________________
ધર્મ પ
વૈ.વ. ૮, સં. ૨૦૪૮, દેવકીનંદન અહિંસા, સંયમ, તપ એ ધર્મ સ્વરૂપ છે તેમાં વ્યવહારથી પળાતી અહિંસાથી આત્મામાં અહિંસાની પરિણતિ પેદા થાય છે.
કોઈ પણ અનુષ્ઠાનનું વારંવાર સેવન કરવાથી તે મય આત્મામાં અધ્યવસાય જાગે છે અને લાંબા સમયે તે દૃઢ બને છે, માટે દ્રવ્યથી પણ પરમાત્માએ બતાવેલા અહિંસા ધર્મનું પાલન કરવું.
રૂઢિ મુજબ પણ ક્રિયા નિષ્ફળ છે એમ માનીને છોડવી નહિ. વારંવાર તે કરવાથી આત્મામાં પરિણતિ જન્માવે છે. ક્રિયાની વિધિની ઉપેક્ષા ન હોવી જોઈએ.
અનેક ભવોના હિંસાના સંસ્કારો ઉપર તે કરાતી ક્રિયા ઘા કરે છે ત્યારે ભાવમાંથી હિંસા છૂટી જાય છે અને પરિણતિ નિર્મળ બને છે.
માટે જ હિંસાનો ત્યાગ કરવા ફરમાવ્યું છે, તે માટે ગૃહસ્થને સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત છે સાધુને સર્વથી પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત છે.
જગતમાં જડ, ચેતન બે દ્રવ્યો છે. જડની કિંમત નથી. ચેતનની કિંમત છે. હિંસા જડની નથી કહેવાતી, ચેતનની હિંસા કહેવાય છે કારણ જીવ મહાન વસ્તુ છે, તેનું રક્ષણ કરવું જોઈએ.
ધર્મ ૬
જે.શુ. ૭, સં. ૨૦૪૮, દેવકીનંદન અહિંસા, સંયમ, તપ એ ત્રણે પ્રકારનો ધર્મ વ્યવહાર નયથી સમજાવ્યો. તે સાથે એ ત્રણે ધર્મને નિશ્ચયથી પણ વિચાર્યો. “ધમ્મો મંગલ મુવિયું, દિના સંગમો સવો'' એ ધર્મનું સ્વરૂપ વ્યવહારથી કહ્યું.
હવે ‘વસ્તુ સરાવા ધો’” એ ધર્મનું નિશ્ચયથી સ્વરૂપ બતાવે છે.
વસ્તુનો સ્વભાવ તે ધર્મ. કોઈ પણ વસ્તુનો જે સ્વભાવ છે તે તેનો ધર્મ છે. જેમ અગ્નિનો ધર્મ ઉષ્ણતા, પાણીનો ધર્મ શીતળતા છે તેમ છ વસ્તુમાં (ધર્માસ્તિકાયાદિ) આત્માનો ધર્મ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ છે. અર્થાત્, જાણવું, જોવું, આનંદ પામવું તે આત્માનો સ્વભાવ છે. આ ધર્મ વસ્તુ સાથે અવિનાભાવી છે. ધર્મ વિનાની વસ્તુ જ નથી.
ધર્મ વસ્તુના અસ્તિત્વને બતાવે છે. સ્વભાવ કહો, ધર્મ કહો, કે ગુણ કહો, તે ત્રણે એક જ છે. આત્માના ગુણો અનંતા છે, પરંતુ ધર્મ એક જ છે સ્વભાવ. સ્વ-પોતાની, ભાવ-હાજરી બતાવવી, અસ્તિત્વ બતાવવું, સ્વભાવ આત્માની સત્તા બતાવે છે.
આત્માનું સત્ સ્વરૂપ તે સ્વભાવ. તે સત્ સ્વરૂપ કયા કયા ધર્મો-ગુણો બતાવે છે ? જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ. આ ધર્મો સંપૂર્ણ પ્રગટે છે ત્યારે આત્માનું સત્ સ્વરૂપ સંપૂર્ણ બહાર આવે છે અને તે પોતે જ અનુભવી શકે છે. માટે જ કહ્યું છે કે “જ્ઞાનવર્શનચારિત્રળિ મોક્ષમાń:'' જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રગટ
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
93
www.jainelibrary.org