________________
સુધરે. પુદ્ગલમાંથી પાછો વળી આત્મામાં સ્થિર થાય.
અનાદિ કાળની આ ટેવોને સુધારવા એકલાં આલંબનો-અનુષ્ઠાનો કામ નહિ લાગે આત્મ પુરુષાર્થ જોઈશે. આ તો નાના બાળકને એક વસ્તુ છોડાવવા બીજી સુંદર વસ્તુ ધરીએ છીએ તેમ બાળ મનને આલંબનો પણ સજાવીને ધરવાં પડે છે પણ આલંબનોની અતિ સજાવટમાં સર્વસ્વ માનીને તેને જ ધર્મ માની લેવામાં ભૂલ થાય છે. ક્યાં સુધી બધાએ જ બાળ બની જવાનું, માટે ત્યાંથી દષ્ટિ પાછી ફેરવી લક્ષ્યને દઢ બનાવવાની જરૂર છે અને આત્મિક પુરુષાર્થ જોરદાર કરવાની જરૂર છે.
મન, વચન, કાયા એ ત્રણ યોગ પણ આત્માના હુકમ પ્રમાણે કરનારા છે. આત્મા શુભ કે શુદ્ધના આલંબને ચાલે તો તેનો હુકમ પણ તે પ્રમાણે રહેશે. માટે જ સઆલંબનો, અનુષ્ઠાનો સેવવા. તેથી આત્માનો રંગ પણ તે બાજુનો જ રહે.
મ.શુ. ૧૫ મન, વચન અને કાયા એ ત્રણે કર્મ બંધમાં કારણ બને છે અને કર્મ મુક્તિમાં પણ ઉપયોગી બને છે. પુલના સંગમાં રાગાદિથી જોડાય તે પણ યોગ જ છે પણ અશુભ છે. આત્મરંગી પ્રવૃત્તિમાં જોડાય તેમાં પણ રાગાદિથી જ જોડવાનું છે છતાં યોગ શુભ છે.
આ રીતે યોગની પ્રવૃત્તિ શુભાશુભ જાણીને અશુભથી નિવૃત્ત બનવું અને શુભમાં પ્રવૃત્ત બનાવવા તેને વ્યવહારથી ચારિત્ર કહેવાય છે. જેટલા પ્રમાણમાં અશુભથી નિવૃત્ત બને અને શુભમાં જોડાય તેટલા પ્રમાણમાં ચારિત્ર કહેવાય. વ્યવહાર જે સુધર્યો તે તેનું સદાચરણ છે. યોગ સાધના એટલે યોગને અશુભ આચરણથી નિવૃત્ત બનાવીને શુભ આચરણમાં વાળવા અને તેમાં તે ત્રણે યોગને સ્થિર કરવા. ચંચળ યોગોને અશુભમાંથી પાછા વાળી શુભમાં સ્થિર કરવા તે યોગોને પ્રથમ તો મનગમતું આલંબન આપવું પડે છે. પુદ્ગલનો સંગી છે તો ઉત્તમ પુદ્ગલ દ્રવ્યોથી તેને આકર્ષવા જોઈએ. પરંતુ તે જ સર્વસ્વ છે તેમ માનીને તેમાં જ સ્થિર થવાનું નથી.
માટે આલંબનો જે શુભ છે (જિન પ્રતિમા, શાસ્ત્રો, ગુણી આત્માઓ, ગુર્નાદિ તથા જ્ઞાનાદિ આત્માના ગુણોને પ્રગટ કરવા માટે સાધનરૂપ જે જે છે તે સર્વ વસ્તુ) તેમાં મુખ્યતાએ આ જગતમાં નવપદો છે. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રગટાવવાનાં સઘળાં સાધનો છે. અરિહંત, સિદ્ધ એ બે દેવતત્ત્વ છે, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ ત્રણ ગુરુ તત્ત્વ છે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ચાર ધર્મ તત્ત્વ છે. એ નવને પદ એટલા માટે કહેવાય છે એમાં કોઈ વ્યક્તિ નથી બતાવી પરંતુ સમષ્ટિ ગત જે જે દેવત્વને પામેલા છે તે બધાનો સમાવેશ તેમાં થતો હોવાથી દેવ તત્ત્વમાં અરિહંતત્વને પામેલા તથા સિદ્ધત્વને પામેલા સઘળાનું આરાધન પ્રથમ બે પદથી થઈ જાય છે. તે જ પ્રમાણે આચાર્ય, ઉપાધ્યાય, સાધુત્વના સ્થાને જે કોઈ રહેલા છે તે બધાનો સમાવેશ ગુરુ તત્ત્વમાં એ ત્રણ પદથી થતો હોવાથી સઘળા આચાર્યવાદિને પામેલાનું આરાધન થાય છે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ આદિ અનેક પ્રકારના છે તે સર્વ પ્રકારોનું એ ચાર પદથી ધર્મ તત્ત્વનું આરાધન થાય છે. સાધકનો અંતર્નાદ
143
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org