________________
૧. શુદ્ધાત્માનું સ્વરૂપ
મ.વ. ૯, ૨૦૧૪ આત્માનું સ્વરૂપ સત્તાએ શુદ્ધ છે. તેના આત્માના) પ્રદેશો પણ શુદ્ધ છે. પરંતુ તેમાંથી નીકળતો પ્રકાશ તેના ઉપર વાદળાની જેમ આચ્છાન કરનાર કર્મ ઉપર પુલના જથ્થા પથરાએલા છે એટલે જે પ્રદેશો ઉપર જ્ઞાનાદિ ગુણોની જે સંતતિ રહેલી છે તે કર્મ પુદ્ગલોથી અવરાઈ ગઈ છે. જેટલા પ્રમાણમાં તે ગાઢ હોય, દઢ હોય તેટલા પ્રમાણમાં જ્ઞાનાદિ ગુણ પ્રકાશને આચ્છાદિત કરે છે.
આત્માનું શુદ્ધ સ્વરૂપ એટલે ચૈતન્ય શક્તિ. જડ અને ચેતન બે વસ્તુ સાથે પડી હોય તો ચૈતન્ય જે છે તે ઝળહળ્યા વિના રહેતું નથી. ચેતના એ કોઈ અલૌકિક શક્તિ છે. તેનો ઉપયોગ જીવ જડ વસ્તુમાં કરીને તેની શક્તિનો દુરુપયોગ કરે છે. તેનો ઉપયોગ તેને ઓળખવામાં થાય એ તે જેની અંદર રહેલી છે તે આત્માને ઓળખવામાં થાય તે ખૂબ જરૂરી છે.
શુદ્ધાત્મા નિરાકાર, નિરંજન છે. એટલે તેની સત્તા માત્ર જ ચિંતવી શકાય. પરંતુ મનથી પણ જોઈ શકાય નહિ. ગુણપૂંજ સ્વરૂપ ચિંતવીને તેના પ્રત્યે આદર, બહુમાન, રાગ વગેરે કરી તેના પ્રત્યેનું વલણ લાવી જડ વસ્તુનાં આદર, બહુમાન ઘટાડી શકાય. આ રીતે સાધના કરવી.
ફા.સુ. ૮, ૨૦૧૪ આ જીવ જન્મ અને મરણની ઘટમાળથી જંજાળી બન્યો છે. આ જંજાળમાંથી છૂટકારો મેળવવા માટે પરમાત્માએ માર્ગ બતાવ્યો છે. તે માર્ગ પોતે અપનાવ્યો છે અને જન્મ મરણની જંજાળમાંથી છૂટી મુક્તિ મેળવવી છે. કોઈ પુણ્યના બળે તેવા સ્થાને જીવ જન્મ પામ્યો છે જેના કારણે પરમાત્મા માર્ગદર્શક મળ્યા અને માર્ગ પ્રાપ્ત કરવા માટે ઉત્કૃષ્ટ પુરુષાર્થ પણ થયો. હવે તે માર્ગમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે નિરંતર પરમાત્માના માર્ગમાં વધુને વધુ અવગાહન કરવા પુરુષાર્થ પ્રેરક બળ મળે આ જન્મ મળ્યો છે અજન્મા થવા. પરંતુ સઘળી સામગ્રીના અભાવે અજન્મા ન થઈ શકાય તો પણ જયાં સઘળી સામગ્રીનો યોગ છે ત્યાં જન્મ લઈને પણ અજમા થઈ શકાય તેવો પૂર્ણ પુરુષાર્થ કરવાની સામગ્રી મળી છે. તે સામગ્રીમાં સ્વાધ્યાય અને ધ્યાનયોગની સિદ્ધિ મેળવી જીવન સફળ બનાવવું.
સ્વ + અધ્યાય = સ્વાધ્યાય. સ્વ એટલે આત્મા, તેનું અધ્યયન કરવું એટલે ભણવું-જાણવું. એનો અર્થ એ થયો કે સ્વાધ્યાય એટલે આત્માને જાણવો - ઓળખવો.
ઘણું જાણ્યું, ઘણું મેળવ્યું પણ આત્મા સિવાયનું પોતાને ભૂલીને ઘણું જાણવાથી જીવ અજન્મા થઈ શકતો નથી. નિરંતર દૃષ્ટિ-ઉપયોગ, દષ્ટિ કયાં રહે છે તે તપાસવું.
ફા.વ. ૩, સં. ૨૦૫૪ આપણી સૌથી નિકટમાં નિકટ વસ્તુ કઈ છે? આત્મા. તેની પ્રતીતિ તેના તેવા પ્રકારના વર્તન અને ક્રિયાથી થાય છે. કેમકે જયારે આ શરીરથી તે જુદો થાય છે, છૂટો પડે છે ત્યારે શુદ્ધાત્મા થઈને
સાધકનો અંતર્નાદ
173
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org