________________
૧. ચેતન્ય શક્તિ - શુદ્ધાત્મ દ્રવ્ય
કા.શુ. ૧૨, ૨૦૪૭, દેરાસરમાં, જુનાગઢ ચૈતન્ય શક્તિ એ જ શુદ્ધાત્મ દ્રવ્ય. શુદ્ધ આત્મદ્રવ્ય એટલા માટે કહ્યું કે તેમાં કોઈ વિકૃતિ નથી. કર્મના સ્પર્શથી વિકૃત નહિ બનેલું આત્મ દ્રવ્ય તે શુદ્ધાત્મ દ્રવ્ય.
ચેતન્ય શક્તિ એ શું છે? તે આત્મ દ્રવ્યમાં રહેલી વસ્તુ છે, આત્મ દ્રવ્ય કર્મના સ્પર્શથી મલિન, બેડોળ, વિકૃત બની ગયેલું હોય ત્યારે પણ આ શકિત તો એવીને એવીજ રહેલી છે તે વિકૃત થતી નથી. તે નિર્મળ, શુદ્ધ અને નિર્વિકાર છે.
શક્તિ એ શું ચીજ છે? તે નથી માટે તેને સમજવા અનુમાનનો ઉપયોગ કરવો રહ્યો. જેમ ધર્માસ્તિકાયની શક્તિ જીવ પુગલને ગતિમાં સહાયક છે તેમ આત્માની શક્તિ ચિદ્ છે-જ્ઞાન છે. તે આત્માને જ્ઞાત કરવામાં સહાયક છે, તે શક્તિ ચૌદ રાજલોકમાં વ્યાપીને રહેલી છે.
ધમસ્તિકાય લોક વ્યાપી છે માટે કોઈ પણ સ્થળેથી જીવ, પુગલ ગતિ કરી શકે છે કેમકે જે સ્થળેથી ગતિ કરે છે ત્યાં પણ ધર્માસ્તિકાય છે, તે શક્તિરૂપે વ્યાપક છે અને વ્યક્તિરૂપે તો જે સ્થળે જે જીવ પુદ્ગલ ગતિ કરે તે ધર્માસ્તિકાય જુદો, બીજા સ્થળે બીજી વ્યક્તિ ગતિ કરે તે ધર્માસ્તિકાય જુદો. આ પ્રમાણે ધર્માસ્તિકાયની વ્યાપક શક્તિ ભિન્ન ભિન્ન વ્યક્તિને સહાયક બનવા દ્વારા તે પણ ભિન્ન-ભિન્ન વ્યક્તિરૂપે પ્રગટ થાય છે. તેમ ચૈતન્ય શક્તિ ચૌદ રાજલોકમાં કોઈ પણ ઠેકાણે જ્ઞાન કરે
-ભિન્ન વ્યક્તિરૂપ આત્મામાં શક્તિ સ્વરૂપ એક જ છે. દરેક આત્મામાં જ્ઞાનશક્તિમાં કોઈ પણ તરતમતા નથી. દૂધની અંદરથી શક્તિ સમાન જ છે. પ્યાલાના દૂધમાં કે તપેલીના દૂધમાં જે શક્તિ છે તેમાં તરતમતા નથી માટે દૂધ શક્તિથી એકજ સરખું હોવા છતાં તપેલી કે પ્યાલારૂપે વ્યવધાન આવવાથી દૂધ ભિન્ન ભિન્ન વ્યતિરૂપે નજરે પડે છે.
તેમ ચૈતન્ય શક્તિ આત્મામાં સમાન જ છે ફકત ભિન્ન ભિન્ન શરીરના વ્યવધાનથી ભિન્ન ભિન્ન આત્મા વ્યક્તિરૂપે નજરે પડે છે.
આત્મા સત્-ચિતુ-આનંદ સ્વરૂપ છે. બીજાં દ્રવ્યોમાં સત્પણું છે પણ ચિ અને આનંદ, જ્ઞાન અને ક્રિયા, જાણવું અને આનંદ પામવો એ બે ક્રિયા નથી. આ બે ક્રિયા કેવળ આત્મામાં જ છે.
બીજાં દ્રવ્યો વ્યક્તિરૂપે પણ નિષ્ક્રિય છે. આત્મ દ્રવ્ય વ્યક્તિરૂપે સક્રિય છે. જ્ઞાન અને ક્રિયા મુક્તિમાં પણ ચાલુ છે. કેમકે તે તેનો સ્વભાવ છે. બીજી દૃષ્ટિએ વિચારીએ તો જ્ઞાન પણ જાણવાની આત્માની ક્રિયારૂપ છે અને આનંદ પામવું એ પણ ક્રિયા છે. તેથી આત્માની શુદ્ધ પર્યાય મુક્તિમાં આ રીતે સક્રિયતાથી અનુભવાય છે.
જયારે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો નિષ્ક્રિય છે, જડ છે. તેની પર્યાય સક્રિયપણું બતાવે છે, તે પણ ચેતન એવા દ્રવ્યથી જ. પોતાનામાં સક્રિયતા નથી માટે તેની પર્યાય પણ સઘળી પરને આધીન છે, માટે અશુદ્ધ પર્યાય છે. તેની શુદ્ધ પર્યાય ચૌદ રાજલોકનો આકાર છે તે, આત્માની પર્યાય પણ જે અશુદ્ધ છે તે પરને આધીન છે. સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org