________________
દુર્લભ છે. કેવો સુંદર યોગ મળી ગયો ? ઘરના પણ સેવાની ભાવનાવાળા બની ગયા. ચાતુર્માસ નિમિત્તે સુસાધુ મહારાજનો યોગ જે ઘણો દુર્લભ ગણાય તે પણ મળી ગયો. તેમના પ્રત્યે તેમના ધર્મ માટેની લાગણીને જોઈ પ્રેરાઈને ધર્મ શ્રવણ કરાવવા આવતા, દર્શન આપતાં. છેલ્લે સાધુનું દર્શન મળવું ગૃહસ્થને ઘણું દુર્લભ છે તે પણ તેમને મળ્યું. અતિદુર્લભમાં દુર્લભ વસ્તુઓ તે મેળવી ગયા છે. તેનો ખૂબ સંતોષ છે. આવા દુર્લભ યોગ મેળવવાનો પુણ્ય તેમણે અરિહંત પરમાત્માનું નામ લઈ લઈને ભેગું કર્યું છે. ભગવાનની આજ્ઞા શક્તિ અને સમજ પ્રમાણે તેમણે ખૂબ ભાવથી પાળી છે. તેનું ફળ તમે બધાએ નજરે જોયું. તેમનો આદર્શ સામે રાખજો અને મળેલી સામગ્રી, શકિત, સમજનો સદુપયોગ કરી ભગવાનની આજ્ઞાને વફાદાર રહી જીવનને સફળ બનાવજો.
ઘણી પુણ્યાઈથી આ માનવનું શરીર મળ્યું છે. જેમ મણીબહેને શરીરનો કસ કાઢી આત્મા માટે કમાણી કરી લીધી તેમ આપણે બધાએ તે કરવાનું છે. બાકી છેવટે બધાને જવાનું તો એ જ માર્ગે છે. તમે બધા પણ આત્મજાગૃતિ નિરંતર રાખજો અને અરિહંત પરમાત્માનું સ્મરણ કરવાની ટેવ પાડજો. અરિહંતના શરણે રહેવું તે જ સાચો સુખનો માર્ગ છે તે ભૂલશો નહિ. મૃત્યુને નજર સામે રાખજો. આયુષ્યનો ભરોસો નથી. માટે કર્મમુક્તિ માટેનો માર્ગ આ જીવનમાં વેગથી લેજો. આળસુ બનશો નહિ. મણીબહેનના આત્માને જયાં ગયા હોય ત્યાં શાસનદેવ શાંતિ અર્પે એ જ અભિલાષા.
લિ. પાલત્તાશ્રીના ધર્મલાભ
૨૨
સમાધિપત્ર રાજુલાબેન ઉપર નમસ્કાર મહામંત્ર સ્મારિકા રાજુલા.
ધર્મલાભ પૂર્વક લખવાનું કે અમે બધા દેવગુર સાથે સુખશાતામાં છીએ. બીજું સાણંદથી પત્ર હતો મણીબહેન ગયાં. મને તો લાગે છે કે આટલી સુંદર સમાધિ સાથે ગયા, એટલે તેમની નિશ્ચિત સદ્ગતિ સધાઈ છે. એમાં શંકા રહેતી નથી. આટલી વૃદ્ધાવસ્થામાં પણ તેમણે આત્માને કેટલો બળીયો કરી દીધો ! ખરેખર જે ધર્મ સાથે ઓતપ્રોત થઈ જાય છે, તેને ધર્મ કરવાની આડે વૃદ્ધત્વ કે રોગ આવતાં નથી. ઝંખના એ કોઈ અલૌકિક વસ્તુ છે. વસ્તુને પ્રાપ્ત કરવા માટે મરતા માણસને પણ ઊભો કરી દે તેવી તાકાત ધર્મ પ્રત્યેના રસમાં અને સિદ્ધિ માટેની ઝંખનામાં છે. તેમના જીવનમાંથી ઘણું શીખવા જેવું છે. વૃદ્ધત્વ કે રોગ તેમને ધર્મ કરતાં અટકાવી શકયા નથી. એ ધર્મ પ્રત્યેનો રાગ તેમનો કેવો હશે? સહેજ સહેજ શારીરિક અગવડમાં, વ્યવહારિક અગવડમાં આરાધના અનુષ્ઠાનોને મૂકી દેનારા આપણે કયાં? છેલ્લે સમાધિ માટે આ બધી પૂર્વ તૈયારી જોઈએ. નિષ્ઠાવાન બની ધર્મ આરાધનામાં
સાધકનો અંતર્નાદ
218
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org