________________
વૈ.શુ. ૧૨ શક્તિની વ્યક્તિ કરે, સ્પષ્ટતા કરે તે પર્યાય. માટે દ્રવ્યને શક્તિરૂપ અને પર્યાયને વ્યક્તિરૂપ કહ્યું છે.
તે પર્યાય ઉપચરિત અને નિરૂપચરિત એમ બે પ્રકારે છે. જે શુદ્ધ પર્યાય છે તે નિરૂપચરિત છે, જે અશુદ્ધ પર્યાય છે તે ઉપચરિત છે. ઉપચરિતમાં શુભ-અશુભ એમ બે પ્રકાર છે.
ઉપચરિત પણ છે સત્ય, આ ઉપચાર ખોટો નથી પણ જે સત્ય છે તે રૂપે રહીને દ્રવ્યનું અસ્તિત્વ બતાવે છે જો તેમ ન હોય તો ઉપચરિતમાં દ્રવ્યનું સત્પણું ન દેખાય અને દ્રવ્ય ન હોય ત્યારે અસતુપણું (અભાવ) ન દેખાય. માટે પરમાત્માની મૂર્તિમાં પરમાત્મ તત્ત્વને બતાવનાર વિતરાગતાનો અનુભવ થવાથી આપણા આત્માને વિતરાગત્વની અસર થાય છે.
વૈ.વ. ૭, ૨૦૪૬, વંથલી શુદ્ધાત્મ દ્રવ્ય આવૃત્ત છે. તેને પ્રગટ કરવા માટે તેની શુદ્ધ સત્તા છે તેનું ધ્યાન કરવાનું છે. દ્રવ્ય આવૃત્ત છે તેમ શુદ્ધ પર્યાય પણ આવૃત્ત છે. તેને પ્રગટ કરવા માટે શુદ્ધ પર્યાયનું ધ્યાન કરવાનું છે.
દ્રવ્ય જેમ આવૃત્ત અને નિરાવૃત્ત છે તેમ પર્યાય પણ આવૃત્ત અને નિરાવૃત્ત છે. આવૃત્ત છે તેને અપ્રગટ કહેવાય છે નિરાવૃત્તને પ્રગટ કહેવાય છે.
આપણું આત્મ દ્રવ્ય આવૃત્ત છે તે અશુદ્ધ કહેવાય છે. નિરાવૃત્ત છે તે શુદ્ધ છે. નિશ્ચયથી તો તે અશુદ્ધ કે મલિન થતું નથી. પરંતુ કર્મના આવરણ તળે દબાયેલું તે મલિન દેખાય છે, અનુભવાય છે માટે વ્યવહારથી તે અશુદ્ધ છે. આત્મ દ્રવ્યની વાસ્તવિકતા અનુભવવા માટે તેની શુદ્ધ સત્તાનું ધ્યાન કરવું તેથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ જે શુદ્ધ છે તે અનુભવાય છે.
તેવી રીતે સહજ પર્યાય શુદ્ધ છે તે આવૃત છે અશુદ્ધ પર્યાયને ધારણ કરનાર આપણા આત્માએ તેને પ્રગટ કરવા માટે તે સહજ પર્યાયનું ધ્યાન કરવું તેથી તે વાસ્તવિક પર્યાયને ભોગવતા શુદ્ધાત્મ, દ્રવ્યનો અનુભવ થાય છે. સારાંશમાં - દ્રવ્ય - શુદ્ધ અશુદ્ધ
- પર્યાય - શુદ્ધ અશુદ્ધ દ્રવ્ય અને પર્યાય અશુદ્ધ પ્રગટ છે જેનો નિરંતર આપણે અનુભવ કરી રહ્યા છીએ.
પર્યાય પ્રગટ અને અપ્રગટ એ બે પ્રકારની છે. તેમાં અપ્રગટ પર્યાય ઘાતી-અઘાતિ બંને કર્મના ક્ષયથી પ્રગટે છે. પ્રગટ પર્યાય - ઘાતકર્મના ઉદય જન્ય.
- ઘાતકર્મના ક્ષયોપશમ જન્ય.
- અઘાતી કર્મના ઉદય જન્ય. આ ત્રણ પ્રકારની પર્યાય આપણો આત્મા ભોગવી રહ્યો છે, જેમાંની એક પણ પર્યાય તેની વાસ્તવિક નથી પરંતુ કૃત્રિમ છે. માટે તેનાથી હું પર - ભિન્ન શુદ્ધાત્મા છું તેનું ભાન નિરંતર રહેવું તેનું
સાધકનો અંતર્નાદ
26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org