________________
શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા અને આતપ પણ પુદ્ગલો છે.
જડના ધર્મો પણ સામાન્ય અને વિશેષ છે. જડત્વ એ સામાન્ય છે, તે દરેક જડ વસ્તુમાં વ્યાપક છે અને વ્યક્તિ વિશેષ જુદી જુદી જડ વસ્તુમાં રહેલો છે.
આ ધર્મો એક વસ્તુથી બીજી વસ્તુ જુદી છે એમ ભેદ બતાવવા વિશેષ ધર્મ છે અને સઘળી વસ્તુ એક છે, જડ છે, પુગલ છે એમ અભેદ બતાવવા સામાન્ય ધર્મ છે.
આમાં પણ તરતમતાથી અનેક સામાન્ય અને વિશેષ ધર્મો ઘટે છે અને એ રીતે જુદી જુદી રીતે વસ્તુને એક સ્વરૂપે અને ભિન્ન ભિન્ન સ્વરૂપે ઓળખી શકાય છે.
એ પ્રમાણે તેમાં દ્રવ્ય અને પર્યાયરૂપે ઓળખવાની જરૂર છે. દ્રવ્ય નિત્ય છે, પર્યાય અનિત્ય છે. તેથી એ રીતે ઓળખવાથી રાગ, દ્વેષ અને મોહ પર વિજય મેળવી શકાય છે.
ઓળખવું એટલે જાણવું, સમજવું. રાગ, દ્વેષ, મોહ અજ્ઞાન જન્ય છે. માટે વસ્તુની સત્ય ઓળખ અજ્ઞાનનો નાશ કરવામાં મદદ કરે છે અને રાગાદિ ટળે છે.
લક્ષણ જાણવાથી જડ એ આત્માથી - ચેતનથી પર છે એમ ઓળખાય છે.
ધર્મો જાણવાથી જાતિ અને વ્યક્તિનો ભેદ સમજાય છે. જાતિમાં એકત્વ છે, વ્યક્તિમાં અનેકત્વ છે. બંને જડના ધર્મોમાં નહિ મુંઝાતા તેનાથી પર - ભિન્ન આત્મધર્મની ઓળખ કરવા જીવ લલચાય
જડ વસ્તુ પોતાનામાં દ્રવ્ય સ્વરૂપે અને પર્યાય સ્વરૂપે રહેલી છે. આ દ્રવ્ય અને પર્યાય સ્વરૂપને ઓળખવાથી જડ વસ્તુનું જ્ઞાન થાય છે.
લક્ષણ ઓળખવા માટે છે અને સ્વરૂપ તેને સમજવા માટે છે. સમજીને તેની સાથે કઈ રીતે વર્તવું તે ચેતન જાણી લે છે અને સમ્યગુ બોધથી તેના પ્રત્યે મમત્વાદિ મોહના ભાવોમાં જોડાતો નથી એ જ તેનું ફળ છે.
લક્ષણથી પોતાનાથી ભિન્નતા સમજાય છે. પોતાનાથી ભિન્નતાનું જ્ઞાન થાય છે. સ્વરૂપ સમજવાથી તેની સાથેનું વર્તન-ક્રિયા કેવા કરવાં તે સમજી લે છે અને આ રીતે જ્ઞાન, ક્રિયા જે ચેતનનો સ્વભાવ છે તેને સુધારવામાં જડનું જ્ઞાન અને ક્રિયા મદદરૂપ બને છે.
મ.શુ. ૧૦ હવે ચેતન એ શું વસ્તુ છે તે સમજવાની જરૂર છે. કારણ કે આપણે જડ, ચેતન એ બેની મિશ્ર અવસ્થા ભોગવીએ છીએ, પણ વાસ્તવિકતાથી તે આપણું સ્વરૂપ નથી. એટલે આપણે પોતાને જ ઓળખતા નથી. જયાં સુધી તેને ઓળખીશું નહિ ત્યાં સુધી તે સ્વરૂપનો પ્રેમ જાગશે નહિ કારણ કે તે અતીન્દ્રિય છે. તેથી ઈન્દ્રિયના વિષયભૂત થયેલા જડનો પ્રેમ છૂટતો નથી અને તે નહિ છૂટવાથી તેના કારણે થતા નવા નવા જડ કર્મોનો સંગ્રહ કરવાનો અટકતો નથી.
વળી અતીન્દ્રિય વસ્તુ કે ઈન્દ્રિય ગોચર જડ પુગલને સત્ય સ્વરૂપે ઓળખવા માટે તો શાસ્ત્રસાધકનો અંતર્નાદ
138
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org