________________
વગેરે છોડી નિત્ય શાશ્વત એવા ચેતનને ઓળખ, તેની મમતા કરવા માટે તેનું સ્વરૂપ વિચારીશું.
૨. જડનું આંતર-સ્વરૂપ
મ.શુ.૧૧ જડનું આંતર સ્વરૂપ જ્ઞાનીઓએ શાસ્ત્રમાં બતાવ્યું છે કે તે એક પરમાણુરૂપ છે. જડએ પુદ્ગલ સ્વરૂપ છે. તેના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એ ચાર રૂપમાં વહેંચાયેલું છે. જડ એ ધર્મ, અધર્મ, આકાશના અસ્તિકાયરૂપ છે તેના સ્કંધ, દેશ, પ્રદેશ એ ત્રણરૂપમાં વહેંચાયેલું છે.
આપણે અત્યારે વાત જડ પુદ્ગલની ચાલે છે તેના આંતર સ્વરૂપને નિહાળીએ તો તે પરમાણુઓનો જથ્થો છે જે આપણને દૃશ્ય બને છે, શ્રાવ્ય બને છે. એક પથ્થરનો ઢગલો કે એક રેતીનો ઢગલો પડ્યો હોય તેના ઉપર આપણને રાગાદિ થતા નથી.
સ્વાર્થ જનક રાગ મમત્વાદિ કારણે હોય તેની અહીં વાત નથી, પરંતુ તેનું સ્વરૂપ નિહાળતાં એ કોઈ રાગ ઉત્પાદક વસ્તુ નથી પણ તેને જોતાં જેમ જ્ઞાતા દ્રષ્ટાભાવ રહે છે તેમ દરેક જડ પુદ્ગલો તે પરમાણુનો જથ્થો છે એ દૃષ્ટિએ જોઈએ તો પૂર્વે બતાવેલા આપણા જીવનમાં જરૂરી આહારાદિ, ધનાદિ, શરીર વગેરે ઉપર રાગ પણ ન થતાં દ્વેષ પણ ન થતાં તટસ્થભાવ રહે છે.
જે કાંઈ દેશ્ય છે તે સર્વ પુદ્ગલ પરમાણુનો જથ્થો છે. આ પરમાણુના જથ્થાને કંધરૂપે સમજાવવામાં આવે છે. જે કાંઈ શ્રાવ્ય છે તે પણ પુદ્ગલ પરમાણુનો જથ્થો છે.
એમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે તેને પ્રગટરૂપે તે તે જીવે પોતાના કર્મ પ્રમાણે કરીને છોડી દીધેલા છે. તે મડદાં આપણને રાગ, દ્વેષ કરાવી શકે છે એ આશ્ચર્યની વાત છે.
એ પુદ્ગલોમાં સારા કે ખરાબની બુદ્ધિ આપણું આ જાતનું પુદ્ગલના આંતર સ્વરૂપનું અજ્ઞાન કરાવે છે. જો આત્મા તેના આંતર સ્વરૂપનું બોધપૂર્વક જ્ઞાન પામીને બોધિ (આત્મા) બને તો પુદ્ગલ પરમાણુના જથ્થા ઠેર ઠેર પડયા છે તે જો અને વૈરાગ્ય કર.
“જગત તણા સહુ ભાવો દેખી, કર વૈરાગ્ય જડ ભાવ ઉવેખી; જ્ઞાતા દ્રષ્ટા ભાવે સદા રમે તો, અંતે જીત છે તારી.''
મ.શુ.૧૩
જડ ચેતન મિશ્ર અવસ્થામાં રહેલા જીવે કેવું વર્તન કરવું ? કેવું વચન બોલવું ? કેવું ચિંતન કરવું? જેથી જડની સોબતથી છૂટો થાય ? આ જે પ્રશ્ન જેના સંબંધથી છે તે પણ જડ જ છે. વર્તન કાયા કરે, ઉચ્ચાર ભાષા કરે, ચિંતન-વિચાર મન કરે. કાયા ઔદારિક વર્ગણાનાં પુદ્ગલોથી રચાઈ છે, ઉચ્ચાર ભાષા વર્ગણાના પુદ્ગલોથી રચાય છે, વિચાર-ચિંતન મનોવર્ગણાના પુદ્ગલોથી રચાય છે. આ મન, વચન અને કાયા છે જડ, પરંતુ તેની સહાયથી જ જીવ કર્મબંધન રાગ, દ્વેષ, મોહ દ્વારા કરે છે અને તેની સહાયથી કર્મ બંધન તોડે છે કર્મ બંધન કે કર્મ મુક્તિ એ બન્નેમાં જોડનાર એ ત્રણ સાધકનો અંતર્નાદ
140
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org