પામેલો હોય છે, તેથી બાહ્ય પદાર્થોથી વિમુખ બનેલું ચિત્ત વિક્લ્પ દશામાં પણ તે સ્વરૂપને સ્મરણ કરતો વિચરે છે. તેના જ ગુણો, તે જ શુદ્ધ પર્યાય, તે જ પર્યાયના ભોગનો આનંદ રસ સ્મરે છે, વારંવાર ચિત્ત તેમાં જ જવા તદ્રુપ થવા લલચાય છે. ‘સોડë' ‘સોડહં'નું રટણ રહે છે અને જગતના બાહ્ય ભાવોથી ઉદાસીનતા સેવે છે અને અંતરાત્મામાં રમે છે. તે સુખનો ભોગવટો સાધુ કરી શકે છે તે અનુત્તર વિમાનવાસી દેવના સુખ કરતાં પણ ચડિયાતું છે.
વળી વર્તમાન અવસ્થામાં રહેલો આત્મા અશુદ્ધ પર્યાયના ભોગથી અશુદ્ધ બનેલો છે તેને પોતાની શુદ્ધ પર્યાયનું સ્મરણ પણ નથી. જે પર્યાય વર્તમાનમાં પણ છે, આત્માની સાથે જ છે, જે સહજ છે, શુદ્ધ છે. પરંતુ અપ્રગટ છે. પ્રગટ અશુદ્ધ પર્યાયને જ પોતાનું પૂર્ણ સ્વરૂપ માનવાનો મિથ્યા ભ્રમ છે તે જ મિથ્યાત્વ છે.
તે ભ્રમિત મતિથી જ સંસાર વૃદ્ધિ કરે છે. માટે અપ્રગટ પોતાની શુદ્ધ પર્યાયને સ્મરવી અને તેને પ્રગટ કરવા માટે પ્રયત્ન કરવો, પરમાત્માએ તે માટે સર્વવિરતિ ધર્મ બતાવ્યો છે. તેના પાલનથી શુદ્ધ પર્યાય ઉપર આવેલા આવરણો (અજ્ઞાનનું-મોહનું) છે તે જીર્ણ થાય છે ત્યારે તે પર્યાયને સ્મરવા માટે આલંબનભૂત નવપદો જે આપણા આત્મામાં અપ્રગટ પર્યાયરૂપે રહેલા છે તેને સ્મરવા, તેને જોવા, તેનું વંદન, પૂજન, ધ્યાન કરવું. અર્થાત્, તે આપણા આત્માની જ પર્યાયો છે તેમ જોવું અને આપણી અપ્રગટ પર્યાયો જે નવપદ છે તેમાં લીન થવું. તે માટે સામે નવપદનું આલંબન રાખવું. આત્મામાં તે અપ્રગટ પર્યાયોનો ધ્યાનમાં અનુભવ કરવા આ સાલંબન ધ્યાન છે.
અપ્રગટ પર્યાયને નવપદના આલંબનથી પ્રગટરૂપ પર્યાય હોય તેવી જ રીતે જોવી, અનુભવવી, તેમાં લીન થવું, હું તેવો જ છું એમ પર્યાયના ભોગવટાનો આનંદ અનુભવવો. જેટલો સમય તેમાં સ્થિરતા રહે તેટલો સમય પોતાનો આત્મા અરિહંત સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ વિગેરે અનુભવાય છે ત્યારે કઠિન કર્મોની નિર્જરા થતાં તે સ્વરૂપ પ્રગટે છે.
પર્યાયનો ભોગવટો કરવો એ દ્રવ્યની સક્રિયતા છે. તે ભોગવટો નિરંતર ચાલુ જ છે છતાં તેની મૂળ અવસ્થા નિષ્ક્રિય છે.
પર્યાયયુક્ત દ્રવ્યના ધ્યાનમાં દ્રવ્યની સક્રિયતા વિચારવી, પર્યાયની ગૌણતામાં દ્રવ્યની નિષ્ક્રિયતા વિચારવી નિષ્ક્રિયતા સક્રિયતા અપેક્ષિત્ છે.
નિશ્ચયથી દ્રવ્ય નિષ્ક્રિય.
વ્યવહારથી દ્રવ્ય સક્રિય.
નિષ્ક્રિય દ્રવ્યનું ધ્યાન-નિર્વિકલ્પ માટે છે, માટે તેના ધ્યાનથી નિર્વિકલ્પક ધ્યાન થાય છે. સક્રિય દ્રવ્યનું ધ્યાન-પર્યાયનું ધ્યાન છે, તે સક્રિય છે માટે તેના આલંબનથી સવિકલ્પક ધ્યાન થાય છે. સવિકલ્પક ધ્યાનથી વર્તમાનમાં કર્મની નિર્જરા થાય છે પુણ્યબંધ થાય છે અને અનુક્રમે પછી તે સાધકનો અંતર્નાદ
29
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org