________________
૬. જયોતિ ઝગમગે રે લોકાલોક પ્રમાણ
પો.વ. ૩, સં. ૨૦૫૦ જયોતિ તે આત્મામાંથી નીકળતો પ્રકાશ છે, તેજસ્વી પદાર્થનો આ પ્રકાશ છેક લોકને પણ ઉલ્લંધીને અલોક સુધી પહોંચી જાય છે. શુદ્ધ આત્મ સ્વરૂપે પ્રગટ થાય છે ત્યારે જ્ઞાન ઉપરનું આવરણ સંપૂર્ણ નષ્ટ થવાથી કેવળ જ્ઞાન (પૂર્ણ જ્ઞાન) પ્રકાશમાં આવે છે. તે આત્માનો જ્ઞાનસ્વભાવ જે ગુણરૂપે પ્રસિદ્ધિને પામેલો છે, તે છે. પરંતુ આત્મામાં રહેલી જે ચેતના, તેમાંથી પ્રગટેલી જે શક્તિ, જે ચૈતન્ય શક્તિરૂપે પ્રસિદ્ધિ પામેલી છે તે ચૌદ રાજલોકમાં વ્યાપક છે કારણ શક્તિ તે આત્માનું સ્વરૂપ છે, તે પોતાના આત્માથી સદા લેપાયેલી છે, તે આત્માની સાથે (મૂળ દ્રવ્ય સાથે જ) રહે છે. આત્મા જયાં સુધી ગતિ કરી શકે છે ત્યાં સુધી તે પણ ગતિ કરે છે. તે આગળ જઈ શકતી નથી. જયારે જ્ઞાનગુણ તે આત્મામાંથી નીકળેલા પ્રકાશરૂપ હોવાથી તેની ગતિ સ્થગિત થતી નથી. માટે લોકાલોક વ્યાપી છે. તેથી કહ્યું છે કે “સંપૂuf iટા વાશi II IT-TAT Imત્રિમાનં તવ riધાન્ત” આ વાકય તેની સાક્ષી પૂરે છે.
માટે શકિત એ આત્માનું સ્વરૂપ છે, તે તેજસ્વી હોવાથી ત્રણે ભુવનમાં જયોતિરૂપે પ્રકાશ પાથરે છે. જ્ઞાન તે આત્માનો ગુણ છે, તે પ્રકાશમાન હોવાથી ઝગમગતી જયોતિરૂપે કોઈપણ સ્થાને (લોક કે અલોકમાં પણ) અલિત થતો નથી. પરંતુ જ્ઞાનગુણ પણ ચૈતન્ય શકિતને આભારી છે. ચેતના જ ન હોય તો જ્ઞાન ગુણ ન હોય, માટે જ આ શક્તિ અને સ્વભાવ એ બન્ને આત્માને જોવા માટેનાં જુદાં જુદાં પાસાં છે. એક સિક્કાના બે પાસાની જેમ આત્માને જુદાં જુદાં પાસાથી જોતો તું આનંદ પામ ! સ્વરૂપ નિહાળીને આત્મામાં (ચૈતન્ય શક્તિરૂ૫) ડુબકી મારીને તેમાં લીન થા ! સ્વભાવ નિહાળીને તેનાઆત્માના પ્રકાશમાં મળી જા ! અને તારી આ મલિન પર્યાયને ભૂલીને શુદ્ધ પર્યાયનું (જ્ઞાનગુણ) સ્મરણ દ્વારા તેમાં અમેદ થવા પ્રયત્ન કર ! અને ચૈતન્ય શક્તિમાં ડુબકી મારીને તારા શુદ્ધ આત્મસ્વરૂપના
સ્મરણ દ્વારા આત્મામાં સ્થિર થઈ સ્વરૂપાનુભવ કર ! શક્તિ અને સ્વભાવ જે શુદ્ધ છે તેમાં લીનતા કરી આનંદ અને સુખને માણ! ચેતનાનાં જ આ બે પાસાં છે, ચેતનાનું શક્તિ સ્વરૂપ તે ચૈતન્ય શક્તિ, સ્વભાવ સ્વરૂપ તે જ્ઞાનગુણ.
છે. અહંમના દયાનમાં
અ. શુ. ૧ ૩, સં. ૨૦૪૯ આહત્ય શક્તિ એ જ ચૈતન્યશક્તિ છે, શક્તિ શબ્દ સ્ત્રીલિંગે છે માટે તેણે “મા” નું સ્વરૂપ ધારણ કર્યું છે, એ સમગ્ર વિશ્વની જન્મદાત્રી છે. ચાર જડ દ્રવ્યો અને વિસ્ત્રસા પરિણામ પામેલા પુદ્ગલો સિવાયના જે કાંઈ જડ દશ્ય છે તેની ઉત્પત્તિ ચૈતન્યની સહાયથી થયેલી છે. અરે ! જયાં સુધી આત્માની સહજ સ્થિતિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી પુગલની સહાયથી ઊંચે આવે છે. જો તેની સહાય લેવામાં આત્મા ભૂલ કરે તો નીચે પડે છે. પણ ઊંચે આવવામાં જડ સહાયક અવશ્ય બને છે, તેના ટેકે
સાધકનો અંતર્નાદ
129
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org