________________
ધર્મ ૪
વૈ.વ.ઢી. ૭, સં. ૨૦૪૮, દેવકીનંદન અહિંસા, સંયમ, તપ એ આત્માનું સ્વરૂપ છે. કેમકે આત્મામાં અનાદિ કાળથી અહિંસક ભાવ સહજ છે માટે જ પુરુષાર્થ દ્વારા પ્રગટાવી શકાય છે.
આત્મામાં સ્વતંત્રતા, સ્વાધીનતાનો સ્વભાવ સહજ છે માટે જ પુરુષાર્થ દ્વારા પાંચ ઈન્દ્રિયોના વિષયોની પરાધીનતામાંથી છૂટી સદા કાળ માટે સ્વતંત્ર બની શકે છે.
આત્મામાં અણાહારીપણું સહજ છે કર્મના આવરણથી ઢંકાયેલો અણાહારી સ્વભાવ આત્મા પુરુષાર્થ દ્વારા પ્રગટ કરી શકે છે.
આત્માની અહિંસકતા, સ્વાધીનતા અને અણાહારીતા પ્રગટ કરવા માટે અહિંસા, સંયમ અને તપરૂપ અનુષ્ઠાનના આલંબનરૂપ પ્રભુએ પ્રકાશ્યા છે.
પરમાત્માને તે ધર્મ પ્રગટ છે માટે આદર્શરૂપે પરમાત્માનું આલંબન લેવાનું અને ઉપાયરૂપે પરમાત્માની વાણીનું આલંબન લેવાનું છે.
પરમાત્મા અહિંસામૂર્તિ, સંયમમૂર્તિ, તપોમૂર્તિ છે. તેમનાં દર્શન માત્રથી તે તે સ્વરૂપ પ્રગટ કરવાની ઈચ્છા થાય છે નિશ્ચયથી આત્મ સ્વરૂપની એકતાના કારણે નિજ આત્મામાં પડેલું તે સ્વરૂપ દેખાય છે, શ્રદ્ધાય છે અને પ્રગટ કરવાની ઝંખના થતાં તેના જાણકાર પાસે ઉપાય મેળવવા પ્રયત્ન કરાય છે. જ્ઞાની ગુરુ ભગવંત પાસેથી પ્રભુએ પ્રકાશેલો માર્ગ જાણવા મળે છે.
ગુરુ ભગવંત પણ અહિંસા પ્રગટાવવા માટે પ્રથમ હિંસાનું સ્વરૂપ સમજાવે છે.
અનાદિ કાળથી જીવ કર્મના આવરણથી પોતાના સ્વરૂપને ઢાંકીને બેઠો છે. કારણ કે કર્મથી બંધાયેલો જીવ શરીરને ધારણ કરે છે, પ્રાણોને (દ્રવ્ય પ્રાણો ૧૦) ધારણ કરે છે. તે પ્રાણોને ટકાવવા શરીરનો ધર્મ શરીરની પ્રકૃતિ ખાવું, પીવું, હરવું, ફરવું, સૂવું, બેસવું વિગેરે છે તે શરીરની પ્રવૃત્તિમાં બીજા જીવોના પ્રાણી હોડમાં મૂકાય છે. બીજા જીવોના પ્રાણોનો નાશ તેનું નામ હિંસા.
દ્રવ્ય પ્રાણોના સંરક્ષણ માટે અર્થાતુ, શરીર ટકાવવા માટે પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવોનો ઉપયોગ કરવો પડે છે. તથા પ્રવૃત્તિશીલ શરીરના હલન ચલનથી બેઈન્દ્રિય આદિ જીવોની હિંસા પણ થઈ જાય છે. ગૃહસ્થ અને સાધુ આ બન્ને પ્રકારના શરીરધારી જીવો ને પરના પ્રાણોનો નાશ થઈ જાય છે. તે માટે પરમાત્માએ ધર્મની પ્રરૂપણા કરતાં તેનો બે પ્રકારમાં સમાવેશ કર્યો છે. દેશવિરતિ અને સર્વવિરતિ,
ગૃહસ્થ માટે દેશવિરતિ ધર્મ, અને સાધુ માટે સર્વવિરતિ ધર્મનું પાલન કરવાનું ફરમાવ્યું છે. જેથી દેશવિરતિ ધર્મવાળાને બિન જરૂરી હિંસા છોડવાનું કહ્યું છે. સર્વવિરતિ ધર્મવાળાને સંપૂર્ણ હિંસા છોડવાનું કહ્યું છે.
સાધકનો અંતર્નાદ
92
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org