________________
મંડી પડવું જોઈએ એવું તેમના દેષ્ટાંતથી સચોટ લાગે છે. ઘણી વખત ધર્મ પ્રત્યે રાગ પણ સંયોગાધીન તેની કરણી ઓછી થતાં થતાં શુષ્ક થઈ જાય છે, માટે ૨૪ કલાકમાં જે નક્કી કરેલાં અનુષ્ઠાનોમાં જોડાયા તે પૂરાં કરવાની નિષ્ઠા રાખવી જોઈએ. જેથી આત્મસાત્ થતાં સ્વયં આંતરિક સમાધિ સહજ પ્રાપ્ત થઈ જાય. કેમકે વધારેમાં વધારે અસમાધિ કરાવનાર આપણું જ શરીર છે. આત્માથી ભિન્ન હોવા છતાં શરીરની અંદર એકમેક થઈને રહેલું છે. માટે જ શરીરને કંઈ પણ થાય કે આત્મા ખળભળી ઊઠે છે, અને બેચેની અનુભવે છે. મણીબહેન પાછલી અવસ્થામાં મોડા મોડા પણ જાગ્યા ત્યારથી જોરદાર આરાધનામાં લાગી ગયાં અને જીવન સફળ કરી ગયાં. શરીર પ્રત્યે બિલકુલ બેદરકાર આજે આઠમ છે ? ચૌદસ છે ? આયંબીલ તો કરવું જ જોઈએ. શરીરમાં તાકાત છે કે નહિ ! એ વિચાર ગૌણ રાખતાં. પર્વ દિવસે તપ તો અવશ્ય કરવું જોઈએ. કેવો તપ પ્રત્યેનો પ્રેમ ! એકેક અનુષ્ઠાન પ્રત્યે તેમની નિષ્ઠા હતી. કર્યા વિના ચાલે જ નહિ એવી માન્યતા શરીર માંદુ હોય તો ચાલે પણ ઓળીના દિવસોમાં તપ કર્યા વિના ન ચાલે. મને તો લાગે છે કે તેમને અનુષ્ઠાનોની નિષ્ઠાએ જ આટલી સમાધિ સુધી પહોંચાડયાં.
ન
અમુક નવકારવાળી તો ગણવાની જ તે નિષ્ઠાએ તેમને માંદગીમાં પણ બની શક્યું. (બીજાથી તો ન બની શકે) માંદગીમાં પણ ૨૫ બાંધી નવકારવાળી ગણવામાં રસ પૂર્યો. નમસ્કાર મહામંત્રના જાપના ફળ રૂપે લખેલ છે કે આ મહામંત્રના જાપ કરનારને મરતાં સમાધિ અવશ્ય રહે છે, એ આપણને પ્રત્યક્ષ દેખાયું. તેમનો ઘણો ખરો સમય નવકારના સ્મરણમાં જ જતો હતો. લાખોનાં જાપ થઈ ગયા તેના પ્રભાવે સંસારમાં કોઈ ઠેકાણે ચિત્ત લેપાયું નહિ, અને ભયંકર અશાતામાં પણ અરિહંતનું સ્મરણ જ પ્રિય લાગ્યું. કેવો મહિમા છે આ નવકારનો ! વૃદ્ધને પણ તારે, રોગીને પણ તા.
બીજું મણીબેન ૮૫ વર્ષે ગયાં તો પણ તેમની ખોટ તો સાલે જ ! કેમકે માનું વાત્સલ્ય કયાં મળે? જગતમાં વાત્સલ્યમાં ‘મા’ નો જોટો ન મળે. પોતાના સંતાનના સહેજ પણ દુ:ખમાં દુઃખી અને સુખમાં સુખી, સહેજ પણ સ્વાર્થ વિના. તેમાં આ માતા તો ધર્મપ્રેમી, શાંતસ્વભાવી, સહનશીલ, અનેક ગુણવાળી, પોતાનાં સંતાનોમાં પણ તે જ સંસ્કારો નાંખી અનેકાનેક ઉપકારોનો વરસાદ વરસાવનારી, એકલા શરીરની નહિ પણ આત્માની ચિંતા કરી સન્માર્ગે વાળનારી, ઘણા પુણ્યે આવી ‘મા’ મળે. પણ તું તો ધર્મને સમજનારી છું. મા કરતાં પણ અધિક વાત્સલ્ય વરસાવનારા અરિહંત પરમાત્માનું શરણ મળ્યું છે. તેમના વાત્સલ્યમાં માનું વાત્સલ્ય સમાઈ જાય છે. અનેકાનેક ભવોથી આપણી ચિંતા તેમણે કરી છે અને અંતના ભવ સુધી કરશે. તે અરિહંત માતાના વાત્સલ્યમાં ઝીલી આત્માના સંતાપને દૂર કરવો. આર્તધ્યાનથી દૂર રહેવું. તે તો જન્મથી માંડીને તે જીવ્યા ત્યાં સુધી સારી સેવા કરી છે. તેમને ધર્મનાં અનુષ્ઠાનોમાં સહાય કરી તેમની આત્માની પણ સેવા કરી છે સેવા મળ્યાનો સંતોષ અનુભવવો. બાકી તો બધાને એ જ માર્ગે જવાનું છે. કોઈને વહેલાં તો કોઈને મોડાં.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
એજ લિ. પદ્મલતાશ્રીના ધર્મલાભ
219
www.jainelibrary.org