________________
કદરૂપું સ્વરૂપ જે લાગે છે તેને બહિરાત્મા, હિંસક વિગેરે કહેવાય છે. માટે જે જે ભાવમાં વસ્તુનું સ્વરૂપ બદલાયેલું ભાસે છે તે તે ભાવમાં અધ્યવસાય અર્થ લેવો, કારણ કે અધ્યવસાય બદલાતા રહે છે માટે વસ્તુનું સ્વરૂપ બદલાયેલું લાગે છે. જો કે આત્માનું મૂળ સ્વરૂપ જે પરમાત્મભાવ, અહિંસકભાવ છે તે તો તે રૂપે જ છે પરંતુ અધ્યવસાયો બદલાતાં તે વિરોધી ભાવ ભાસે છે માટે પરમાત્મભાવ અહિંસકભાવ, ઔદાસીન્યભાવ વિગેરેમાં મૂળ સ્વરૂપમાં ભાવ શબ્દ અસ્તિત્વને બતાવે છે ઉપાધિ આવતાં ભાવ શબ્દ અધ્યવસાય અર્થને બતાવે છે.
માટે અહિંસકભાવ આત્માનો પોતાનો છે, તે પોતાના સ્વરૂપમાં રહે છે ત્યાં સુધી તે સ્થિર હોય છે. આત્મા સ્વરૂપની બહાર જાય છે ત્યારે આત્માના (સ્વ કે પરના) ભાવ પ્રાણોને નિરંતર હણે છે, ત્યારે હિંસકભાવ કહેવાય છે.
દ્રવ્ય પ્રાણોને હણવા તે ક્રિયારૂપ છે, ભાવપ્રાણોને હણવા તે ભાવરૂપ છે, અધ્યવસાયરૂપ છે. માટે જ હિંસકભાવ તે ચીકણા કર્મને સંચિત કરે છે. કેવળ હિંસારૂપ ક્રિયા તે શુષ્ક કર્મને સંચિત કરે છે. ૧૮. ધર્મ ૧
|| ‘ધમાં મારા મુષ્ઠિરું, હિંસા સંગમાં તો'' ।। || “વધુ સદાવો ધમ્મા'' ||
અહિંસા, સંયમ અને તપ એ વ્યવહાર નયથી ધર્મ છે. અર્થાત્, ધર્મનું સ્વરૂપ વ્યવહારથી અહિંસા, સંયમ અને તપ છે અને વસ્તુનો સ્વભાવ એ નિશ્ચયનયથી ધર્મ છે. અર્થાત્, ધર્મનું સ્વરૂપ વાસ્તવિકતાથી વસ્તુનો સ્વભાવ છે.
આ બન્ને નયથી ધર્મને સમજીને આત્મ સ્વભાવને પ્રગટ કરવાનો છે. અર્થાત્, કર્મથી મુક્ત થવાનું છે. પ્રથમ વ્યવહાર ધર્મને સમજીએ.
તે ધર્મને ત્રણમાં સમાવિષ્ટ કર્યો છે. ૧. અહિંસા ૨. સંયમ ૩. તપ
વ્યવહાર ધર્મને આચરીને જીવનચર્યા સુધારવાની છે. નિશ્ચય ધર્મને સાધ્ય બનાવીને સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. વ્યવહાર ધર્મ સાધન છે, નિશ્ચય ધર્મ સાધ્ય છે. સાધકે સાધન દ્વારા સાધ્યના લક્ષ્યથી સિદ્ધિ મેળવવાની છે.
કેવળ સાધનને જ ધર્મ માની લેવાથી સિદ્ધિ થતી નથી. પરંતુ સાધન ધર્મને સમજીને સાધ્યને લક્ષ્યબિંદુમાં લઈને સાધનને ઉપાયરૂપે નિમિત્ત બનાવવાનું છે અર્થાત્, આલંબન બનાવવાનું છે. તે આલંબનના સેવનથી જીવનચર્યા જે અશુભ-અશુદ્ધ હતી તે શુભ બને છે.
વસ્તુ ઃ અહીં આત્મા છે તેનો સ્વભાવ નિશ્ચયથી શુદ્ધ છે. તે પ્રગટાવવા શુભ જીવનચર્યા નિમિત્તરૂપ છે. તે કેવી રીતે ?
આત્માનો સ્વભાવ અહિંસક છે. આત્મા પરભાવમાં જવાથી વિભાવદશામાં હિંસક બન્યો છે.
સાધકનો અંતર્નાદ
વૈ.વ. ૫, સં. ૨૦૪૮, દેવકીનંદન
Jain Education International
For Private & Personal Use Only
89
www.jainelibrary.org