________________
૫. ક્રિયા સંત - પ્રભુએ ઉપદેશેલી વાણીને જીવનમાં ઉતારીને સતત પ્રયાસ કરીને જીવન જીવતાં આપણને આદર્શરૂપ બનીને તે રીતે જીવવાની પ્રેરણા થતાં ઉપાયની શુદ્ધિ થાય છે અને તે દ્વારા આત્મશુદ્ધિ કરીને આત્મ સ્વરૂપની ઝાંખી કરવાની છે.
૬. દૃષ્ટિ - દર્શન પદથી આત્માની દૃષ્ટિ સુધારવાની છે. સ્યાદ્વાદ દૃષ્ટિ પ્રાપ્ત થતાં સન્માર્ગે ચાલવાની સૂઝ આવે છે અને સન્માર્ગે ચાલતાં સરળતાથી મોક્ષનગરીમાં પહોંચી જવાય છે.
૭. બોધ - જ્ઞાન પદની આરાધનાથી માર્ગનો બોધ, સમજ પ્રાપ્ત થાય છે ત્યારે માર્ગના સત્ય સેવનથી મોક્ષ નગરમાં જવાય છે.
૮. આચરણ - ચારિત્ર પદની આરાધનાથી સત્ય આચરણ દ્વારા મોક્ષે જવાય છે.
૯. નિરીહતા - તપ પદની આરાધનાથી જગતની તમામ ચીજો પ્રત્યે નિરીહતા પ્રગટ કરવાની છે કારણ કે ઉ૫૨ના ત્રણે ગુણોની પ્રાપ્તિ માટે નિરીહતા ગુણની અવશ્ય જરૂર પડે છે. જડ વસ્તુની સ્પૃહા જ સાચી દૃષ્ટિ, સાચી સમજ, સત્ય આચરણ થવા દેતું નથી.
સ્વરૂપ પ્રાપ્તિમાં પાંચ પદનું આલંબન લઈને આ ચાર પદ (ગુણ) દ્વારા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ
થાય છે.
પરમપ્રભુએ બતાવેલું પરમાત્મ પદ સંત પુરુષે બતાવેલ આચારના પાલન દ્વારા, ભગવાનની વાણીનું (જ્ઞાનનું) દાન કરીને સમજ આપવા દ્વારા, ઉપાધ્યાય ભગવંતે આપેલી સમજ અને આચાર્ય ભગવંતે બતાવેલા આચારના પાલન દ્વારા ક્રિયાત્મક આદર્શ આપીને પ્રાપ્ત કરવા આલંબન આપનાર પાંચે પદોને કોટિ કોટિ નમસ્કાર થાઓ.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
66
www.jainelibrary.org