________________
સ્વરૂપ (ક્ષાયિકભાવ)ની પ્રગટેલી પર્યાય શુદ્ધ છે. પર્યાય આત્માની સહજ છે. માટે જેમ જ્ઞાયકભાવ કદી અવરાતો નથી તેમ ક્ષાયિકભાવ પણ અવરાતો નથી. જે અવરાય છે તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ ગુણો છે. તે અવરાતા હોવાથી પલટાય છે, માટે પર્યાય કહેવાય છે. જો કે જ્ઞાનાદિ ગુણોનો મૂળ સ્વભાવ પલટાતો નથી. પણ આવરણના કારણે તે પરિવર્તનશીલ છે માટે સહભાવી ગુણ અને ક્રમભાવી પર્યાય કહી છે.
વૈ.વ. ૧, સં. ૨૦૪૮
જ્ઞાયકભાવ જેનો પ્રગટ સંપૂર્ણ છે તે આત્માનો પરમાત્મભાવ સોળે કળાએ ખીલી ઊઠેલો હોય છે. પરમાત્મભાવ એટલે આત્માની શુદ્ધતાનું અસ્તિત્વ. આ અસ્તિત્વ અનાદિ કાળથી આત્મામાં છે. કેમકે આત્મત્વ વિના આત્મા હોઈ શકે નહિ. અર્થાત્, આત્મા સત્ છે તો તેમાં રહેલું આત્મત્વ સત્ છે. આત્મત્વ સત્ છે તો તેની શુદ્ધતા પણ તેમાં સત્ (રહેલી જ) જ છે. એ શુદ્ધતા છે એ જ પરમાત્મભાવ છે. પરમાત્મભાવમાં શાયકાદિ ભાવો સમુદાયરૂપે અનાદિ કાળથી સ્થિર છે. જયારે પરમાત્મભાવ અર્થાત્, આત્માની શુદ્ધતા પ્રગટ થાય છે ત્યારે શાયકાદિ ભાવો પણ પ્રગટરૂપે હોય છે. જયાં સુધી આત્માને ઘાત કરનારાં કર્મો આત્માના ગુણોને ઢાંકીને રહેલા છે ત્યાં સુધી જ્ઞાયકભાવ પરમાત્મભાવ વિગેરે એવાને એવા જ હોય છે છતાં આત્મા તેને અનુભવી શકતો નથી.
આત્માને કર્મના આવરણ તળે શુદ્ધતા અનુભવાતી નથી, જો કે કર્મ આત્મા સાથે સંયોગ સંબંધે રહ્યા છે તેથી આત્માની શુદ્ધતાને હણી શકતું નથી પરંતુ કર્મ પોતાની મલિનતાની છાયા આત્માની બાજુમાં રહેલા હોવાથી આત્મામાં પાડ્યા વિના રહેતા નથી. તેની છાયા પડવાથી તે મલિનતા પણ અનુભવે છે અને તેના કા૨ણે સારી ખોટી અસર તળે આવ્યા કરે છે અને પોતાની મૂળભૂત શુદ્ધતાનું વિસ્મરણ થઈ રહ્યું છે અને શુદ્ધતા તો કદી હણાતી નથી. માટે આત્માના શુદ્ધ સ્વરૂપની વિચારણા સદા કરવી અને કર્મના પડછાયામાંથી ખસવા હંમેશાં પ્રયત્ન કરવો. એ પ્રયત્નને જ સમ્યગ્ કહેવાય છે. આત્માની શુદ્ધતા અને કર્મના પડછાયાને ઓળખ્યો તે દર્શન,
શુદ્ધતા અને કર્મના પડછાયાનો પરિચય થયો તે જ્ઞાન,
શુદ્ધતા અને કર્મના પડછાયામાંથી ખસવાનો પ્રબળ પુરુષાર્થ તે જ સમ્યગ્ ચારિત્ર છે.
તે ઓળખવા ગુરુના સમાગમમાં રહેવું, તેનો પરિચય કરવા આગમનો સંપર્ક કરવો, અર્થાત્, આગમનાં ગૂઢ રહસ્યોને આત્મસાત્ કરવાં, આગમમાં કહેલા પદાર્થોનું ચિંતન (અનુપ્રેક્ષા) કરી રહસ્યો મેળવી ભાવિત થવું. પ્રબળ પુરુષાર્થ કરવા આગમમાં બતાવેલા ઉપાયોને યોગ્ય સ્થાને અજમાવવા સક્રિય બનવું. ‘સમ્પર્શનજ્ઞાનવારિધિ મોક્ષમાń:'' દર્શન, જ્ઞાન, ચારિત્ર દ્વારા આત્માની શુદ્ધતા પ્રગટ કરવી અર્થાત્, પરમાત્મભાવ જે અનાદિથી સહજભાવ છે તે પ્રગટ કરીને આનંદ સહજ જે છે તેમાં મહાલવું.
સાધકનો અંતર્નાદ
૧૫. પરમાત્મભાવ
Jain Education International
For Private & Personal Use Only
87
www.jainelibrary.org