________________
વ્યવહારથી તપ - બાહ્ય તપશ્ચરણ. નિશ્ચયથી અહિંસા - સ્વ-પર ભાવ પ્રાણોનું રક્ષણ કરવું. નિશ્ચયથી સંયમ - આપણા ઉપયોગનો કાબૂ. નિશ્ચયથી તપ - ઉપયોગની સ્થિરતા.
ધર્મ ૩
વૈ.વ.પ્ર. ૭, સં. ૨૦૪૮ અહિંસા, સંયમ, તપ એ ત્રણ નિશ્ચયથી અને વ્યવહારથી ધર્મ સ્વરૂપ છે. વ્યવહારથી ધર્મ અનુષ્ઠાનરૂપ છે. તેનું આચરણ કરવાથી અશુભ યોગોનું પરિમાર્જન થાય છે અને શુભમાં પ્રવર્તન થાય છે. ધર્મ ત્રણે યોગથી કરવાનો છે. યોગની અશુભ પ્રવૃત્તિ તે જ અધર્મ છે. તેને શુભમાં પ્રવર્તાવવા પરમાત્માએ અનુષ્ઠાનરૂપ વ્યવહાર ધર્મ બતાવ્યો છે. નિશ્ચયધર્મને પ્રગટાવવા આ વ્યવહાર ધર્મ આલંબન છે. તેના આલંબનથી યોગોની અશુભ પ્રવૃત્તિ ટળે છે અને આત્મા શુભ પ્રવૃત્તિમાં જોડાય છે.
શુભમાં જોડાવાથી અશુભ કર્મ બંધ અટકે છે, શુભનો બંધ શરૂ થાય છે અને વારંવાર શુભના સેવનથી અને અનુમોદનથી શુભનો અનુબંધ એવો થાય છે કે શુદ્ધ ધર્મ પ્રગટવાનું બીજ પડે છે. ગુણ પ્રાગટયની ભૂમિકા તૈયાર થાય છે કારણ કે અનુબંધી શુભ કર્મ નિશ્ચય ધર્મ પ્રગટ કરવા માટેની બાહ્ય સર્વ સામગ્રી પ્રગટ કરી આપે છે પછી તો કેવળ પુરુષાર્થ જ બાકી રહે છે. પછી તો સામાન્ય પુરુષાર્થથી નિજ સત્તા પ્રગટ કરવાનું બને એવી સરળતાવાળી ભૂમિકા રચાય છે.
યોગ પ્રવૃત્તિ શુભ બને તો તેમાં જોડાયેલો ઉપયોગ શુભ બને અને આત્મ પુરુષાર્થ સાથે સાથે જોરદાર બને તો ઉપયોગ અશુદ્ધ મટીને શુદ્ધ બને.
અહીં નિશ્ચયથી અહિંસા, સંયમ, તપ એ ત્રણેમાં ઉપયોગનું જ પ્રવર્તન બતાવ્યું છે. અહિંસા, સંયમ, તપ એ ત્રણે ક્રિયા સ્વરૂપ છે માટે નિશ્ચયથી આ ત્રણેમાં ઉપયોગની ક્રિયા કેવી હોય? તે બતાવવા માટે કહ્યું કે -
અહિંસામાં સ્વ-પર ભાવ પ્રાણી (ઉપયોગ)નું રક્ષણ કરવું. સંયમમાં - ઉપયોગને કાબૂમાં રાખવો. તપમાં - ઉપયોગને સ્થિર રાખવો. વ્યવહારથી અહિંસા, સંયમ, અને તપ એ ત્રણેમાં યોગનું પ્રવર્તન બતાવ્યું છે. શુભ યોગના પ્રવર્તનમાં ત્રણે યોગથી જીવના પ્રાણીની રક્ષા કરવી તે અહિંસા. ત્રણે યોગથી પાંચ ઈન્દ્રિયોને કાબૂમાં રાખી સંયમિત બનાવવી તે સંયમ. ત્રણે યોગથી તપવું - તે તપ, મન વચન, કાયાના યોગોને તપાવવા તે ત૫.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org