________________
નામ સમ્યગૃષ્ટિ-સાચી સમજ.
આ ઘાતિ અઘાતિ કર્મ જન્ય પર્યાયના જ્ઞાતા-દ્રષ્ટા બનીને પોતાની વાસ્તવિક પર્યાયને સ્મરે, અર્થાતું, સમ્યગુ દષ્ટિ આત્મા સદા ઝુરતો હોય ! શા માટે? પોતાની વાસ્તવિક પર્યાયના સ્મરણથી, તેનું મમત્વ જાગ્યું છે, પ્રીતિ જાગી છે અને જે પર્યાય વર્તમાનમાં ભોગવી રહ્યો છે તેને ઓળખી ગયા છે કે આ બધી બનાવટ છે મારી પોતાની વસ્તુ આ નથી પરંતુ નવપદ આદિ પર્યાય મારી છે. આ રીતે નવપદના દર્શન, વંદન, ચિંતન, ધ્યાનથી વાસ્તવિક પર્યાયનું સ્મરણ થયું, અને વર્તમાન પર્યાયને પરાયાની જેમ ભોગવવા છતાં જ્ઞાતા-દ્રષ્ટાભાવથી વ્યવહાર કરે છે અને સદા સિદ્ધ પર્યાયને સ્મરે છે, જે અપ્રગટરૂપે આત્મામાં જ રહેલી છે. આવી નવ પર્યાયો આત્મામાં અપ્રગટ રહેલી છે. તેને પ્રગટ કરવા માટે નવપદનું સ્મરણ, દર્શન, વંદન, પૂજન, ધ્યાન કરવું. તેથી પોતાની તે પર્યાયને ઓળખે છે અને ધ્યાન વખતે ઉપયોગથી અનુભવે છે, ત્યારે પરમ આનંદ પામે છે તે સમયે કઠિન કર્મોનો ક્ષય કરે છે અને તે પર્યાય પ્રગટ કરવાની સમીપમાં આત્મા પહોંચી જાય છે.
૬. શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન
વૈ.વ. ૮, ૨૦૪૬, વંથલી શુદ્ધાત્મ દ્રવ્યનું ધ્યાન - પર્યાયને ગૌણ રાખીને કેવળ દ્રવ્યને મુખ્યપણે જોવું. અહીં જોવું એટલે પ્રથમ મનથી જોવું, મનથી જોવામાં પણ આકાર ઉપસ્થિત કરવાનો હોય છે. પરંતુ આત્મ દ્રવ્ય તો નિરાકાર છે, અરૂપી છે, તેને કયો આકાર આપવો? તેને બાહ્ય આકાર આપી શકાતો નથી માટે મનથી તેને જોવા અંતરાત્મામાં ઉપયોગને લઈ જઈને કલ્પના કરવી.
કલ્પનાનો આકાર - ‘તે નિસ્તરંગ છે' એવો લાવવો. “તે નિર્મળ છે' એવો લાવવો. નિતરંગઆકાર આપવા માટે તિમિત સમુદ્રની સ્થિતિ વિચારવી, નિર્મળતાનો આકાર આપવા માટે સ્ફટિકની જેમ આરપાર જોઈ શકાય તેવી સ્વચ્છતા વિચારવી.
જેમ સ્ફટિક હોય છતાં તેની પાછળની વસ્તુ સ્પષ્ટ દેખાતી હોવાથી સ્ફટિકનું અસ્તિત્વ આંખથી જણાતું નથી. છતાં તે “છે' એ નક્કી છે, કેમકે તેની આરપાર કોઈ વસ્તુ ગતિ કરી શકતી નથી. પરંતુ તે વચ્ચે અથડાય છે તેથી આત્મ દ્રવ્યને તો ફકત તેની નિર્મળતાની સદેશતા વિચારવા માટે સ્ફટિકની જેમ નિર્મળ છે એવો આકાર આપવો. પરંતુ આત્મ દ્રવ્ય તો નિસ્તરંગ છે તરંગો અથડાતા-અથડાતા ઉત્પન્ન થાય છે માટે તરંગ રહિત એવો આત્મા અમ્મલિત છે. સ્ફટિકની જેમ અલિત નથી. પરંતુ અખ્ખલિત છે માટે નિસ્તરંગ છે અર્થાતુ, સ્થિર સમુદ્ર (તેના મધ્યભાગ) જેવો છે. તેમ જોવો.
વળી આકાશની જેમ આકાર વિનાનો એટલે નિરાકાર છે તથા આકાશની જેમ નિરંજન છે. આત્માને અંજન લાગી શકતું નથી તેવો જોવો.
આ પ્રમાણે તે તે દેશ્ય પદાર્થો - સમુદ્રની સ્તિમિતતા, સ્ફટિકની નિર્મળતા, આકાશની નિરાકારતા, નિરંજનતાથી સદેશતા વિચારવી, કલ્પવી. અર્થાતુ, કલ્પનાથી-મનથી જોવી. મનથી જોઈએ ત્યારે આંખથી સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org