________________
ચે.વ. ૮, વેરાવળ દ્રવ્ય એ સામાન્ય છે, પર્યાય એ વિશેષ છે.
આત્મ દ્રવ્યના સામાન્યનું જ્ઞાન કહો કે સત્તાનું જ્ઞાન કહો કે દર્શન-શુદ્ધાત્મ દ્રવ્યનું દર્શન કહો એ એક જ છે.
જયારે સામાન્યનું સત્તાનું જ્ઞાન હોય ત્યારે વિશેષ ગૌણરૂપે હોય છે. અર્થાતું, દ્રવ્ય અને પર્યાય હોય તો સાથે જ પરંતુ જયારે કેવળ સત્તાનું સામાન્યનું જ્ઞાન હોય ત્યારે વિશેષ ગૌણ રહે છે.
ધ્રુવસત્તા એ સામાન્ય છે અને અવાસ્તર સત્તા વિશેષ છે.
અવાસ્તર સત્તા છે તો દ્રવ્યનીજ. પણ દ્રવ્ય અને પર્યાય એ બંનેમાં કોઈ ગૌણ-મુખ્ય નહિ. બંનેની સત્તા તે અવાસ્તર સત્તા. પરંતુ દ્રવ્ય વિનાની પર્યાય હોતી નથી છતાં સત્તા દ્રવ્યની મનાય. પર્યાયનું અસ્તિત્વ મુખ્ય નથી માટે.
આમ તો દ્રવ્ય સત્ છે, ગુણ પણ સત્ છે અને પર્યાય પણ સત્ છે. જે સત્ છે તેમાં સતું પણું એટલે સત્તા છે. એ પ્રમાણે જેટલા પદાર્થો અને પર્યાયો છે તે સત્તારૂપે જ રહેલા છે. પરંતુ મુખ્યતા દ્રવ્યની છે. માટે શક્તિરૂપે સત્તા તેની માનીને નિર્વિકલ્પતા સાધવાની છે અને પર્યાયરૂપે તે વખતે ગૌણતા છે માટે વ્યક્તિરૂપે તે સત્તાનો વિકલ્પ નથી હોતો. જયારે પર્યાયરૂપે સત્તાને મુખ્ય રાખીએ છીએ ત્યારે દ્રવ્યની સત્તા ગૌણ છે. કેવળ વ્યક્તિની સત્તા માનીને પંચ પરમેષ્ઠિ જે આત્મામાં રહેલ પર્યાયને પ્રગટ કરવા માટે ધ્યેયરૂપ બનાવવા માટે છે.
શક્તિરૂપે ધ્યેય શુદ્ધાત્મ દ્રવ્યને બનાવવાનું છે તે નિર્વિકલ્પ ધ્યાન માટે અર્થાતુ, નિર્વિકલ્પ દશામાં જઈને કર્મ નિર્જરા માટે છે જેને શુકલ ધ્યાન કહેવાય છે. તેનાથી કર્મનો ક્ષય કરીને કેવળજ્ઞાન અને મોક્ષ તરફ જવાની પ્રક્રિયા થાય છે અને પંચપરમેષ્ઠિરૂપ પર્યાયની મુખ્યતા રાખીને વ્યક્તિરૂપે ધ્યેયરૂપ બનાવવાનું છે તે સવિકલ્પક ધ્યાન માટે છે તેથી ધર્મધ્યાન થાય છે અને તે ધ્યેયની પ્રાપ્તિ માટે શુભ (પુણ્ય)નો બંધ કરાવી અંતે શુદ્ધાત્મ દ્રવ્યના ધ્યાનથી સોડાંની પ્રતીતિ થાય છે અને તેમાં તદ્રુપ થયેલો આત્મા શુકલ ધ્યાનની શ્રેણિએ ચઢી સકલ કર્મનો ક્ષય કરી સિદ્ધ પદ પ્રાપ્ત કરે છે.
ચે.વ. ૧૧ અખિલ બ્રહ્માંડમાં એક ચૈતન્ય સ્વરૂપ શુદ્ધાત્મ દ્રવ્ય વ્યાપીને રહેલું છે તે તેની (દ્રવ્યની) ધ્રુવ સત્તા છે અવાન્તર સત્તામાં બે પ્રકાર પડે છે.
તેમાં (૧) શુદ્ધ પર્યાય પ્રાપ્ત કરે છે (૨) શુભ-અશુભ પર્યાય ગ્રહણ કરે છે. પંચ પરમેષ્ઠિ છે તેમાં શુદ્ધ પર્યાય પ્રગટ છે તે સિદ્ધ પર્યાય. શુભ પર્યાય ગ્રહણ કરે છે તે અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શ્રાવક તથા સમકિતી જીવો. તે સિવાયના જીવદ્રવ્યો શુભ-અશુભ પર્યાય ગ્રહણ કરે છે.
અરિહંત પરમાત્માની પર્યાય શુભ કર્મના બંધ જનિત અને કર્મક્ષય જનિત છે. આચાર્ય પર્યાય શુભ કર્મના બંધ જનિત અને કર્મના ક્ષયોપશમ જનિત છે, ઉપાધ્યાય સાધુ ભગવંત પર્યાય પણ શુભકર્મ સાધકનો અંતર્નાદ
20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org