________________
ચૈતન્ય શક્તિ એ આત્માની જ્ઞાનશક્તિ છે. તે પ્રકાશરૂપે-જ્યોતિરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપી છે અને તેને જ જ્ઞાનગુણ તરીકે વિચારીને આત્માથી અભિન્ન આત્માનો ગુણ કહીને, જગતને જ્ઞેય બનાવી જાણવા આત્માની શક્તિરૂપે માનીએ છીએ, આત્માનું તેજ તે ચૈતન્ય શક્તિ, અને આત્માનો ગુણ તે જ્ઞાન ગુણ, એમ વ્યવહાર અને નિશ્ચયથી એક જ આત્મામાં રહેલ એક જ વસ્તુને આ બે રીતે ઓળખી શકાય છે. પરંતુ બંનેનું કાર્ય જુદું છે. ચૈતન્ય શક્તિરૂપે તે આત્મા નિર્વિષયી બને છે, અર્થાત્, તે કોઈ વિષયને જાણતો નથી પરંતુ નિષ્ક્રિય પોતાની સ્વરૂપમાં સ્થિતિ હોય છે અને અરૂપી એવું અદ્ભુત તેજ સ્વરૂપે તે પ્રકાશી રહ્યો છે. તેના ધ્યાનમાં સહજજ્ઞાન અને સહજ આનંદની અનુભૂતિ થઈ શકે. આ શુદ્ધ આત્મ દ્રવ્યની ભાવના-ચિંતવના છે. જ્ઞાનગુણરૂપે તે આત્મા વિષયને ગ્રહણ કરીને જાણે છે, આનંદ પામે છે. આ તેની સક્રિયતા છે અને તે આત્માની પર્યાયસ્થિતિ છે. કેમકે આત્માની ક્રમબદ્ધ પર્યાયો ચાલુ છે. તે જ્ઞાન પર્યાયનો અનુભવ કરી આત્મા સાથે અભેદ એવા તે જ્ઞાન પર્યાયથી આત્માની અનુભૂતિ કરવાની છે.
૫. ચૈતન્યશક્તિ યાને આત્મજયોતિ
મા.શુ. ૬, સં. ૨૦૫૦
ચૈતન્યશક્તિ એ જ આત્માની જ્યોતિ છે. આત્મા અરૂપી છે તેથી તેમાંથી નીકળતી જયોતિ પણ અરૂપી છે. તેને રૂપી એવા સૂર્ય, ચંદ્ર વિગેરે પદાર્થો સાથે ન સરખાવી શકાય. છતાં પણ અરૂપી જ્યોતિ ઉનાળામાં શીતળતા આપે છે અને શિયાળામાં અગ્નિની જેમ ઉષ્ણતા આપે છે. કારણ કે તે ચૈતન્યશક્તિ અર્હમ્ સ્વરૂપ ધારણ કરી રેફ રૂપ અગ્નિબીજમાંથી ઉષ્ણતા આપી ઠંડી દૂર કરે છે, અને કલારૂપ ચંદ્રના કિરણમાંથી ઠંડક આપી ઠંડકનો અનુભવ કરાવે છે, આ આપણો વ્યવહારમાં કાર્ય-ફલરૂપે અનુભવ થાય ત્યારે અરૂપી વસ્તુના અસ્તિત્વની ઓળખ થાય છે, પરંતુ નિશ્ચયથી તો ચૈતન્યશક્તિ આત્માની જયોતિરૂપ અરૂપી એવા તે પ્રકાશમાં જયા૨ે આત્મા લીન બની જાય છે ત્યારે સોડહંનો અનુભવ (અરૂપી એવા આત્માના અસ્તિત્વનો તથા નિર્મળતાનો અનુભવ હું આત્મા છું એવો) થાય છે. એટલે કે હું આત્મા છું એમ અરૂપી પણ આત્માના-પોતાના સ્વરૂપની નિર્મળ સત્તા અનુભવાય છે.
આત્માની એ નિર્મળ જ્યોતિનાં દર્શન પ્રારંભમાં મનના વિકલ્પથી આત્માના એક તેજસ્વી પ્રકાશરૂપે જોતાં દેહાદિ પર પદાર્થોની વિસ્મૃતિ થાય ત્યારે સ્વ તરફ મનને પણ મોકલી શકાય, મન તેમાં સ્થિર થાય ત્યારે ઉપયોગ પણ તેમાં જોડાયેલો જ હોય છે, જેટલો ઉપયોગ નિર્મળ થતો જાય તેટલો તે જયોતિમાં સ્થિરતા પામતો જાય. ત્યારે જે આનંદ (પર વસ્તુની વિસ્મૃતિનો અને સ્વ વસ્તુનો રુચિ, બોધ અને અખંડ સ્મૃતિનો અને તેમાંથી પ્રાપ્ત થતી સ્થિરતાનો) થાય છે, તે પર વસ્તુથી થતા આનંદથી જુદો હોય છે, અલૌકિક હોય છે. માટે તેનો અભ્યાસ અરૂપી એવી આત્મ જ્યોતિ જે સત્તાએ શુદ્ધ એવા આત્મામાંથી નિરંતર પ્રકાશી રહી છે અને લોકાલોકમાં વ્યાપી રહેલ છે શ્રદ્ધેય, ધ્યેય, સ્પૃહણીય એવી જ્યોતિમાં દર્શન, ધ્યાન વિગેરેથી આનંદ પામવો.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
128
www.jainelibrary.org