________________
90
અ.વ. ૫
ધર્મલાભ !
મણીબહેનના દેહ ત્યાગના સમાચાર જાણ્યા. તેમની છેલ્લી ઘડી સુધીની સતત જાગૃતિ અને સમાધિ જાણી સંતોષ થયો છે. આવી સમાધિ ! એમ તમને બધાને આશ્ચર્ય થતું હશે. આવી સમતા રાખવાનું શીખવ્યું કોણે ? જે દિવસથી ગુરુ મહારાજે આપેલા નમસ્કાર મહામંત્રે એમના જીવનમાં પ્રવેશ કર્યો તે દિવસથી જ તેમનામાં સમાધિએ પ્રવેશ કર્યો છે. નવકારે જ આ બળ તેમને આપ્યું છે. નમસ્કાર મહામંત્ર શું આપે ? તે તમો સહુએ અનુભવ્યું છે. - હવે આપણે પણ દુઃખમાં સહનશક્તિનું બળ, આપત્તિમાં ધીરતા વગેરે એમના જેવા ગુણો જોઈતા હોય તો આજથી જ એ નમસ્કાર મહામંત્રનો જીવનમાં પ્રવેશ કરાવવાની જરૂર છે. તમે એક વખત એને સમર્પિત થઈ જાવ પછી એનો પ્રભાવ જુઓ.
અમે મણીબહેનની પાસે હોઈએ કે દૂર હોઈએ એમાં અમારું કર્તવ્ય એકજ હતું કે તેમની સમાધિ માટે અમારે સહાય કરવી અને તે કાર્ય અમે દૂર રહીને પણ ઘણું સારી રીતે નમસ્કાર મહામંત્રના પ્રભાવે કરી શકયા તેથી સંતોષ થયો છે. પણ તમે બધા લખો છો કે આવી સમાધિ તો હજારમાંલાખમાં કોઈકને જ પ્રાપ્ત થતી હશે. એવું લાગે છે. એટલે અમને પણ એમ થયું કે આવી સમાધિના દર્શનના લાભથી અમે વંચિત રહી ગયા.
તમે બધા પુણ્યશાળી છો કે આવી ધન્યમાતાની ત્રણ ત્રણ મહિનાથી સહેજ પણ થાકયા વિના સતત ચઢતા પરિણામે સેવા, ભક્તિ કરી માતાને સદ્ગતિ સાધવામાં સહાય કરી અને તમારા આત્માને પુણ્યાનુબંધી પુણ્યથી ભરી દીધો.
માંદા માણસને તેમને અનુકૂળતા-શાતા ઉપજે તેવી રીતે ચાકરી કરવા સાથે ધર્મશ્રવણ-નિર્ધામણા કરાવીએ તે તેમને વધુ ગ્રાહ્ય થઈ શકે છે. તમો બધાએ તે બન્ને વસ્તુ પૂરી પાડી છે તેથી તેમની સમાધિમાં દીન-પ્રતિદિન વિશેષ વિશેષ ચડતી આવતી હતી.
ર૧
રાજકોટ ધર્મલાભ !
તમારું તા. ૨૮નું લખેલું કવર મળ્યું મણીબહેનના સમાધિપૂર્વક દેહત્યાગના સમાચાર જાણ્યા. અમારી ઝંખના તેમની સમાધિની હતી તે સફળ થઈ. સર્મનોરથો હંમેશાં સહેલાઈથી ફળે છે. મણીબહેને ઘણું રોગાતક કષ્ટ સહન કર્યું અને ખૂબ સત્ત્વશાળી બની કર્મો સામે ઝઝુમ્યા, અંતે વિજય પ્રાપ્ત કરી ગયાં, કષ્ટ તેમની સમાધિને લૂંટી શકયા નહિ, એ જ આપણે તો આનંદનો વિષય છે. આવી લાંબી માંદગીમાં સમાધિ રહેવી ઘણી દુર્લભ છે અને સમાધિ રખાવનાર મળવા એ તો એનાથી યે સાધકનો અંતર્નાદ
217
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org