________________
પ્રભુની વાણીનો જ આધાર છે કેમકે તેમને અતીન્દ્રિય જ્ઞાન છે અને નિર્મોહી હોવાથી જડના સત્યાર્થમાં મૂંઝાતા નથી તેથી તેનો સત્ય પ્રકાશ તે જ પાથરી શકે છે.
જડનું સ્વરૂપ તો પરમાત્માએ અનિત્યતાથી એવું બતાવ્યું છે કે તેની નાશવંતતા જો ખરેખર હૃદય સ્પર્શી બને તો તે જ ક્ષણે તેમાં મોહ કરવાનું બંધ થઈ જાય. જે શરીરાદિ નાશવંત હોવાથી દગો દેનાર છે તેની મજૂરી જીવનભર કયો આત્મા રાગથી કરે? તે અનિત્યતા તો ક્ષણે ક્ષણે દેખાડી રહ્યું છે બાલ્યવયમાં હતું તે યૌવનવયમાં નથી હોતું, વૃદ્ધાવસ્થામાં નથી હોતું. સવારે સાજું અને સાંજે માંદુ. તેનું આરોગ્ય કયાં ગયું? તેની કોઈ અવસ્થા વિશ્વસનીય નથી. છતાં ગમાર જીવ તેમાં મૂંઝાઈને અનેક તાંડવ કરે છે.
આ જડનું બાહા સ્વરૂ૫ ઈન્દ્રિય ગોચર બની શકે છે તેનું આંતર સ્વરૂપ તો અતીન્દ્રિય જ્ઞાની જ જાણી શકે છે માટે આપણે તો શાસ્ત્ર જ આધારભૂત છે. તેના ઉપર પ્રેમ કરવા જેવો નથી એવું પણ તેનું આંતર સ્વરૂપ ઓળખાયા પછી જ મનની દિશા તેના તરફથી બદલાય છે.
એક શરીર પુદ્ગલની વાત લઈએ તો પણ તેનું બાહ્ય સ્વરૂપ ફકત આકાર, વર્ણ વગેરે સુધી જ આપણી દૃષ્ટિ પહોંચે છે અને તેમાં રાગ-દ્વેષની પરિણતિ કરી મૂંઝાયેલો જીવ કર્મ બંધના થોકે થોક ભેગા કરે છે.
શરીરનું બાહ્ય સ્વરૂપ સમ્યગુ દૃષ્ટિથી નિહાળીએ-સત્યતાથી જોઈએ તો આપણે ઉપલક દૃષ્ટિથી જોઈએ છીએ તેવું નથી, તેનું બાહા સ્વરૂપ પણ સાત ધાતુ મય જીવે પોતાના કર્મના સહારાથી તૈયાર કરેલી કોથળી છે. વર્ણ, આકાર કર્ટે આપ્યો છે એ કર્મનો ય વિશ્વાસ શો? તે વિદાય લઈને બધું ફેરવી નાંખે ત્યારે જીવ તે શરીરમાં રાગી થઈને મૂંઝાતો હતો તેના બદલે દ્વેષી નથી થતો પરંતુ દુઃખી થાય છે અને કાંઈ પોતાની વસ્તુ ચાલી ગઈ હોય તેમ ગમગીન થઈ ચિંતા કરે છે અને તેને મેળવવા ફાંફા મારે છે પરંતુ અનિત્ય તે અનિત્ય કર્મે આપેલું તે લઈને ચાલ્યું ગયું. તેમાં અફસોસ શો ? તે શરીર પાસે ચાલાકીથી આપણી પોતાની વસ્તુ આત્મ સ્વરૂપની સિદ્ધિને પ્રાપ્ત કરવાની છે તે કામ લેવું એ જ આ મનુષ્યની બુદ્ધિ મળી છે. તેનો ઉપયોગ કરવાની જરૂર છે.
એવી રીતે ધન, આહાર વગેરે જડ પદાર્થો એ દરેક વસ્તુ નાશવંત છે પણ તેના ઉપરનો પ્રેમ શરીરના રાગીને છૂટતો નથી. કર્મે આપેલું કર્મ લઈ લે તેમાં દીનતા શાની? પુરુષાર્થ અવળો છે, જે વસ્તુ નાશવંત છે તે જાય તેમાં આશ્ચર્ય શું છે? શરીરનો પરિગ્રહ છે ત્યાં સુધી એ બધી જડ વસ્તુનો પરિગ્રહ ન છૂટકે કરવો પડે છે. આયુષ્ય કર્મના સહારે જીવતું શરીર જયાં સુધી સાથ આપે છે ત્યાં સુધી જરૂર પડે છે તો તેનો ઉપયોગ પણ તેના પુરતો જ કરવાનો રહે, વધુ ભાવિની ચિંતા કરીને શા માટે આત્મહિત ચૂકે છે? આ રીતે સમજીને બાહ્ય સ્વરૂપ (જડના)માં મૂંઝાવું નહિ. અમૂક વર્ષ (કાળ) ગયા પછી તારી બદલી થશે. અહીંના મળેલા સોબતીઓ અહીં રહેશે, વળી પાછી અન્ય સોબતો થશે. આમ કાળચક્ર ચાલ્યા કરે છે તે સાક્ષાત્ બધા અનુભવે છે તે વાતને ભાવિત કરો, ભૂલો નહિ આ રીતે આપણી ચેતન, જડની મિશ્ર અવસ્થાની વાત કરી સમજીને તેમાં નાશવંત એવા જડનાં મમતા-રાગ સાધકનો અંતર્નાદ
139
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org