________________
હવે ભવ્યત્વની યોગ્યતા છે તે દ્રવ્ય કેવું છે? નિતરંગાદિ સ્વરૂપ તે દ્રવ્ય કઈ ક્રિયા કરવા માટે યોગ્ય છે? જગતનું દર્શન-જ્ઞાન (જાણવા-જોવારૂપ) ક્રિયા કરે છે.
ચૈ.વ. ૬, સં૨૦૪૬, વેરાવળ શુદ્ધાત્મ દ્રવ્ય જગતમાં આકાશની જેમ વ્યાપીને રહેલું છે, આકાશની જેમ તે એક છે, અખંડ છે, અવિચલિત છે, અમ્મલિત છે, અભેદ્ય છે, નિસ્મકંપ છે, સ્તિમિત છે, નીરવ છે, તેનું જ ચિંતન કરવું, તેને જ ઉપયોગમાં ધારણ કરવો, તેને જ ઉપયોગરૂપ ચક્ષુથી જોવા પ્રયત્ન કરવો. તે સ્ફટિક જેવું નિર્મળ છે અર્થાતું, તેને જોવામાં કોઈ વસ્તુ આડે આવી શકતી નથી, પડદો કરી શકતી નથી. માટે જ સદા તેનું દર્શન અવિચ્છિન્નપણે થઈ શકે છે. ઉપયોગથી કરેલું દર્શન તેના સંવેદન સુધી લઈ જાય છે. તેનું સંવેદન તે જ શુદ્ધાત્મ દ્રવ્યનો અનુભવ છે, તેમાં આનંદની ઊર્મિઓ વહે છે.
કેવળ દ્રવ્યના ચિંતનમાં-તે (દ્રવ્ય) એક અખંડ વિગેરે રૂપે જોવાય છે જેમ આકાશ દ્રવ્ય. પરંતુ જયારે તે આકાશમાં ઘટ રહેલો છે તે આકાશ જોઈએ છીએ ત્યારે ઘટાકાશ દેખાય છે ત્યારે અનેક આકાશ-ખંડરૂપ આકાશનું દર્શન થાય છે તેમ આત્માની (આત્મ દ્રવ્યની) પર્યાયો હોય છે, તેમાં ભિન્ન ભિન્ન આત્માનું દર્શન થાય છે. જે મનુષ્ય દેહમાં રહેલો છે, પશુ દેહમાં, દેવ દેહમાં, નારકી દેહમાં રહેલો છે. એમ કર્મના સંબંધથી વિકૃત પર્યાય ધારણ કરીને રહેલો છે ત્યારે તો તેનું સ્વરૂપ એવું કદરૂપું લાગે છે કે આવું શુદ્ધ દ્રવ્ય ! અને એણે આને ક્યાં સ્વીકાર્યું ? સુખ-દુઃખરૂપ મિશ્રિત આ પર્યાય અને તે (સુખ-દુઃખ) પણ આભાસરૂ૫ અનુભવે છે. તે દ્રવ્યમાં જ પોતે અશુદ્ધ પર્યાયને ધારણ કરીને પોતાની જુદી દુનિયાને અનુભવતો એકલતાનો અનુભવ કરે છે અને તે એકતાનો પોતાનો મૂળ સ્વભાવ છે તેથી એકલા નહિ રહી શકતો પર્યાયોમાં એકતા કરવા ઝંખના કરે છે અને એકતા કરવા ફાંફા મારે છે, અને દુઃખી થાય છે, ત્યારે શુદ્ધ વ્યવહાર ધર્મનો આશ્રય લેતો શાંતિ અનુભવે છે.
આત્મા અને આકાશમાં એટલો તફાવત છે કે આત્મા ચેતન છે, આકાશ જડ છે. ચેતન હોવાથી કર્મ (જડ)ની અસર ગ્રહણ કરે છે તેથી લેપાય છે અને ગંદો થાય છે. જયારે આકાશને ઘટાદિના સંપર્કથી પર્યાય ગ્રહણ થાય છે પણ તે તેનાથી અલિપ્ત છે કારણ કે તેમાં ચેતના નથી. ચેતના અશુદ્ધ દ્રવ્ય (કર્મ)ને આધીન થયેલા આત્માને રંગે છે, ત્યારે તેમાં સારા ખરાબ રંગોનાં ચિત્રો પડે છે તે જ તેની અશુદ્ધ પર્યાય છે.
જયારે આત્મા કર્મ રહિત હોય છે ત્યારે તેની ચેતના કેવળ જ્ઞાન-દર્શનરૂપ પર્યાયને ધારણ કરે છે, જે પોતાના ભાવને સ્વભાવને) જ જુએ છે, જાણે છે અને તેમાં લીન રહે છે તેથી ત્યાં કેવળ શુદ્ધ સુખનો અનુભવ-આનંદ કરે છે.
આ રીતે આકાશ અને આત્મામાં જડતા અને ચૈતન્યનો ભેદ હોવાથી શુદ્ધ અશુદ્ધ પર્યાયોના ભેદમાં તરતમતાના કારણે સુખ-દુઃખની લાગણી વિગેરે આત્મામાં છે, આકાશમાં નથી.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org