________________
૪. ચેતન્યશક્તિનું દર્શન અને આનંદ નિર્વિષય આનંદ ચાને સહજાનંદ
મા.શુ. ૪, સં. ૨૦૫૦ ચૈિતન્ય શક્તિ એ આત્માની જ્યોતિ છે, આત્માનો પ્રકાશ છે. આત્મા એક તેજસ્વી પદાર્થ છે. તે નિશ્ચય નયથી સ્વ સત્તાએ શુદ્ધ છે. તે શુદ્ધાત્મા કેવળ તેજનો ભંડાર છે. તે તેજ અનુપમ છે. આ જગતમાં એવી કોઈ ચીજ નથી કે જેની સાથે તેને સરખાવી શકાય. ચર્મ ચક્ષુથી દેખાતા તેજ સૂર્ય, ચંદ્ર વિગેરે છે તે તો આપણને તેની (આત્માની) તેજસ્વીતા તરફ મનને લઈ જવા માટે દાખલો આપવા માટે છે. સૂર્યની ઉપમાને યોગ્ય આત્મા નથી. તે મનનો વિષય જ બનતો નથી, પછી મનથી ઓળખાતા તેની ઉપમા કઈ રીતે આપી શકાય ? આ શક્તિ તે એક અદ્ભુત તેજ છે, જયોતિ છે, અરૂપી છે, માટે તે નિર્વિષય છે. તે જ્ઞાનનો વિષય બને પણ ઈન્દ્રિય જન્ય જ્ઞાનનો વિષય નથી બનતું, પરંતુ નિર્મળ આત્મામાંથી નીકળતો પ્રકાશ જેને કેવળજ્ઞાન કહેવાય છે તેનો વિષય બને છે, તે પણ વ્યવહારથી સમજવા માટે છે. આત્મા પોતે જ કેવળજ્ઞાન સ્વરૂપ છે. જગતનું પ્રતિબિંબ તે નિર્મળ હોવાથી તેમાં પડે છે. એ તેની નિર્મળતાને આભારી છે, જ્ઞાન અને શેય એ આત્માની કેવળ શુદ્ધ સ્વરૂપની વિચારણામાં ન આવી શકે. જેમ જ્ઞાન નિર્વિષય છે તેમ તેમાંથી ઉદ્ભવતો આનંદ પણ નિર્વિષય છે. માટે તે આનંદને સહજાનંદ કહેવાય છે. જો વિષયને આધીન જ્ઞાન કે આનંદ હોય તો તે સહજ ન બની શકે. આત્માનું સ્વરૂપ જ એવું છે કે તે જ્ઞાનમય (જ્ઞાનસ્વરૂપ) છે આનંદમય (આનંદ સ્વરૂપ) છે. તેને કોઈ વિષયની જરૂર નથી પડતી, કે કોઈ વિષય તેને મળે ત્યારે જ તેને જ્ઞાન થાય, આનંદ થાય એવું નથી. હા, આત્માની જ્ઞાનમયતા, આનંદમયતામાં તેના (વિષયો જગત-શેયો) પ્રતિબિંબો પડે છે કારણ કે તે નિર્મળ છે, શુદ્ધ છે. જેમ આરિસો ચોખ્ખો હોય તો તેમાં પ્રતિબિંબ પડે ! પરંતુ આરિસાએ તે વિષય ગ્રહણ નથી કર્યો. પણ સહજ પ્રતિબિંબિત થયેલી તે વસ્તુ છે, તેવી જ રીતે સહજ જ્ઞાન, સહજ આનંદ આ શબ્દો પર ભાર આપીને વિચારતાં સમજાય છે કે આ વસ્તુઓ આત્માની સ્વતંત્ર છે, માટે આત્મા સહજાનંદ કહેવાય છે. વિષયનું જ જ્ઞાન થાય છે. સામે વિષય ન હોય તો જ્ઞાન નથી થતું. એ પણ એક હકીકત છે. પણ આપણે ત્યાં કોઈ પણ વસ્તુની વિચારણા નયદૃષ્ટિથી જ કરાય છે, એકાંતે ન થઈ શકે. માટે આત્માના જ્ઞાનગુણ, આનંદગુણ વિગેરે જે બોલીએ છીએ તે વ્યવહાર છે. આત્મા જ જ્ઞાન છે, આનંદ છે એ નિશ્ચય છે. જયારે નિશ્ચયથી વિચારણા કરીએ ત્યારે આત્મા નિર્વિષયી છે, કોઈ વિષયને ગ્રહણ કરતો નથી તે નિજ સ્વરૂપમાં સ્થિરતા પામી તેને જ ઓળખે છે, જાણે છે, આનંદ પામે છે. પોતે જ્ઞાની છે અને તેનો વિષય વ્યવહારથી વિચારીએ તો પોતે જ બને છે. વિષય વિષયીની અભિન્નતામાં જ્ઞાન-જ્ઞાની જુદા પાડી શકાતા નથી માટે કહ્યું કે આત્મા નિર્વિષયક એવો જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ હોવાથી તે સહજ જ્ઞાની સહજાનંદી કહેવાય છે અને તે અનુભવ પણ જગતના બધા વિષયોથી પર રહી આત્મા નિર્વિષયી બને છે ત્યારે જ સ્વરૂપજ્ઞાની સહજાનંદી બની તે સ્વજ્ઞાન અને સહજાનંદને ભોગવી શકે છે. સાધકનો અંતર્નાદ
127
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org