________________
. ૧A. ચૈતન્યશક્તિ એ શું છે ?
કા.શુ. ૮, સં. ૨૦૫૦ ચૈતન્ય શક્તિ સમગ્ર વિશ્વમાં વ્યાપીને રહી છે કારણ કે તે શક્તિ એ આપણા આત્મામાંથી નીકળતો પ્રકાશ છે. જેમ દીપકનો પ્રકાશ જયાં દીપક છે ત્યાં બધી જગ્યાને પ્રકાશિત કરે છે તેમ આપણા આત્માની (શુદ્ધ) જયોતિ પ્રકાશી રહી છે તેનું આ તેજ જગતમાં વ્યાપી રહેલું છે. જેમ લાઈટના પ્રકાશનું તેજ વધુ તેમ તે વધારે વિસ્તારમાં ફેલાય છે. તેમ શુદ્ધ આત્મા એક તેજસ્વી (અરૂપી) પદાર્થ છે, જેનું તેજ અખિલ બ્રહ્માંડમાં ફેલાય છે તે તેજ આત્મામાં રહેલા જ્ઞાન ગુણનું છે અર્થાતું, આત્મામાં જે ચેતના છે તે એવી જાજ્વલ્યમાન તેજસ્વી છે જે દૂર દૂર સુધી પ્રકાશ પાથરે છે. ચેતના એ જ આત્માની સત્તા બતાવે છે.
જયારે ધ્યાનમાં આત્માને આપણા શરીરમાં નાભિ સ્થાને જોઈએ છીએ ત્યારે લાઈટના પ્રકાશની જેમ તેજસ્વી વસ્તુનાં દર્શન થાય છે. તેમાંથી એટલો બધો પ્રકાશ નીકળે છે કે જગત આખું તે પ્રકાશથી ભરાઈ જાય છે. તે પ્રકાશ એ જ આત્માની ચૈતન્ય શક્તિ છે, ચૈતન્ય શક્તિ એટલે આત્મામાં રહેલી પોતાની સત્તા પોતાનું અસ્તિત્વ જે શક્તિ બતાવી રહી છે તે પોતે આત્મા જ છે તેનું ધ્યાન જગત વ્યાપી પ્રકાશરૂપે કરવું તે નિર્મલ છે તેમાં કોઈ ડાઘ નથી, જ્ઞાન ગુણને કર્મનાં આવરણ લાગે પણ આ શકિતને કોઈ આવરણ નથી, તે સત્તામાં રહેલી આત્માની શુદ્ધતામાંથી નીકળતી ઝળહળ જ્યોતિ છે તે સદા અખલિતપણે આત્મામાંથી વહી રહી છે, તે શુદ્ધ જ છે. તે ચૈતન્ય શક્તિને જ આત્મજ્યોતિ કહેવામાં આવે છે. અશુદ્ધ પર્યાયમાં રહેલો આત્મા પણ પોતાની સત્તામાં રહેલી શુદ્ધતાને છોડતો નથી માટે અધુના (હમણાં) પણ તે જ્યોતિ તો પ્રકાશી જ રહી છે અને સમગ્ર વિશ્વમાં તે ફેલાયેલી છે. તેનું અસ્તિત્વ છતાં આપણી દષ્ટિ તેના તરફ ગઈ નથી, તેને જોવા માટે વિચાર પણ નથી કર્યો. હવે જાણ્યું કે એ હમણાં પણ પ્રકાશિત જ છે. તો તેનાં દર્શન કર ! અને આત્મ જ્યોતિ (અરૂપી પ્રકાશ) ને નિહાળીને આનંદ પામ, બહારના પ્રકાશને જોઈને ખેંચાયો પણ તારી જ્યોતિ-પ્રકાશ છે તેને તો નિહાળ! ૧Bચેતન્યશક્તિ એ શું છે ?
કા.શુ. ૧૦ ચૈતન્ય શક્તિ એ આત્મામાં રહેલી એક મૂળભૂત શક્તિ છે. બધી શક્તિઓનું કેન્દ્ર સ્થાન એ શક્તિ છે. જ્ઞાન એ ગુણ છે અને આ ચૈતન્ય શક્તિ એ તેનાથી અલગ વ્યક્તિત્વ ધરાવનાર આત્માનું શક્તિ સ્વરૂપ છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. ચૈતન્ય શક્તિ એ આત્માની એક શક્તિ છે, તે ચેતનાનું જ એક સ્વરૂપ છે. આત્મા ચેતનાથી જ પોતાની સત્તા ધરાવે છે. તે ચૈતન્ય શક્તિને આત્માની જ્યોતિ કહેવાય છે. તે નિરંતર આત્મામાંથી પ્રકાશી રહી છે. આત્મા આ શક્તિથી જ એટલો બધો તેજસ્વી છે કે તે સમગ્ર લોકમાં (ચૌદ રાજલોકમાં) પ્રકાશ પાથરે છે. શુદ્ધ આત્માની મનોહર કાન્તિ તથા સૌંદર્ય આ શકિતને કારણે જ જણાય છે. આત્મા સત્તાથી શુદ્ધ છે તેમ તે શુદ્ધ આત્માની ચૈતન્ય
સાધકનો અંતર્નાદ
123
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org