________________
માટે અહિંસા રૂપ વ્યવહાર ધર્મનું આચરીને જીવનમાં વણાઈ ગયેલી હિંસકતા સુધારીને પ્રથમ વ્યવહારથી અહિંસા માનવામાં, સમજવામાં અને આચરણમાં લાવવી જોઈએ.
આત્માનો મૂળ સ્વભાવ (અહિંસક) પ્રગટાવવા માટે જીવમાત્રને આત્મ સમાન માનીને, તે દષ્ટિએ જોવા અને પછી અહિંસક વર્તન જીવો સાથે કરવું.
બીજા જીવનાં દ્રવ્ય પ્રાણના નાશથી આપણો અહિંસક સ્વભાવ કેમ અવરાય ?
જ: જીવ માત્ર સાથે જીવને સજાતીયપણાનો સંબંધ છે. દરેક જીવને જીવવું ગમે છે, આપણી જેમ તેના પ્રાણનાશથી તે દુઃખી થાય છે. જીવ માત્રને સુખ ગમે છે, દુઃખ નથી ગમતું.
કોઈ પણ જીવને હણીએ તો જીવત્વેને આપણે સંબંધ હોવાથી જેને તું હણે છે તે તે પોતે જ છું. આ રીતે સજાતીયતાથી અભેદ હોવાથી આપણે સંબંધથી ગુનેગાર બનીએ છીએ અને કર્મસત્તાની સજારૂપે એ આવરણ કરીને અહિંસકભાવને ઢાંકી દે છે. અર્થાતુ, તારી મૂડી લૂંટી લે છે ભિખારી બનાવે છે.
હવે અહિંસક ભાવ પ્રગટાવવા માટે અહિંસાના પ્રકારો સમજવા જોઈએ. હિંસા દ્રવ્ય પ્રાણોના નાશથી અને ભાવ પ્રાણોના નાશથી થાય છે. દ્રવ્ય અને ભાવ પ્રાણોની રક્ષાથી અહિંસા ધર્મ થાય છે.
તેમાં દ્રવ્ય પ્રાણોની રક્ષા માટે જીવન જીવવા માટે થતી ક્રિયા અર્થાતું, શરીરના ધર્મોમાં થતી ક્રિયા, વર્તન સુધારવાં પડે છે.
શરીરના ધર્મો-ખાવું, પીવું, બોલવું, ચાલવું, સુવું, બેસવું, ઊભું રહેવું, નિહાર વિગેરે. તેમાં થતી જીવોના દ્રવ્ય પ્રાણીની રક્ષા કરવી તે અહિંસા ધર્મ.
રક્ષા કેવી રીતે કરવી? તે માટે દશ વૈકાલિક સૂત્રમાં જોવું.
ધર્મ ૨
વિ.વ. ૬, સં. ૨૦૪૮, દેવકીનંદન અહિંસા, સંયમ અને તપ સ્વરૂપ ધર્મ છે. આ ત્રણમાં સકલ શાસ્ત્રનો સમાવેશ થઈ જાય છે. જે કાંઈ ધર્મનું સ્વરૂપ શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે તે આ ત્રણમાં સમાઈ જાય છે. માટે ત્રણ વસ્તુ ઉપર જેટલું ચિંતન કરીએ એટલું ઓછું છે.
આત્મામાં (દરેક પદાર્થોમાં) બે ધર્મ રહેલા છે. સામાન્ય અને વિશેષ. સામાન્ય ધર્મ એ નિશ્ચયનયને અવલંબે છે. વિશેષ ધર્મ, એ વ્યવહાર ધર્મને અવલંબે છે. આ સર્વ સામાન્ય વસ્તુના મુખ્ય ધર્મની વાત કરી તે મુખ્ય ધર્મો દરેક વસ્તુમાં રહેલા હોવાથી અહિંસા, સંયમ અને તપ એ ત્રણેને નિશ્ચય અને વ્યવહારથી સમજવા જોઈએ.
વ્યવહારથી અહિંસા આપણા શરીરની ચેષ્ટા (ખાવું, બોલવું વગેરે.) થી થતી દ્રવ્ય પ્રાણોના નાશરૂપ હિંસાથી બચવું તે.
વ્યવહારથી સંયમ - આપણા મન, વચન, કાયાનો કાબૂ.
સાધકનો અંતર્નાદ
90
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org