________________
તે હું અને વર્તનથી આ મારા શરીરને આમ થયું છે વિગેરે કોઈ શારીરિક અવસ્થા (બાલ, યૌવન, વૃદ્ધ) તે પોતાની જ માનવા લાગ્યો. રૂપાળું, કુબડું, રોગી, નીરોગી, ભૂખ્યો, તૃપ્ત, થાક, આરામ બધામાં જ હું ની બુદ્ધિ થવા માંડી, પછી તો જીવ કાંઈ બાકી રાએ ? તે શરીરના રખોપા માટે સંબંધમાં રાખેલા આહાર, ઉપધિ એ પણ આત્માના લાગવા માંડયા. જે આત્માથી શરીર કરતાં ઘણા દૂર છે, જે પ્રત્યક્ષ આત્માથી અતિ ભિન્ન (ભિજ્ઞાતિભિન્ન) પોતે જ દેખે છે અને અનુભવે છે. છતાં શરીર કરતાં ય તેની પ્રીતિ અનુપમ બની જાય છે અને તેની અનુકૂળતા-પ્રતિકૂળતા મોહને ભળાવીને આત્મા તેમાં લીન બનીને રાગ, દ્વેષને (આત્મા ફુટબોલ બને છે) પોતે ફુટબોલ બનીને રમવા દે છે અને પોતાને કર્મ (આઠ) રૂપ સોજા ચઢતા જ જાય છે તે પણ ભાનભૂલ્યો જાણતો નથી.
આ રીતે આ જગતમાં આત્મા જગતમાં એક સ્વરૂપમાં રહેલા પુદ્ગલના સંબંધથી નિરંતર મુસાફરી કર્યા જ કરે છે. તેનો અંત હજુ સુધી આવ્યો નથી.
બીજું, આત્માને આત્મા સાથે સંબંધ છે. સજાતીયપણાથી માટે ઉમાસ્વાતિ વાચક મહારાજે તત્ત્વાર્થ સૂત્રમાં જીવના લક્ષણમાં બતાવ્યું છે કે ‘“પયોગો ક્ષળમ્’’ ઉપયોગ જયાં જયાં છે, ત્યાં જીવ છે. માટે આત્મવત્ જીવને સકલ જીવરાશિ સાથે સંબંધ છે. આ સંબંધ લક્ષણથી કહ્યો. બીજું એક જીવના સંબંધનું લક્ષણ કહ્યું છે કે “પરસ્પરોપગ્રદો નીવાનામ્' જીવોને પરસ્પર સંબંધ હોવાના કારણે અનુગ્રહ-નિગ્રહ થાય છે. જો સંબધ ન હોય તો એક જીવથી બીજા જીવને અનુગ્રહ કે નિગ્રહ ન થાય. પરંતુ આપણને તે જાણવા અનુભવવા મળે છે કે તમે કોઈ પણ જીવનો ઉપકાર કરો તો તમને તે સ્વર્ગમાં મોકલી દે અને જો તેનો નિગ્રહ કરો, નાશ કરો તો તે નરકમાં મોકલી દે. આ સંબંધના કારણે બને છે.
જીવ જીવને સંબંધ ઉપકારી, અપકારી અને અપરિચિત એમ ત્રણ રીતે હોય છે.
૧૪. જ્ઞાયકભાવ
વૈ.શુ. ૧૫ જ્ઞાયકભાવ એ આત્માની શક્તિ છે. શક્તિ એ આત્માનું સ્વરૂપ છે. માટે આત્મ દ્રવ્યની જેમ તે સત્ છે. અર્થાત્, તેનું અસ્તિત્વ માત્ર છે પરંતુ જ્ઞાનાદિ પર્યાય તે કાર્યશીલ છે. જાણવું, જોવું, અનુભવવું તે પર્યાય દ્વારા થાય છે. તેમ આત્મામાં રહેલો શાકભાવ પણ સત્-અસ્તિત્વ રૂપ છે. કારણ કે આત્માની તે એક શક્તિ છે. તેના અસ્તિત્વથી જ્ઞાનાદિ પર્યાય દ્વારા આત્મા જોઈ શકે છે, જાણી શકે છે.
એ રીતે આત્મામાં ક્ષાયિકભાવ પણ રહેલો છે. તે પણ સત્ સ્વરૂપ છે. પરંતુ તે કર્મોના ક્ષયની અપેક્ષાએ પ્રગટે છે માટે તેનું નામ ક્ષાયિકભાવ છે. તે પણ આત્માની સાથે અનાદિથી સહજ છે. જો તે શક્તિ સ્વરૂપ ક્ષાયિક ભાવનું અસ્તિત્વ ન હોય તો આત્મા કદી કર્મની ક્ષીણતા ન કરી શકે. તેના અસ્તિત્વથી ચાર ઘાતિ કર્મનો ક્ષય થવાથી આત્મા નિજ ગુણનો ભોકતા બની શકે છે. સ્વમાં રમણતા, સ્થિરતા થવાથી અનંત કાળ સુધી સ્વરૂપ રમણી સ્વરૂપ ભોગી નિજાનંદમાં રહે છે. આ પણ શક્તિ
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
86
www.jainelibrary.org