________________
પ્રગટ કરવા માટે એટલે શુદ્ધ પર્યાય પ્રગટ કરવા માટે પુરુષાર્થ એટલે ઉપાદાન તૈયાર કરવાનું છે. ઉપાદાનમાં કારણતા-પુરુષાર્થ પ્રગટ કરવા માટે પુરાલંબન નિમિત્ત તો જેમને તે સ્વરૂપે પ્રગટ થયું છે તે છે.
આત્મ દ્રવ્યનું સ્વરૂપ નિષ્ક્રિય છે તેમાં સક્રિયતા અરિહંતાદિ પર્યાયની પડેલી છે. અરિહંત પરમાત્માનું દ્રવ્ય કરુણા સ્વભાવવાળું છે. જેથી તે પરોપકાર સ્વભાવવાળું છે તેથી તે પરાર્થવ્યસનીતા વિગેરે ગુણોપર્યાય છે તે ઘાતિ કર્મના ઉત્કૃષ્ટ ક્ષયોપશમ જન્ય છે.
તીર્થકરત-અઘાતિ કર્મના ઉદય જન્ય પર્યાયનો ભોગવટો કરે છે ત્યારે સમવસરણમાં બેસીને શાસનની સ્થાપના કરે છે, દેશના આપે છે. આ પર્યાયનો ભોગવટો પોતે પરોપકાર દ્વારા કરે છે કારણકે અરિહંત દ્રવ્યનો સ્વભાવ કરુણાયુક્ત પરોપકાર છે. અર્થાત્, અરિહંત દ્રવ્ય-પોતાનું અસ્તિત્વ પરોપકારથી દેખાય છે.
દ્રવ્યના સમૂહને આ વસ્તુ છે એમ કહેવાય છે. એક વચનથી સમજાવાય છે. દુકાનમાં એક જ જાતનો માલ હોય તો જેમ ઘણા દ્રવ્યોનો સમૂહ હોવા છતાં અમારી દુકાનમાં એક જ માલ છે એમ કહેવાય છે તેમ આત્મા વસ્તુ સ્વરૂપે એક છે પરંતુ દ્રવ્યરૂપે ભિન્ન ભિન્ન છે કેમકે દ્રવ્યનો ભેદ પાડનાર પર્યાય તેની સાથે વળગેલી છે. માટે વસ્તુ સ્વરૂપે આત્મા એક છે.
વૈશુ. ૮, માંગરોલ કેવળ દ્રવ્યનું ધ્યાન તે નિર્વિકલ્પ ધ્યાન અને પર્યાયનું ધ્યાન તે સવિકલ્પ ધ્યાન. કેવળ દ્રવ્યનું ધ્યાન કરવામાં વિકલ્પો શમી જાય છે. તે દ્રવ્યની નિષ્ક્રિય અવસ્થાનું ધ્યાન હોવાથી તેમાં મનની ક્રિયા પણ અટકી જાય છે.
પર્યાય એ દ્રવ્યની સક્રિય અવસ્થા છે તેનું ધ્યાન કરવામાં ચિંતન હોય છે માટે તેમાં મનનની ક્રિયા ચાલુ હોય છે.
વસ્તુની ધ્રુવસત્તા છે, દ્રવ્યની અવાર સત્તા છે. જયારે અવાર સત્તાની વિચારણા કરીએ છીએ ત્યારે પર્યાય સહિત દ્રવ્યની વિચારણા હોય છે કારણ કે દ્રવ્ય પર્યાય સહિત હોય છે, જયારે વસ્તુની વિચારણામાં પર્યાય ગૌણ બની જાય છે.
નિર્વિકલ્પ ધ્યાનમાં દ્રવ્યના સંઘાતરૂપ વસ્તુ તરીકે કેવળ દ્રવ્યનું ધ્યાન હોય છે.
અરિહંતનું દ્રવ્ય કેવું છે ? કરુણાયુકત. કરુણાયુક્ત દ્રવ્ય હોવાથી તેનો સ્વભાવ કેવો છે ? કરુણાનું પ્રાગટ્ય કરનાર કયો સ્વભાવ (ગુણ) છે ? સ્વાર્થોપસર્જન, પરાર્થવ્યસનીયતા, પરોપકાર, કૃતજ્ઞતા.
કરુણાયુક્ત દ્રવ્યની સક્રિયતા કેવી ? પરોપકાર. પરનો ઉપકાર કરવો તે.
અરિહંત પરમાત્માની સક્રિયતા-સમવસરણમાં બેસીને ભવ્ય જીવોને કરુણા સક્રિય હોવાથી કર્મમુકિત-સુખ પ્રાપ્તિના ઉપાયરૂપ (દેશના માર્ગદર્શન) આપતી દેશના આપે છે તે છે.
સાધકનો અંતર્નાદ
25
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org