________________
કમલ અને કુમુદ. ગુણની પ્રીતિથી સમર્પણ થયેલ મન પરમાત્મા પ્રત્યે પ્રીતિવાળું બન્યું તેનું દૃષ્ટાંત. ગૌરી અને મહાદેવ, લક્ષ્મી અને કૃષ્ણ.
ભમરામાં પુષ્પોની સુવાસમાં મોહિત થવાનો ગુણ. હંસમાં નિર્મળ જળમાં રતિ-આનંદ કરવાનો ગુણ. ચાતકમાં મેઘના જળની પ્રીતિથી ઝંખના કરવાનો ગુણ. કોકિલમાં ઘટાદાર આંબાના વૃક્ષથી સુંદર ગાવાનો ગુણ. સૂર્ય-ચંદ્ર તરફ કમલ અને કુમુદને આકર્ષિત થવાનો ગુણ. અર્થાત્, સૂર્ય-ચંદ્રનો આકર્ષણ ગુણ. ગૌરી-મહાદેવ, લક્ષ્મી-કૃષ્ણ, પ્રીત કરવાનો ગુણ.
“તિમ પ્રભુશું મુજ મન રમ્યું બીજાશું હો નહિ આવે દાય કે; શ્રી નયવિજય વિબુધ તણો, વાચક યશ હો નિત નિત ગુણ ગાય કે’’
ઉપરનાં જે દૃષ્ટાંતો આપ્યાં તે પ્રમાણે મારું મન પરમાત્મામાં રમે છે હવે બીજામાં તે લાગતું નથી. આ રીતે શ્રી નય વિજ્ય પંડિત ગુરુના શિષ્ય ઉપાધ્યાય યશો વિજય મહારાજ હંમેશાં ગુણ ગાય છે.
૫. સ્વરૂપ પ્રાપ્તિમાં પાંચ પદનું આલંબન
પરમાત્મત્વને.....૧. અરિહંત પદ ર. સિદ્ધ પદ
પરમાત્મત્વને પામેલા તેમની સ્વરૂપ સ્થિતિ નિરાકાર, નિરંજન, નિર્વિકાર છે. તેથી નિરૂપતા, નિરૂજતા, અવિનાશિતા, પરમાનંદિતાનું દર્શન થાય છે અને તે રીતે સિદ્ધ પરમાત્માનું સામીપ્ય પ્રાપ્ત થતાં તે પદ પ્રાપ્તિ માટે તેમને સાધ્ય, ધ્યેય, લક્ષ્યરૂપે ચિત્તમાં સ્થિર કરી પુરુષાર્થ કરવા માટે પરમ આલંબનરૂપ આ બંને પદની (દેવ તત્ત્વની) સાધના કરવાની છે અને તેની સિદ્ધિ થતાં પોતાનાં દેવ સ્વરૂપને-આત્મસ્વરૂપને પ્રગટ કરવાનું છે.
૩. આચાર્ય પદ - ઉપાધ્યાય પદ - સાધુ પદ. આ ત્રણે પદને ‘સંત’ તરીકે સંબોધીશું. આચાર્ય ભગવાન આચારના સંત છે.
ઉપાધ્યાય ભગવાન જ્ઞાન સંત છે.
સાધુ ભગવાન ક્રિયાસંત છે.
૩. આચાર સંત - પોતે પ્રભુએ બતાવેલા આચાર (જ્ઞાનાદિ)ને જીવનમાં અપનાવી જગતના લોકને આચાર બતાવે છે જે આચારનું પાલન કરી તે તે આચારોની સિદ્ધિ દ્વારા આત્મશુદ્ધિ કરીને આત્મ સ્વરૂપની ઝાંખી કરવાની છે.
૪. જ્ઞાન સંત - પ્રભુએ ઉપદેશેલી વાતોને પોતે વિનયથી ગ્રહણ કરે છે, સમજે છે અને એ સમજ આપણા જીવનમાં ઉતરે તે માટે સમજ મળતાં જ્ઞાન સંત ઉપાધ્યાય ભગવાનથી આપણામાં બોધ થાય છે અને તે દ્વારા આત્મ શુદ્ધિ કરીને આત્મ સ્વરૂપની ઝાંખી કરવાની છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
65
www.jainelibrary.org