________________
૨. સામ સામાયિક-તે છકે ગુણઠાણે મુનિવરોને હોય છે.
અહીં આત્મ સમાન ભાવે વર્તન છે. જેમ જીવ સઘળા જીવોને પોતાના જેવા (સુખ ગમવું દુઃખ ન ગમવું) જુએ છે સાથે સાથે બીજા જીવોને દુઃખ ન થાય તેમ વર્તન કરે છે. આ વર્તન છ કાય જીવોની રક્ષામાં તત્પર એવા મુનિવરો સિવાય કોઈ કરી શકે નહિ.
આ સામ સામાયિકમાં પરિણામ અતિ મધુર હોય છે કારણ કે બીજા જીવોને પીડા થાય તેવું આચરણ કરી શકતા નથી. બીજા જીવોના સુખની ઈચ્છા સાથે દુઃખ ન થાય તેવા વર્તનમાં, જીવો સાથે અભેદતા વૃદ્ધિ પામે છે જેમ જેમ અભેદતા નિકટ તેમ તેમ પરિણામની મધુરતાનો આસ્વાદ તીવ્ર બનતો જાય છે.
આત્મ સમાન ભાવે જોવામાં જીવો સાથે અભેદતાની શરૂઆત થાય છે. કારણ કે વર્તન તો દુઃખી કરવાનું ચાલુ છે માટે માનવામાં પરિણામની કલુષિતતા ટળે છે અને મધુરતા આવે છે પણ અભેદ તીવ્ર નથી બન્યો.
સામ સામાયિકમાં વર્તન પણ સુધરે છે અને જીવોની પીડા વર્જે છે ત્યારે પરિણામમાં કલુષતા તો ટળી જ ગઈ છે પણ પરિણામ તીવ્ર મધુર બનવાથી અભેદતા નિકટભાવી થવાથી તીવ્ર બને છે.
૩. સમ્મ સામાયિક - અહીં તો ગમે તેવો શત્રુભાવમાં રહેલો જીવ હોય તો પણ તેને પીડા તો નથી કરતાં પણ આત્મ સમાન ભાવે જુએ છે અને વર્તે છે. કોઈ વાંસલાથી શરીરને છોલી નાખે કે ચંદનનું વિલેપન કરે તો નહિ છોલનાર ઉપર દ્વેષ કે વિલેપન કરનાર ઉપર રાગ નહી પણ બન્નેને આત્મ સમાન ભાવે જ જુએ છે અને વર્તે છે. અર્થાતુ, તેને ઉપકારી માની તે પણ સુખી થાય એ ભાવમાં રહે છે. જેથી પરિણામની મધુરતા તીવ્રતર બની જવાથી, અતિ નિકટ તીવ્ર અભેદતાનો અનુભવ કરે છે.
આ સમ્મ સામાયિક પ્રાપ્ત થતાં ક્ષેપક શ્રેણિ આરોહણમાં કિલષ્ટ કર્મોનો નાશ કરી ઘાતિ કર્મોનો ક્ષય કરે છે અને કેવળજ્ઞાન પામે છે અને સંસાર સાગરના પેલે પાર મોક્ષ નગરમાં પહોંચી જાય છે.
ચોથે અભેદતા માનવામાં, છ અભેદતા વર્તનમાં. સાતમે અભેદતા આત્મસાતું હોય છે.
૪. અજીતનાથ ભગવાનનું સ્તવન
મા.વ. ૨, ૨૦૪૮, શંખેશ્વર “અજીત નિણંદશું પ્રીતડી મુજને ન ગમે તો બીજાનો સંગ કે”
શુદ્ધ આત્મ સ્વરૂપે પ્રગટ થયું છે એવા પરમાત્માની મને, પ્રીતિ એવી લાગી છે કે હવે બીજાનો (પરમ આત્મ સ્વરૂપ સિવાય) સંગ ગમતો નથી.
“માલતી ફૂલે મોહિઓ, કિમ બેસે હો બાવળતરુ જૅગ કે”
જેમ ભ્રમર માલતીના ફૂલ પર મોહિત થયો હોય તે બાવળીયા ઉપર શા માટે બેસે ? તેમ હું પરમ આત્માના ગુણોની સુવાસમાં મોહિત થયો છું તો જડભાવમાં કેમ રાચું ? હે પ્રભુ! હવે મને
સાધકનો અંતર્નાદ
63
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org