________________
૧. ગિરનાર તળેટીએ ધર્મશાળામાં
પો.વ. OIL ચૈતન્ય જગત વ્યાપી છે. કારણ કે આત્મ દ્રવ્ય એ વસ્તુ સત્ છે. આત્મદ્રવ્યનું અસ્તિત્વ (સત્તા) એ જ શક્તિ, શક્તિ કઈ? આત્માના અસ્તિત્વ-એટલે કે સત્તા-હોવાપણાની શક્તિ અર્થાતું, હોવાપણું એ જ શક્તિ છે એ શક્તિરૂપ જે વસ્તુ છે તે દ્રવ્ય છે. એટલે કે દ્રવ્ય એ શક્તિ છે, પર્યાય એ વ્યક્તિ છે.
તે દ્રવ્ય (આત્મ દ્રવ્ય) કેવું છે? સમગ્ર જગતમાં આત્મદ્રવ્યનું હોવાપણું (સત્તા) વ્યાપક છે. વસ્તુની સત્તા એ જ દ્રવ્ય. સત્તા એ જ શક્તિ. શક્તિ એજ દ્રવ્ય. તે આત્મ દ્રવ્યની સત્તા જગતમાં વ્યાપીને રહેલી છે. તે આત્મ દ્રવ્યની સત્તા ચૈતન્ય તરીકે ઓળખાય છે.
દ્રવ્ય માત્ર શક્તિરૂપ છે. દા.ત. ઘડો જોઈને અનેક ઘટમાં મૃદુ દ્રવ્યની શક્તિ હોવાથી એકાકારતાની પ્રતીતિ થાય છે.
એકાકારતા એટલે એક આકાર એવો અર્થ નહિ પણ અહીં આકારનો અર્થ મયર્ પ્રત્યયથી જે અર્થ થાય તે લેવાનો છે. એકાકારતા એટલે એકમયતા, એકતા, એકપણું. દરેક ઘટમાં એકપણાની પ્રતીતિ થાય છે. તે મૃદ્રવ્યની શકિતથી થાય છે કે આ ઘડો છે આ પણ ઘડો છે વિગેરે કેમકે વ્યકિતરૂપ ઘડામાં મૃદ્ધવ્યની શક્તિ રહેલી છે. તે એકનું ભાન કરાવે છે
એકલા દ્રવ્યની વિચારણા (પર્યાયની ગૌણતા) જ એકાકારતાની પ્રતીતિ કરાવે છે. માટે કેવળ આત્મ દ્રવ્યની વિચારણા (પર્યાયની વિચારણા રહિત) તે સમગ્ર જગતમાં રહેલી વ્યકિતરૂપ આત્માના પર્યાયોમાં આત્મ શક્તિ રહેલી છે જેને ચૈતન્ય શક્તિ કહેવાય છે. (અહીં ચૈતન્ય એટલે જ્ઞાનરૂપ ગુણ એવો અર્થ નહિ કરવો પરંતુ આત્મદ્રવ્યની સત્તારૂપ શક્તિ ગ્રહણ કરવી.) તેથી આ પણ જીવ છે આ પણ જીવ છે એવી દરેક વ્યક્તિમાં એકપણાની પ્રતીતિ થાય છે. કેમકે વ્યક્તિરૂપ પ્રાણીમાં ચૈતન્ય શક્તિ રહેલી છે તે દરેક વ્યક્તિમાં એકાકારતાની પ્રતીતિ કરાવે છે.
સમગ્ર જગત જયારે એક શકિતરૂપ લાગે છે ત્યારે તેમાં મળી જતું આપણું ચૈતન્ય. જેને આજ સુધી જુદી સત્તા સ્થાપીને સમગ્ર જીવરાશિથી ભેદ વડે-અલગ વ્યક્તિત્વ વડે રહીને દુઃખનો અનુભવ કર્યો છે, તે વ્યક્તિત્વનો ત્યાગ કરી શક્તિરૂપ પોતાની સત્તાનું ભાન થતાં તેમાં પોતાની વાસ્તવિકતા અનુભવાય છે અને સમગ્ર જીવરાશિ સાથે ચૈતન્ય શક્તિથી મિલનનો અભેદ આનંદ અનુભવાય છે.
સતુરૂપ શકિતને જણાવનારું આત્મદ્રવ્ય છે અને તે દ્રવ્ય ઓળખાવનાર ગુણ અને પર્યાય છે.
દરેક પદાર્થો સત્ છે તે સત્ પણું (સત્તા) જણાવનાર તે પદાર્થો છે અને તે તે પદાર્થોને ઓળખાવનાર તે તે પદાર્થના ગુણ-પર્યાયરૂપ શક્તિ છે અર્થાતુ, દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણે શક્તિરૂપ છે અથવા સતપણે છે. પરંતુ ગુણ-૫ર્યાયની શક્તિ દ્રવ્યને આધીન છે. પરંતુ દ્રવ્યની શકિત-સતુપણું સ્વતંત્ર છે. તે શક્તિ અન્ય કોઈ શકિતને આધીન નથી. તે શક્તિને આશ્રિત ગુણ-પર્યાયાદિ શક્તિઓ રહેલી છે. તેથી તે સર્વતંત્ર-સ્વતંત્ર એવી શક્તિ-સત્તા તે જ આત્મ દ્રવ્ય છે અને શક્તિની એકતા, એકાકારતા તે ચૈતન્ય શક્તિ કહેવાય છે. સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org