________________
બંધ જનિત અને જ્ઞાનાવરણીય આદિ ક્ષયોપશમ જનિત, શ્રાવક, સમકિતી પણ મોહ સાથે જ્ઞાનાવરણીય ક્ષયોપશમ જનિત પર્યાય પ્રગટ છે. તે સિવાયના જીવો શુભ-અશુભ કર્મભનિત પર્યાય ગ્રહણ કરે છે પરંતુ સાથે મોહનીયાદિનો ક્ષયોપશમ ન હોવાથી સંસારમાં રખડે છે.
વૈ.શુ. ૫, ૨૦૪૬, નવપલ્લવ પાર્શ્વનાગ ભગવાનનું સાનિધ્ય, માંગરોલ પરમાત્માનું મુખારવિંદ જોતાં કેવળ વિતરાગતા નીતરતી હતી, ત્યાં વિચાર આવ્યો કે, હે પરમાત્મા પાર્થપ્રભુ ! તારું સ્વરૂપ નિરંજન, નિરાકાર છે. ત્યાં વિતરાગતા કયાંથી આવી? ઓહ! સમજાયું. સ્વરૂપ તો તારું અને મારું ભેદ પાડતું નથી. તારું આત્મ દ્રવ્ય કેવળ છે (શુદ્ધ છે) તે તો તારું કહો કે મારું કહો ત્યાં ભેદ જ ક્યાં છે? જે નિરાકાર, નિરંજન દ્રવ્ય છે તે હું છું. પછી તારું દ્રવ્ય હોય કે મારું ! તારું દ્રવ્ય મારું દ્રવ્ય તો પેલી પર્યાયો ભેદ પાડે છે. દ્રવ્યના સ્વરૂપનો તો ભેદ પાડ્યો પડે તેમ નથી. નિરંજન, નિરાકારતા જયાં છે તે દ્રવ્ય. અરે ! છ દ્રવ્યોમાં પણ આત્મ દ્રવ્ય (ચેતન દ્રવ્ય) આ છે એવો ભેદ પાડનાર પણ સહજ પર્યાય જે સદા સાથે જ રહે છે, કદી જુદી પડતી નથી તે જ્ઞાન (સ્વભાવ) જ પર્યાય છે. જેને ચેતન્ય કહેવાય છે.
આપણે બધા ચેતન્ય સ્વરૂપી આત્મદ્રવ્ય છીએ પણ તેમાં ભેદ પાડનાર પર્યાયની વિકૃતિ છે. મારી પર્યાય વિકૃત છે પણ હે પ્રભુ ! તારી પર્યાય શુદ્ધ છે. જે પર્યાયમાં પણ વિકાર નથી, દ્રવ્યમાં તો નથી અને પર્યાય પણ તારી નિર્વિકાર છે. જેમાં કર્મજન્ય કોઈ રાગાદિ વિકાર નહિ હોવાથી શુદ્ધ નિર્વિકાર નિર્મળ તારી પર્યાય છે. જે પર્યાયમાં કેવળ વિતરાગતા ઝળહળે છે. નિહિતા પ્રસરેલી છે. ઉદાસીનતા શોભી રહી છે, જે તારા સ્વરૂપના આભૂષણરૂપ છે. તારા સ્વરૂપને શોભાવી રહી છે.
તારો ને મારો ભેદ પાડનાર પર્યાય છે. તારી કર્મ વિયોગજન્ય પર્યાય છે, મારે કર્મ સંયોગ જન્ય પર્યાય છે. કર્મ વિયોગ જન્ય પર્યાયમાં કર્મનો અભાવ હોવાથી કોઈ કર્મનો વિકાર નથી. આ પર્યાય સહજ છે.
મારે કર્મ સંયોગ જન્ય પર્યાય તારાથી વિરુદ્ધ પર્યાય છે જે નવી ઉત્પન્ન થયેલી છે, વળી જે સહજ પર્યાયને ઢાંકનારી છે. રાગાદિ વિકારવાળી હોવાથી આત્મગુણોનો ઘાત કરનારી છે. વળી એ રાગાદિ પર્યાયથી યુકત આત્માએ પોતાની જાત જાતની પર્યાય બનાવી નવાં નવાં નાટક કરી જગતમાં ભટકતો ભિખારીની જેમ પોતાનો સ્વાંગ બતાવે છે.
આ પર્યાયોમાં ઔદયિક ભાવની પર્યાયો કેવળ રાગ-દ્વેષ પર્યાયને ઉત્પન્ન કરાવે છે અને રાગાદિ પર્યાય સુખ-દુઃખના અનુભવ કરાવે છે.
માટે આ ઘાતિ કર્મના ક્ષયોપશમ જન્ય અને અઘાતિના ઉદય જન્ય પર્યાયોને તેનાથી પર એવો તું હે આત્મન્ ! શુદ્ધાત્મ દ્રવ્ય સ્વરૂપને નિહાળી ઉપયોગરૂપ આંખથી જો.
આ તારી પર્યાય નથી, તે તો કર્મની ઊભી કરેલી છે. તું તેનાથી તદ્ન ભિન્ન છે, કર્મના કારણે તેનો સંયોગ થયેલો છે માટે તેને તું વોસિરાવી દે અને તારી જે સહજ પર્યાય છે તેને તું ભોગવ અને સાધકનો અંતર્નાદ
21.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org