________________
દુઃખરૂપ કે દુઃખફલક નથી, પરંતુ દુઃખાનુબંધક છે. અર્થાતુ, દુઃખની પરંપરા ચલાવે તેવો છે. પ્રશ્ન : તો તો આ સંસારના દુ:ખથી મુક્ત થઈને મુક્તિના સુખ-આત્માની શુદ્ધ અવસ્થાથી પ્રાપ્ત થતું સુખ, મેળવવાનો કોઈ માર્ગ જ દેખાતો નથી. તો શું કરવું ? ત્યારે જીવાત્માને આશ્વાસન આપતાં શાસ્ત્રકાર ભગવંત કહે છે કે તે દુઃખ પરંપરાનો નાશ કરવાનો માર્ગ પરમાત્માએ જે માર્ગે ચાલીને સંસારનો દુઃખાનુબંધ અટકાવ્યો અને આત્માની શુદ્ધતા પ્રગટાવી તે બતાવે છે કે -
આ દુઃખની પરંપરા ચલાવનાર સંસાર (જીવનું પરિભ્રમણ) અટકી શકે છે, અર્થાત્, નાશ થઈ શકે છે તે બતાવે છે. શુદ્ધ ધર્મથી સંસારનો નાશ થાય છે. શુદ્ધ ધર્મ એટલે આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ થવો તે. “વલ્થ મહાવો થમાં” આત્માનો સ્વભાવ તે જ શુદ્ધ ધર્મ છે. વર્તમાનમાં કર્મથી બંધાએલો છું તેથી મારો શુદ્ધ સ્વભાવ ઢંકાઈ ગયેલો છે. જેથી તેના સ્વરૂપની ઝાંખી પણ થતી નથી. કર્માધીનતાથી વિભાવમાં પડેલો છું. કર્મથી સર્જન થયેલો હું શરીરના બંધનમાં પડેલો છું. અને મોહાદિ શત્રુના પંજામાં પડેલો તે બંધનમાં રહીને પણ આત્માની વિકૃતિનું જ સર્જન કરું છું. તેથી તે શુદ્ધ ધર્મ - આત્માની નિર્વિકાર દશા, પ્રાપ્ત થવાની આશા પણ કેવી રીતે રાખી શકું? ત્યારે પ્રભુ આગળ માર્ગ બતાવે છે. શુદ્ધ ધર્મ તો પાપ કર્મના નાશથી પ્રગટે છે. ત્યારે જીવને પ્રશ્ન થાય છે કે પાપ કર્મનો નાશ કેવી રીતે કરું? આત્મામાં સહજમલ પડ્યો છે, કર્મ રજ ચોંટયે જ જાય છે. તેને કેવી રીતે અટકાવી શકાય ? તે તો મુદત પાકે ત્યારે સહજમલ ખરી પડશેને? અને કર્મ રજ પણ ચોંટવાની ત્યારે જ બંધ થશેને? અને ત્યારે પાપ કર્મનો વિગમ થઈ શુદ્ધ ધર્મ પ્રગટ થશેને? જીવ નિરાશ થઈને પૂછે છે.
ત્યારે પ્રભુએ એવું જીવનભર સ્વસ્થતાથી જીવી શકે એવું આશ્વાસન આપ્યું કે હે ભવ્યાત્મન્ ! નિરાશ થવાની જરૂર નથી. ભલે સહજમલ મુદતે પાકે પણ/તથાભવ્યત્વનો પરિપાક પુરુષાર્થથી થાય છે અને પાપ કર્મનો નાશ તથાભવ્યત્વના ભાવથી થાય છે, તથાભવ્યત્વનો પરિપાક ત્રણ ઉપાયથી થાય છે. જયાં સુધી સંસારમાં રહેવું પડે ત્યાં સુધી આ ત્રણ ઉપાયો-“દુકૃત નિંદા” “સુતાનુમોદન” અને “ચતુઃ શરણગમન-ને આદર', જેથી આ દુઃખરૂપ સંસારથી સુખે સુખે પાર ઊતરી જઈશ. દુઃખરૂપ સંસારમાં પણ તને દુઃખનો અનુભવ નહિ થાય પણ શુદ્ધ સ્વરૂપની ઝાંખીરૂપ આત્મસુખનો અનુભવ કરતો કરતો આ બિહામણી ભવ અટવીને પેલે પાર પહોંચી જઈશ. ત્યાં હું પણ તને મળીશ.
બસ પ્રભુ ! મારે બીજું જોઈએ છે પણ શું? તૃપ્ત છું. આપની વાણીથી મને સારભૂત વસ્તુ પ્રાપ્ત કરવાની દિશા મળી ગઈ.
૯. શિવતરુ સુખના કંદ
ભા.વ. ૧૦, સં. ૨૦૪૯ મોક્ષરૂપ કલ્પવૃક્ષના ફળ આત્મ સુખ છે, તેનો કંદ પરમાત્મા છે.
શિવ-કલ્યાણ જયાં છે તે સ્થાનને પણ ઉપચારથી શિવ કહેવાય છે. શિવ એટલે કલ્યાણ. એ કલ્યાણ આત્મામાં જ રહેલું છે. તે જયારે પ્રગટ થાય છે ત્યારે કર્મથી મુક્ત થયેલો આત્મા મુક્તાત્મા
સાધકનો અંતનદ
113
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org