________________
૧૬. બહિરાત્મભાવ
વે.વ. ૩, સં. ૨૦૪૮, દેવકીનંદન આત્મભાવની બહાર રહેવું તેનું નામ બહિરાત્મભાવ. આત્મભાવ એ સહજ સ્વરૂપ છે, પણ તેની બહાર રહેવું તે તેનું સહજ સ્વરૂપ નથી. પરંતુ આ ભાવ પણ છે અનાદિકાલીન. કર્મના સંબંધમાં આવવાની યોગ્યતા (સહજમલ) અનાદિ કાલીન હોવાથી કર્મબદ્ધઆત્મા કર્માધીન બનેલો, કર્મથી પ્રેરાયેલા આત્માની બહાર રહે છે. તે કારણથી આત્મભાવ એ આત્માની શક્તિ સ્વરૂપ છે પણ બહિરાત્મભાવ તે આત્માનું બહિરંગ સ્વરૂપ છે, કદરૂપું સ્વરૂપ છે. તેનો નાશ થતો હોવાથી તે સહજ શક્તિ સ્વરૂપ નથી છતાં બહિરાત્મભાવ કહેવાય છે તેનું કારણ તે કદરૂપું પણ આત્માનું સ્વરૂપ છે. કર્મને આધીન પણ આત્મા જ પોતાના ભાવની બહાર જઈને રહે છે, તેનો અર્થ પોતાનું શક્તિ સ્વરૂપ ભૂલીને પરમાં
સ્વ શક્તિની ભ્રાંતિથી તે મય બની જાય છે તે પર શક્તિ સ્વરૂપમાં સ્વનું સ્થાન ગોઠવી દે છે માટે તેને પણ આત્મભાવ કહેવાય છે. પણ બ્રાનિતરૂપ શક્તિ સ્વરૂપે છે.
પરમાત્મભાવ તે આત્માના શુદ્ધ સ્વરૂપની શક્તિ છે. બહિરાત્મભાવ તે આત્માના અશુદ્ધ સ્વરૂપની શક્તિ છે. તે અશુદ્ધ છે તે પરના રંગથી છે માટે સહજ નથી. જે સહજ નથી તે નાશવંત છે. જે નાશવંત છે તેને આત્માથી ખસેડી શકાય છે. તે ખસેડવાનો પ્રયત્ન તે પરમાત્મભાવને પ્રગટ કરે છે. તે પ્રયત્ન ધ્યાનાદિ દ્વારા થઈ શકે છે. શુકલધ્યાનના બળથી એ શકય બને છે તે પહેલાં ધર્મધ્યાન દ્વારા તેનું (બહિરાત્મભાવનું) બળ ઓછું કરી શકાય છે. માટે ધર્મ ધ્યાન, શુકલ ધ્યાન ધ્યાવવું. ૧૦. અહિંસક ભાવ
. ૪, સં. ૨૦૪૮, દેવકીનંદન ભાવને અધ્યવસાયરૂપ માનવામાં આવે છે. અહીં અહિંસકભાવની વિચારણામાં હિંસા નહિ કરવાના અધ્યવસાય અથવા અહિંસાના અધ્યવસાય.
આપણે જ્ઞાયકભાવ વિગેરે અનાદિ સનાતન ભાવોમાં ભાવ શબ્દને આત્માની શક્તિરૂપ વિચાર્યો છે. તેથી ભાવ એ આત્માની બહારની કોઈ વસ્તુ નથી, આત્માની સાથે સદા રહેનારી વસ્તુ છે. માટે તે આત્માની જ એક શક્તિરૂપ છે.
ભાવ શબ્દ ભૂ ધાતુમાંથી બનેલો છે. હોવું, થવું અર્થને કહેનારો શબ્દ હોવાથી તે અસ્તિત્વ સૂચક છે.
પરંતુ જે અસ્તિત્વ માત્ર બતાવે છે તે ભાવશબ્દ શક્તિસ્વરૂપ બતાવે છે. એવા ભાવોમાં જ્ઞાયકભાવ તે સ્થાયીભાવ છે તે કદી અજ્ઞાયક ભાવ બનતો નથી અથવા અજ્ઞાયક એવો શબ્દ પણ કૃત્રિમ એટલે કર્મના સંબંધથી પણ (અજ્ઞાયકત્વ) થયેલો ભાવ બની શકતો નથી કારણ કે જો તેમ બને તો જીવત્વને હાનિ પહોંચે, માટે તે સ્થાયીભાવ છે.
બહિરાત્મભાવ, હિંસક ભાવ એમાં પણ ભાવ શબ્દ છે તેથી આત્માની શકિત જે પરમાત્મભાવ અને અહિંસકભાવરૂપ હતી તેની વિરુદ્ધના ભાવો જયારે આત્મા સ્વ સ્વરૂપની બહાર જાય છે ત્યારે તેનું
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org